SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પવ” ૩ જુ ૬૩ “સ્ત્રિયાદિના ગુણોનું આખ્યાન કરવું, ચરિત્રને દૂષણ આપવું અને બીજાઓના કષાય અને “નેકષાયને ઉદીરણા કરવી-એ ચારિત્રમોહનીય કર્મ બાંધવાના સામાન્ય આશ્રવ છે. “પંચે શ્રી પ્રાણીઓને વધ, ઘણે આરંભ તથા પરિગ્રહ, અનુગ્રહ કરવાને ત્યાગ, “માંસભજન, સદાસ્થિર વૈરબુદ્ધિ, રૌદ્રધ્યાન, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ નીલ અને કાપત “લેશ્યા, અસત્ય ભાષણ, પદ્રવ્યહરણ, વારંવાર મિથુનસેવન અને ઈદ્રિનું અવશપણું “એ નર્કગતિનું આયુષ બાંધવાના આશ્રવ છે. ઉન્માર્ગે ચાલવાની દેશના, માગનો નાશ, “ગુપ્ત રીતે વિત્તનું રક્ષણ, આર્તધ્યાન, શલ્યસહિતપણું, માયા (કપટ), આરંભ, પરિગ્રહ, “શિયાળામાં તથા વ્રતમાં સાતિચારપણું, નીલ તથા કાપિત લેશ્યા અને અપ્રત્યાખ્યાન કષાય –એ તિર્યંચગતિનું આયુષ બાંધવાના આશ્રવ છે. અલ્પ પરિગ્રહ તથા આરંભ, સ્વાભાવિક કેમળતા અને સરલતા, કાપત અને પીત વેશ્યા, ધર્મ ધ્યાનમાં અનુરાગ, પ્રત્યાખ્યાની. “કષાય, મધ્યમ પરિણામ, દાન દેવાપણું, દેવ અને ગુરૂનું પૂજન, પૂર્વાલાપર,પ્રિયાલાપ, “સુખે સમજાવવાપણું, લોકસમૂહમાં મધ્યસ્થપણું–એ મનુષગતિનું આયુષ્ય બાંધવાનાં આશ્ર છે. સરાગ સંયમ, દેશ સંયમ, અકામ નિર્જરા, કલ્યાણમિત્રને પરિચય, ધર્મ શ્રવણ “કરવાનું શીલ, પાત્રદાન, તપ, શ્રદ્ધા, ત્રણ રત્નની આરાધના, મૃત્યકાલે પદ્મ અથવા પીત “લેશ્યાનું પરિણામ, બાલ તપ, અગ્નિ જળ વિગેરે સાધન વડે મૃત્યુ પામવું, ગળે ફાંસો “ખાવો અને અવ્યક્ત સામાયિકપણું –એ દેવગતિનું આયુષ બાંધવાના આશ્રવ છે. મન “વચન કાયાની વક્તા, બીજાઓને છેતરવું, માયાપ્રયોગ કરો, મિથ્યાત્વ, પિશૂનતા, ચિત્તની “ચલતા, સુવર્ણાદિકને પ્રતિછંદ કરો એટલે બનાવટી સુવર્ણાદિ બનાવવું,ખોટી સાક્ષી “પુરવી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું જુદી રીતે સંપાદન કરવું, પકેઈના અંગ ઉપાંગ “કાપવાં કપાવવાં, યંત્ર તથા પંજરની ક્રિયા, ખોટાં માપ, ખોટા તેલ તથા ખોટાં ત્રાજવાં બનાવવાં-વાપરવાં. અન્ય નિદા, આત્મપ્રશંસા, હિંસા, અસત્ય વચન, ચેરી, અબ્રહ્મચર્ય. “મોટા આરંભ, મોટા પરિગ્રહ, કઠેર વચનો બોલવાં તથા કનિષ્ટ ભાષણ કરવું, ઉજજવળ “વેષાદિકથી મદ કરવા, વાચાળપણું, આક્રોશ કર, સૌભાગ્યનો ઉપઘાત, કામણ કરવું, ત્યાગીપણાની વિડંબનાથી-દાંભિકપણાથી ઉન્માગી યતિ વગેરે થઈને બીજાઓને કૌતક “ઉત્પન્ન કરવું, વેશ્યા પ્રમુખને અંલકાર આપવા, દાવાનળ સળગાવવો, દેવાદિકના મિષથી ગંધાદિક વસ્તુની ચોરી કરવી, તીવ્ર કષાય, ચૈત્ય, ઉપાશ્રય, ઉદ્યાન અને પ્રતિમાઓનો વિનાશ કરે અને અંગારાદિક પંદર કર્માદાનની ક્રિયા કરવી એ સર્વે અશુભનામકર્મ “ના આશ્રવ છે. ઉપર કહેલાથી વિપરિત ક્રિયા, સંસારથી ભીરતા, પ્રમોદને નાશ, “સદભાવનું અર્પણ, ક્ષાંતિ વિગેરે ગુણો, ધાર્મિક પુરૂષનું દર્શન, સંભ્રમ અને તેમનો સત્કાર–એ શુભનામ યાવત્ તીર્થંકર નામ કમ બાંધવાના આશ્રવ છે. ૧ અહિત ૨ “સિદ્ધ, ૩ ગુરૂ, ૪ સ્થવિ૨, ૫ બહુશ્રુત, ૬ ગ૭, ૭ શ્રુતજ્ઞાન અને ૮ તપસ્વીઓ (મુનિ) “ની ભક્તિ, ૯ આવશ્યકાદિ ક્રિયામાં, ૧૦ ચારિત્રમાં તથા ૧૧ બ્રહ્મચર્ય સેવનમાં “અપ્રમાદ, ૧૨ વિનય, ૧૩ જ્ઞાનાભ્યાસ, ૧૪ ત૫, ૧૫ ત્યાગ (દાન), ૧૬ “વારંવાર યાન. ૧૭ તીર્થની પ્રભાવને, ૧૮ ચતુર્વિધ સંઘને સમાધિ ઉપજાવવી તથા “સાધુઓની વૈયાવચ્ચ કરવી, ૧૯ અપૂર્વ જ્ઞાનનું ગ્રહણ કરવું અને ૨૦ સમકિત દર્શનની - ૧. તેજ લેમ્યા. ૨. પહેલાં બોલાવવું-આવો, પધારે વિગેરે કહેવું છે. ૩ અવ્યકત સમજ પૂર્વક નહીં એવો સમ ભાવ આવવો તે. ૪ બનાવટી નોટ સિકકા વિગેરે બનાવવા તે. ૫ વર્ણ ગોધાદિ બદલાવીને વસ્તુ દેખાડવી, વેચવી, સાટવો, ભેળસેળ કરવો, કૃત્રિમ વર્ણાદિવડે ફેઈને ભૂલાવો ખવરાવવો તે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy