SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સગ ૪ થા ખંધુ ! પિતાશ્રીને અને તમારા જેવા મહાત્માઓને મને રાજ્ય આપવું તે યોગ્ય છે, પણ મારા જેવાએ તે ગ્રહણ કરવું યાગ્ય નથી. શું હું રાજા દશરથનો પુત્ર નથી ? કે શું હું તમારા જેવા આનો અનુજ ખ' નથી ? કે જેથી હું ગવ કરૂ અને ખરેખરો માતૃમુખા ગાઉં.' તે સાંભળી રામે દશરથ રાજાને કહ્યું-‘ હું અહીં છતાં ભરત રાજ્ય ગ્રહણ કરશે નહિ, માટે હું વનવાસ કરવાને જાઉં છું. આ પ્રમાણે પિતાની આજ્ઞા લઈ ભક્તિથી નમીને, રામ હાથમાં ધનુષ્ય અને ભાથાં લઇને ચાલી નીકળ્યા, અને ભરત ઊંચે સ્વરે રૂદન કરતા રહ્યા. વનવાસને માટે જતા રામને જોઇ અત્યંત સ્નેહકાતર એવા દશરથ રાજા વારવાર મૂર્છા પામવા લાગ્યા. 66 રામે ત્યાંથી નીકળી પાતાની માતા અપરાજિતાની પાસે આવીને કહ્યું- હે માતા ! જેવા હુ તમારો પુત્ર છું તેવાજ તમારે ભરત છે. પોતાની પ્રતિજ્ઞા સત્ય કરવાને માટે મારા પિતાએ તેને રાજ્ય આપ્યું, પણ હું અહી... છતાં તે રાય લેતો નથી, તેથી મારે વનમાં જવું યોગ્ય છે. મારી ગેરહાજરીમાં તમે વિશેષ પ્રસાદવાળી દૃષ્ટિથી ભરતને જોજો, અને કદિ પણ મારા વિયોગથી કાતર થશે નહિ.’ રામની આવી વાણી સાંભળી દેવી મૂર્છા પામી પૃથ્વીપર પડી ગયાં; એટલે દાસીએ ચંદનના જળનુ સિંચન કર્યુ, તેથી સ્વસ્થ થઇને મેલ્યાં–“ અરે ! મને સ્વસ્થ કરીને કાણે જીવાડી ? મને મૂર્છાજ સુખમૃત્યુને માટે છે; કેમકે હું જીવતી રહી સતી રામનો વિરહ કેમ સહન કરીશ ? અરે ! કૌશલ્યા ! તારો પુત્ર વનમાં જશે અને પતિ દીક્ષા લેશે, તેવું સાંભળ્યા છતાં તું ફાટી પડતી નથી, તેથી ખરેખર તું વામય છે.” રામે ફરીથી કહ્યું–“ હે માતા ! તમે મારા પિતાના પત્ની થઈ તે પામર સ્ત્રીઓને યોગ્ય એવું આ શું કરો છે ? સિંહણનો પુત્ર વનમાં અટન કરવાને એકલા જાય છે, તથાપિ સિંહણ સ્વસ્થ થઇને રહે છે, જરા પણ ગભરાતી નથી. હું માતા ! જે પ્રતિજ્ઞા કરેલું વરદાન છે તે મારા પિતાને માથે ઋણુ છે. જો હું અહીં રહું અને ભરત રાજ્ય ન લે તો પછી પિતાનું અનૃણ્ય (ઋણુરહીતપણુ.) શી રીતે થાય ?” આ પ્રમાણે યુક્તિવાળાં વચનોવડે કૌશલ્યાને સમજાવીને અને બીજી માતાઓને નમસ્કાર કરીને રામ અહાર નીકળ્યા. પછી સીતાએ દૂરથી દશરથ રાજાને નમી અપરાજિતા દેવીની પાસે આવી રામની સાથે જવાની આજ્ઞા માગી. એટલે જાનકીને ઉત્સ`ગમાં એસારીને નેત્રના ઉષ્ણ અશ્રુજલવડે ખાળાની જેમ ન્હેવરાવતી અપરાજિતા બાલી- વત્સે ! વિનીત રામચંદ્ર પિતાની આજ્ઞાથી વનમાં જાય છે, તો તે નરિસંહ પુરૂષને દુષ્કર નથી; પણ તું તો જન્મથીજ ઉત્તમ વાહનોમાં લાલિત થયેલી છે, તેથી પગે ચાલવાની વ્યથાને કેમ સહન કરી શકીશ ? સુકુમા૨પણાથી કમલના ઉદર જેવું તારૂ અંગ છે, તે જ્યારે તાપ વિગેરેથી કલેશ પામશે ત્યારે રામને પણ કલેશ થઇ પડશે; માટે પતિની સાથે અનુગમન કરવામાં તેમજ અનિષ્ટ કષ્ટ સહેવામાં હું... નિષેધ કે આજ્ઞા કાંઈ પણ કરવાને ઉત્સાહ ધરતી નથી.” તે સાંભળી શાકરહિત સીતા પ્રાત:કાળના કમળની જેવું પ્રફુલ્લિત મુખ કરી અપરાજિતાને નમીને મેલી- હે દેવી ! તમારા ઉપરની મારી ભક્તિ મને માર્ગમાં કુશલકારી થશે, માટે મેઘની પાછળ વિદ્યુત્ની જેમ હુ· રામની પાછળ જાઉ છું.' આ પ્રમાણે કહી કૌશલ્યાને ફરીથી નમીને પાતાના આત્મામાં આત્મારામની જેમ રામનુ જ ધ્યાન કરતી સીતા બહાર નીકળી, તે વખતે “ અહો ! આવી અત્યંત પતિભક્તિથી જાનકી પતિને દૈવ k
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy