SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૮ મ “થી પવિત્ર છે તેજ મારે દિવસે છે; બાકીના જે દિવસે છે તે મારે કૃષ્ણપક્ષની રાત્રિ “ જેવા છે. આત્માની સાથે નિત્યપણે પરોવાયેલા પાણીનાં કુકર્મો અયસ્કાંત મણિથી “લોઢાની જેમ તમારા દર્શનાદિકથી આજે જુદા પડી જાઓ. આ લેકમાં, સ્વર્ગમાં કે બીજે ગમે ત્યાં રહે તો પણ તમને જ હૃદયમાં વહન કરનારે હું તમારું વાહન થાઉં “ એવી ઈચ્છા રાખું છું.” આ પ્રમાણે દશમા તીર્થંકરની સ્તુતિ કરીને શકઈકે પ્રભુને લઈ નંદા દેવી પાસે જેમ હતા તેમ મૂક્યા. પ્રાત:કાલે પ્રભુના જન્મથી હર્ષ પામેલા દઢરથ રાજાએ કેદીઓને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને માટે મહત્સવ કર્યો, કારણકે તેવા પુરૂષોનો જન્મ બધા જગતના મોક્ષને અર્થે થાય છે. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું અંગ નંદાદેવીના સ્પર્શથી શીતળ થઈ ગયું હતું તેથી રાજાએ પ્રભુનું શીતલ એવું નામ પાડયું. વેલાધારી દેથી સમુદ્રની વેલાની જેમ દેવકુમારેએ નિરંતર સેવેલા જગત્પતિ દિવસે દિવસે વધવા લાગ્યા. અનુક્રમે પ્રભુએ શિશુવય ઉલ્લંઘન કરી, અને વટેમાર્ગુ જેમ ગામથી નગરમાં પહોંચે તેમ શિશુવયમાંથી યૌવનવયને પ્રાપ્ત થયા. જેની બંને તરફ મોટી વેલ લટકતી હોય તેવા વૃક્ષની જેમ જાનુ પર્યત લંબાયમાન હાથવાળા પ્રભુનું નવું ધનુષ ઊંચું શરીર શેભતું હતું. જોકે પ્રભુ વિષયસુખ ભોગવવામાં નિ:સ્પૃહ હતા, તો પણ હાથી જેમ પીંડને ગ્રહણ કરે તેમ માતાપિતાની પ્રાર્થનાથી કુલિન કન્યાનું પાણિગ્રહણ કર્યું, અને પચીશ હજાર પૂર્વની વય થયા પછી પિતાની દાક્ષિણ્યતાથી પ્રભુએ રાજ્યને સ્વીકાર કર્યો. અપૂર્વ પરાક્રમવાળા પ્રભુએ પૂર્વક્રમથી આવેલા રાજ્યનું પચાસ હજાર પૂર્વ સુધી વિધિથી પાલન કર્યું. પછી પ્રભુનું મન સંસારવાસમાંથી તદ્દન વિરકત થયું, એટલે તત્કાલ લેકાંતિક દેવતાનાં આસન ચલાયમાન થયાં. તેઓએ અવધિજ્ઞાનથી જાણ્યું કે “જબૂદ્વીપમાં દક્ષિણ ભર તાદ્ધની અંદર દશમાં તીર્થકર ઉત્પન્ન થયેલા છે. તેઓ હાલ વ્રત ગ્રહણ કરવાને માટે ઈચ્છા વ છે, તેથી આપણે ત્યાં જઈને તે કાર્યમાં તેમને પ્રેરણા કરીએ, કારણકે આપણું હમેશાંનું તે કૃત્ય છે.” આ પ્રમાણે વિચારી સારવતાદિક દેવતાઓ બ્રહ્મકમાંથી ત્યાં આવી પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. “હે નાથ ! અરણ્યમાં જળપ્રવાહની જેમ આ દુસ્તર સંસારમાં તીર્થનો અભાવ થયેલ છે, તેથી જગત્ ઉપર કૃપા કરીને ધર્મતીર્થને પ્રવર્તાવે.' આ પ્રમાણે કહી લોકાંતિક દેવતાઓ બ્રા દેવલોકમાં પાછા ગયા. પછી શીતળનાથ સ્વામીએ સાંવત્સરિક દાન આપવા માંડયું. વાર્ષિક દાનને અંતે ઈદ્રનાં આસને ચલિત થયાં એટલે તેઓ એ આવી શીતળ પ્રભુને દીક્ષા કલ્યાણક સંબંધી સ્નાત્ર મહોત્સવ કયો; પછી ત્રણ જગતૂના ભૂષણરૂપ પ્રભુએ અ ગરાગ તથા વસ્ત્રાભૂષણ ધારણ કર્યો. એક પ્રભુને હાથનો ટેકે આપે અને બીજા ઈન્દ્રોએ તેમની ઉપર ચામરાદિ ધારણ કર્યા, એટલે પ્રભુ ચંદ્રપ્રભા નામના શિબિકા રત્ન ઉપર આરૂઢ થયા. પછી હજારે સુર, અસુર અને મનુષ્યોના પરિવાર સાથે પ્રભુ પિતાને નગરની બહાર સહસ્રાબ્ર નામના વનમાં આવ્યા. ત્યાં આવીને જેને મોક્ષગતિ પ્રિય છે એવા પ્રભુએ સંસારસમુદ્રને તરી જવાની ઈચ્છાથી પિતાનાં સર્વ આભૂષણ તત્કાલ ભારની પેઠે છોડી દીધાં. ઈ નાખેલા દેવદૂષ્ય વસ્ત્રને ખભા ઉપર ધારણ કરતા પ્રભુએ પ્રથમ પાંચમુષ્ટિ વડે કેશને લગ્ન કર્યો. તે કેશને ક્ષીરસમુદ્રમાં નાખી આવીને ઈદ્ર સર્વ કોલાહલને નિષેધ કર્યો, અને દ્વારપાળની જેમ અંજલિ જોડી પ્રભની આગળ ઉભો રહ્યો. એટલે માધ માસની કૃષ્ણ દ્વાદશીએ પાછલે પહોરે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં આવતાં છzતપ જેમણે કર્યો છે એવા પ્રભુએ એક હજાર રાજાઓની સાથે
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy