SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૬ ઠ્ઠી. હનુમાને કરેલી સીતાની શોધ રામ લક્ષમણના જે સિંહનાદ સાંભળીને જ્યાં લક્ષ્મણ શત્રુઓની સાથે રણક્રીડા કરતા હતા ત્યાં ધનુષ્ય લઈને ત્વરાથી આવ્યા. રામને આવેલા જોઈ લક્ષ્મણે કહ્યું કે-હે આર્ય! સીતાને એકલા મૂકીને તમે અહીં કેમ આવ્યા?” રામ બોલ્યા- હે લક્ષ્મણ ! તમે મને કષ્ટ સૂચક સિંહનાદથી બોલાવ્યા, તેથી હું આવ્યું છું.' લમણે કહ્યું–મે સિંહનાદ કર્યો નથી અને આપના સાંભળવામાં આવે, તેથી જરૂર કેઈએ આપણને છેતર્યા છે. આર્યા સીતાનું હરણ કરવાને માટે આ ઉપાય કરી તેમને ત્યાંથી ખસેડવા હેય એમ ખરેખર જણાય છે. આ સિંહનાદ કરવામાં બીજુ જરા પણ કારણ હોય તેમ હું ધારતો નથી, માટે હે આર્ય! સત્વર સીતાના રક્ષણને માટે તમે જાઓ, હું પણ શત્રુએને મારીને તમારી પછવાડે આવું છું.” લક્ષ્મણે આમ કહેવાથી રામચંદ્ર સત્વર પિતાને સ્થાનકે આવ્યા, ત્યાં જાનકી જોવામાં આવ્યાં નહિ; તેથી તત્કાળ મૂછ ખાઈને તે પૃથ્વીપર પડી ગયા. થોડીવારે સંજ્ઞા આવવાથી બેઠા થઈને જોયું તો ત્યાં મરણેનુખ થયેલા જટાયુ પક્ષીને તેમણે દીઠે. તેને જોઈને તીક્ષ્ણ બુદ્ધિએ રામચંદ્ર વિચાર્યું કે કઈ માયાવીએ છળ કરીને મારી પ્રિયાનું હરણ કર્યું. તેના હરણથી ક્રોધ પામીને તેની સામે થયેલા આ મહાત્મા પક્ષીને તેણેજ હણેલે લાગે છે.” પછી રામે તેનો પ્રત્યુપકાર કરવાને તે શ્રાવક જટાયુને અંતસમયે પરલકના માર્ગમાં ભાતારૂપ નવકાર મંત્ર સંભળાવ્યું. તત્કાળ મૃત્યુ પામીને તે પણિરાજ માહેદ્રક૯૫માં દેવતા થયા, અને રામચંદ્ર સીતાની શોધ માટે અટવીમાં આમ તેમ ભમવા લાગ્યા. અહીં લક્ષમણ ઘણી સેનાવાળા ખરની સાથે એકલા યુદ્ધ કરતા હતા. કેમકે “યુદ્ધમાં સિંહને સહાયકારી સખા હોતો જ નથી. તે સમયે ખરના અનુજ ભાઈ ત્રિશિરાએ આગળ આવીને “આવાની સાથે તમારે શું યુદ્ધ કરવું ?” એમ કહી પોતાના જ્યેષ્ઠ બંધુ ખરનું નિવારણ કર્યું, અને પોતે યુદ્ધ કરવા લાગ્યા. રામના અનુજ બંધુ લક્ષ્મણે રથમાં બેસીને યુદ્ધ કરવાને ઉદ્યત થયેલા ત્રિશિરાને પતંગની જે ગણીને મારી નાંખ્યો. તે વખતે પાતાળલંકાના પતિ ચંદ્રોદર રાજાનો પુત્ર વિરાધ સનબ્દબદ્ધ થયેલા પિતાના સર્વ સૈન્યને લઈને ત્યાં આવ્યું. શત્રુઓનો વિનાશ કરવા અને તેમની આરાધના કરવાની ઈચ્છાથી તેણે રામના સહોદર લક્ષ્મણને નમસ્કાર કરીને કહ્યું કે-“આ તમારા શત્રુઓ ઉપર દ્વેષ કરનાર અને તેમનો શત્રુ હું તમારો સેવક છું. આ રાવણના સેવકોએ મારા પરાક્રમી પિતા ચંદ્રોદરને કાઢી મૂકીને પાતાળલંકાને કબજે કરી છે. હે પ્રભુ ! અંધકારને નાશ કરવામાં સૂર્યને સહાયકારી કેણું થઈ શકે છે? તથાપિ આ તમારા શત્રુઓનો નાશ કરવામાં કિંચિત્ માત્ર આ સેવક તૈયાર છે; માટે તેને યુદ્ધ કરવાની આજ્ઞા આપે. લક્ષ્મણે હસતાં હસતાં કહ્યું કે-“હું હમણા જ આ શત્રુઓને મારી નાંખીશ, તે તું જોઈ લેજે. યુદ્ધમાં બીજાઓની સહાય લેવી તે પરાક્રમી વીરેને લજજાકારી છે. આજથી મારા મોટા ભાઈ રામચંદ્ર તારા સ્વામી છે, અને અત્યારે જ હું તેને પાતાળલંકાના રાજ્ય ઉપર બેસારૂં છું.”
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy