SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૬ ઠ્ઠા પિતાના વિરોધી વિરાધને લક્ષમણની પાસે આવેલે જોઈ ખર અતિ ક્રોધ પામે; તેથી તે ધનુષ્યને પણછ ચડાવીને બે-“અરે વિશ્વાસનો ઘાત કરનાર ! મારે પુત્ર શબૂક ક્યાં છે તે બતાવ. એ અપરાધ કરીને આ રાંક વિરાધની સહાયથી શું તુ રક્ષિત થવા માગે છે?” લમણે હસીને કહ્યું કે “તારો અનુજ બંધુ ત્રિશિરા પિતાના ભ્રાતૃજ શંબૂકને જોવા ઉત્કંઠિત હતું, તેથી મેં તેને તેની પછવાડે મોકલ્યો છે. હવે પુત્ર અને ભાઈ પાસે જવાની જે તારી બળવાન ઉત્કંઠા હોય તે તને પણ ત્યાં મોકલવાને હું ધનુષ્ય સાથે સજજ છું. રે મૂઢ! ચરણવડે એક કુંથવાની જેમ પ્રમાદથી થયેલા પ્રહારથી મેં તારા પુત્રને હણ્યો છે, પણ તેમાં કાંઈ મારૂં પરાક્રમ નથી; પરંતુ પોતાના આત્માને સુભટ માનતા તું જે મારા રણકૌતુકને પૂર્ણ કરીશ તે વનવાસમાં પણ દાન આપનાર હું યમરાજને પ્રસન્ન કરીશ” આવાં લક્ષ્મણનાં વચન સાંભળતાંજ ખર રાક્ષસ ગિરિશિખર પર હાથીની જેમ લક્ષમણપર તીક્ષણ પ્રહાર કરવા લાગ્યો. કિરણોથી સૂર્યની જેમ લક્ષ્મણે પણ હજારે કંકપત્રથી આકાશને ઢાંકી દીધું. એ પ્રમાણે લમણું તથા ખરની વચ્ચે ખેચને ભયંકર અને યમરાજને મહોત્સવરૂપ મે ટુ યુદ્ધ ચાલ્યું. તે વખતે આકાશમાં એવી વાણી થઈ કે “વાસુદેવની સામે પણ રણમાં જેની આવી શક્તિ છે તે ખર રાક્ષસ પ્રતિવાસુદેવથી પણ અધિક છે.” તે વાણી સાંભળતાંજ “આનો વધ કરવામાં કાળપ શું કરે ?” એવું લજજાથી વિચારી ક્રોધ કરીને લક્ષ્મણે સુરપ્ર અસ્ત્રથી તત્કાળ ખરના મસ્તકને છેદી નાંખ્યું. પછી ખરને ભાઈ દૂષણ રાક્ષસ સેના સહિત લક્ષ્મણ સાથે યુદ્ધ કરવાને ઉદ્યત થયે; પરંતુ દાવાનળ જેમ યૂથ સહિત હસ્તીને સંહાર કરે તેમ લમણે ક્ષણવારમાં સૈન્ય સહિત તેને સંહાર કરી નાંખે. પછી વિરાધને સાથે લઈને લક્ષ્મણ પાછા વળ્યા. તે વખતે તેમનું નામ નેત્ર ફરકયું, તેથી તેને આર્ય સીતા અને રામ વિષે અત્યંત અશુભની શંકા થવા લાગી. પછી દૂર આવીને જોતાં એક વૃક્ષની પાસે રામને સીતારહિત એકલા દેખીને લક્ષમણ પરમ ખેદને પામ્યા. લક્ષ્મણ તેમની આગળ જઈને ઊભા; તે છતાં તેમને જોયા વગર રામ વિરહશલ્યથી પીડિત થઈ આકાશ તરફ જોઈને બોલ્યા-“હે વનદેવતા ! હું આખા વનમાં ભયે પણ જાનકી કોઈ ઠેકાણે મારા જોવામાં આવ્યાં નહિ. તેથી જો તમે જોયા હોય તો કહો. ભૂત અને શિકારી પ્રાણીઓથી વ્યાપ્ત એવા આ અરણ્યમાં સીતાને એકલા મૂકીને હું લક્ષ્મણની પાસે ગયો, અને હજારો રાક્ષસસુભટની વચમાં લક્ષ્મણને એકલા મૂકીને પાછો હું અહીં આવ્યું. અહા ! હું દુબુદ્ધિની એ કેવી બુદ્ધિ ! હે પ્રિય સીતા ! આ નિર્જન અરણ્યમાં મેં તને એકલી કેમ છોડી દીધી ? હે વત્સ લક્ષ્મણ ! તેવા રણના સંકટમાં તને એક મૂકીને હું પાછો કેમ આવ્યો ?' આ પ્રમાણે બોલતાં બોલતાં રામભદ્ર મૂછથી પૃથ્વી પડી ગયા. તે વખતે પક્ષીઓ પણ આકંદ કરીને એ મહાવીરને જોવા લાગ્યા. પછી લક્ષ્મણ બોલ્યા- હે આર્ય ! આ શું કરો છો ? આ તમારો ભાઈ લક્ષ્મણ સર્વ શત્રુઓ પર વિજય મેળવીને આવેલો છે.” તે વાણી સાંભળતાં જ રામચંદ્ર જાણે અમૃતથી સિંચિત થયા હોય તેમ સંજ્ઞાને પામ્યા, અને લક્ષ્મણને આગળ જઈને તત્કાળ પોતાના અનુજ બંધુને આલિંગ ગન કર્યું. લક્ષ્મણે નેત્રમાં અશ્રુ લાવીને કહ્યું કે-“આર્ય! જરૂર કઈ માયાવીએ જાનકીના હરણને માટે જ સિંહનાદ કરેલે, પણ હું તે દુષ્ટના પ્રાણની સાથે જાનકીને પાછી લાવીશ. માટે હમણાં ચાલે, આપણે તેની શોધ મેળવવા પ્રયત્ન કરીએ. પ્રથમ આ વિરાધને તેના પિતાના પાતાળલંકાના રાજયપર બેસારે. ખર રાક્ષસની સાથે યુદ્ધ કરતાં મેં તેને વચન આપેલું છે. તે વખતે તેમની આરાધના કરવાને ઇચ્છતા વિરોધે ત્યાંથી જ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy