SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ સર્ગ ૮ મે “છે. સર્વ આ ને જે નિરોધ કરવો તે સંવર કહેવાય છે. તે સંવર દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે. જે કર્મ પુદ્દગળના ગ્રહણને છેદન કરે તે દ્રવ્યસંવર કહેવાય છે, અને જેમાં “સંસારહેતુ કિયાનો ત્યાગ થાય તે ભાવસંવર કહેવાય છે. જે જે ઉપાયથી જે જે આશ્રવને “નિરોધ થાય તે તે આશ્રવના નિધને માટે વિદ્વાનોએ તે તે ઉપાય જ ઉચિત છે. “તે ઉપાય આ પ્રમાણે-ક્ષમાથી કોઇને, કેમલતથિી માનને, સરલતાથી માયાને અને નિઃસ્પૃહતાથી લેભ નિરોધ કરે. અસંયમવડે ઉન્મત્ત થયેલા વિષ જેવા વિષયોનો “મહામતિ પુરુષે અખંડ સંયમ વડે નિરોધ કર. ત્રણ ગુપ્તિઓથી ત્રણ વેગને વશ કરવા, “અપ્રમાદથી પ્રમાદને સાધ્ય કરે અને સર્વ સાવદ્ય ગન ત્યાગથી અવિરતિને સાધવી “(કબજે કરવી). સંવરને અર્થે ઉદ્યમ કરનારા પુરુષે સદ્દર્શનથી મિથ્યાત્વને અને ચિત્તની “ઉત્તમ સ્થિરતાથી રૌદ્ર સ્થાનનો વિજય કર. જેમ મધ્ય ચોકમાં આવેલા ઘણું દ્રાર“વાળા ઘરના દ્વારે જે ઉઘાડા રહે તે તેમાં જરૂર રજને પ્રવેશ થાય છે અને પ્રવેશ “થયેલ રજ નેહ (ચીકાશ)ના યોગથી તન્મયપણે બંધાઈ જાય છે; પણ જો તે ઘરનાં દ્વાર બંધ કરી દીધાં હોય તો તેમાં રજ પેસતી નથી, તેમ દઢપણે બદ્ધ પણ થતી નથી. વળી “જેમ કેઈ સરોવરમાં ચારે બાજુ ગરનાળાં ખુલ્લાં હોય છે તે તે સર્વ દ્વારોથી જળ પેસી “જાય છે, પણ જે તે દ્વાર રૂંધેલાં હોય તો તેમાં જરા પણ જળ પેસી શકતું નથી. તેમજ કઈ વહાણના મધ્ય ભાગમાં છિદ્રો હોય છે તો તેમાંથી જળ પસી જાય છે, પણ જો તે “છિદ્રો બંધ કરી દીધાં હોય તે તેમાં જરા પણ જળ પેસી શકતું નથી. તેવી રીતે ગાદિ આશ્રદ્ધાનું સર્વ પ્રકારે રૂંધન કરવાથી સંવરથી શોભતા એવા જીવમાં કર્મ દ્રવ્યને પ્રવેશ થઈ શકતો નથી. આશ્રયદ્વારને નિરોધ સંવરવડે થાય છે, અને એ સંવર ક્ષમા “વિગેરે ભેદથી બહુ પ્રકારે કહે છે, ચડતા ચડતા ગુણસ્થાનોમાં જેને જેને સંવર થાય “તે તે નામને સંવર કહેવાય છે. પારંગતેમાં મિથ્યાત્વનો ઉદય બંધ થવાથી જે સંવર થાય છે તે મિથ્યાવસંવર કહેવાય છે. દેશવિરતિ વિગેરે ગુણઠાણમાં જે સંવર થાય છે તે અવિરતિસંવર છે, અપ્રમત્તસંયત વિગેરે ગુણઠાણામાં જે સંવર થાય છે તે પ્રમાદસંવર કહેવાય છે. ઉપશાંત મેહ ને ક્ષીણમેહ ગુણઠાણામાં કષાયને સંવર થવાથી તે “કષાયસંવર કહેવાય છે. અને અાગી કેવળી નામના ચૌદમાં ગુણઠાણામાં યોગસંવર “સંપૂર્ણપણે થાય છે. જેમ વહાણવટી છિદ્ર રહિત વહાણવડે સમુદ્રના અંતને પામે છે, “તેમ સદ્દબુદ્ધિવાળે પુરુષ ઉપર પ્રમાણે સંવયુકત થઈને આ સંસારના અંતને પામે છે.” આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને ઘણું પ્રતિબંધ પ્રામ્યા. કેઈએ દીક્ષા લીધી, અને કોઈએ શ્રાવકપણું ગ્રહણ કર્યું. પ્રભુનો આનંદ વિગેરે એકાશી ગણધરો થયા. પ્રભુની ધર્મદેશના પૂર્ણ થયા પછી આનંદ ગણધરે ધર્મદેશના આપી, અને આનંદ ગણધરની દેશના પૂર્ણ થયા પછી સુર, અસુર અને રેશ્વરે પ્રભુને નમસ્કાર કરી પોતપિતાને સ્થાને ગયા. તે વખતે ત્રણ નેત્રવાળે, ચાર મુખવાળ, પદ્મના આસન પર બેસનારે, વેતવણું. વાળે, પિતાની ચાર જમણી ભુજામાં બીજેરૂં, મુગર, સપાદ અને અભયને ધારણ કરનાર અને ચાર ડાબી ભુજામાં નકુલ, ગદા, ચાબુક અને અક્ષસૂત્રને ધરનારો બ્રહ્મ નામે યક્ષ અને મગ જેવા નીલ વર્ણવાળી, મેઘના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં વરદ અને પાસને ધરનારી અને બે વામ ભુજામાં ફલ અને અંકુશ રાખનારી અશોકા નામે દેવી–એ બંને દશમા તીર્થંકર શ્રી શીતળનાથ પ્રભુના શાસનદેવતા થયા. - ૧ અવિરતિ સમ્યક દષ્ટિમાં.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy