SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મુ ૬૩ ઉપમન્યુ સહસાર દેવલથી ચ્યવને આ જનકનો અનુજ બંધુ કનક થયો. અને નંદિવદ્ધિનના ભવમાં તારો પિતા નંદિઘોષ હતો તે વૈવેયકમાંથી ચ્યવને આ હું સત્યભૂતિ થયો છું.” આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળીને દશરથ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો તેથી તત્કાળ તેમને વાંદી દીક્ષા લેવાની ઈચ્છાએ રાજ્યભાર રામને માથે મૂકવા માટે રાજમહેલમાં આવ્યો. દીક્ષા લેવામાં ઉસુક એવા તેણે રાણીઓ, પુત્ર અને મંત્રીઓને બેલાવી યથાયોગ્ય રીતે સૌની સાથે સુધારસ સમાન આલાપ કરીને રજા માંગી. તે વખતે ભારતે નમસ્કાર કરીને કહ્યું કે- હે પ્રભુ ! તમારી સાથે હું પણ સર્વવિરતિ ગ્રહણ કરીશ તમારા વિના હું ઘરમાં રહીશ નહિ. હે સ્વામી ! અન્યથા મને અત્યંત દુઃખદાયક બે કષ્ટ થશે. એક તમારો વિરહ અને બીજે આ સંસારનો તાપ.” ભરતનાં આવાં વચન સાંભળીને જે આ પ્રમાણે નિશ્ચય થશે તો પછી મારે પતિ કે પુત્ર કાંઈ પણ રહેશે નહિ” એવા વિચારથી ભય પામીને કેકેયી બેલી-“હે સ્વામી ! તમને યાદ છે ? મારા સ્વંયવરના ઉત્સવમાં મેં તમારું સારથીપણું કર્યું હતું, ત્યારે તમે મને એક વરદાન માગવાને કહ્યું હતું. હે નાથ ! તે વરદાન અત્યારે આપ કેમકે તમે સત્ય પ્રતિજ્ઞાવાળા છો; અને મહાત્માઓની પ્રતિજ્ઞા પાષાણુમાં કતરેલી રેખા જેવી હોય છે.” દશરથરાજા બેલ્યા કે-“મેં જે વચન આપ્યું છે તે મને યાદ છે, માટે એક વ્રત લેવાનો નિષેધ સિવાય જે મારે આધીન હોય માંગી લે.” તે વખતે કૈકેયીએ યાચના કરી કે-“હે સ્વામી ! જે તમે પોતે દીક્ષા લેતા હો તો આ બધી પૃથ્વી મારા પુત્ર ભરતને આપો.” તરતજ દશરથ રાજા બોલ્યા કે આ પૃથ્વી હમણાંજ લઈ લે.” એમ કહી લક્ષ્મણ સહિત રામને બોલાવીને તેમણે રામ પ્રત્યે આ પ્રમાણે કહ્યું-“હે વત્સ ! પૂર્વે મારું સારથીપણું કરવાથી પ્રસન્ન થઈને મેં કૈકેયીને એક વરદાન આપેલું હતું, તે વરદાન અત્યારે ભરતને રાજ્ય આપવાને માટે તે મારી પાસે માગી લે છે.” રામ હર્ષ પામીને બોલ્યા-“મારી માતાએ મહા પરાક્રમી મારા ભાઈ ભરતને રાજ્ય મળવાનું વરદાન માગ્યું તે બહુ સારું કર્યું. હે પિતા ! મારી ઉપર પ્રસાદ કરીને તમે આ વિષે મને પૂછો છો, તથાપિ લોકોમાં તે અવિનયની સૂચનાનું કારણ થાય તેથી મને દુઃખ કરે છે. જો તાત સંતુષ્ટ થયા હો તો આ રાજ્ય ગમે તેને આપે તેમાં હું કે જે એક તમારા પાળા જે છું તેને નિષેધ કરવામાં કે સંમતિ આપવામાં કાંઈ પણ સત્તા નથી. ભરત છે તે હુંજ છું, અમે બંને તમારે સરખા છીએ, માટે મોટા હર્ષ થી ભરતને રાજ્ય ઉપર અભિષેક કરો.” . આવાં રામનાં વચન સાંભળી દશરથ રાજા પ્રીતિ અને વિસ્મય પામી ગયા. પછી તે પ્રમાણે કરવા મંત્રીઓને આજ્ઞા આપવા લાગ્યા, તેવામાં ભારત બોલ્યા- હે સ્વામી ! તમારી સાથે વ્રત લેવાને માટે મેં પ્રથમજ પ્રાર્થના કરેલી છે, તેથી તે કોઈના વચનથી અન્યથા કરવાને તમે યેગ્ય નથી.” દશરથે કહ્યું-“હે વત્સ ! મારી પ્રતિજ્ઞા વ્યર્થ કર નહિ; તારી માતાને મેં પૂર્વે વરદાન આપ્યું હતું અને તેણે તે ચિરકાળ થાપણ કરીને રાખ્યું હતું, તે આજે તને રાજ્યદાન આપવાને માટે તેણે માગી લીધું છે; માટે હે પુત્ર ! મારી અને તારી માતાની આજ્ઞાને અન્યથા કરવાને તું યોગ્ય નથી.” પછી રામે ભરતને કહ્યું હે ભ્રાતા ! જો કે તમારા હૃદયમાં રાજ્ય પ્રાપ્તિનો કિંચિત્ પણ ગર્વ નથી, તથાપિ પિતાનાં વચનને સત્ય કરવાને માટે તમે રાજ્ય ગ્રહણ કરો.” રામનાં આવાં વચન સાંભળી ભરતે અશ્રુભરિત નેત્રે રામના ચરણમાં પડી અંજલિ જોડીને ગદગદ સ્વરે કહ્યું- પૂજ્ય
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy