SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૭ મે “પ્રત્યે અને જ્ઞાનદર્શન ઉત્પન્ન કરવાના હેતુઓ માં જે વિદત, નિદ્ભવ, પિશૂનતા, આ“ શાતના, ઘાત અને મત્સર કરે તે જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મ બાંધવાના હેતુભૂત આશ્રવ છે. દેવપૂજા, ગુરૂસેવા, પાત્રદાન, દયા, ક્ષમા, સરાગ સંયમ, દેશ વિરતિ, “ અકામનિર્જરા, શૌચર અને બાલતપ એ એ સદ્ય ( સાતવેદની ) કર્મ બંધાવનારા આશ્રવે છે. પોતાને, પરને, અથવા બંનેને દુ:ખ, શેક, વધ, તાપ, આકંદન અને “વિલાપ કે પશ્ચાત્તાપ ઉત્પન્ન કરે-કરાવે તે અસાતાદની કર્મ બાંધવાનાં કારણે છે. વીતરાગના, શાસ્ત્રના, સંઘના, ધર્મના અને સર્વ દેવતાઓના અવર્ણવાદ બલવા, તીવ્ર “મિથ્યાત્વના પરિણામ કરવા, સર્વજ્ઞ અને સિદ્ધ દેવનો * નિદ્ભવ કરે, ધાર્મિક માણસને “દૂષણ આપવું, ઉન્માર્ગે ચાલવાનો ઉપદેશ કરે, અનર્થ કરવાનો આગ્રહ રાખો, જ અસંયમીની પૂજા કરવી, અવિચારિત કાર્ય કરવું અને ગુરૂ વિગેરેની અવજ્ઞા કરવીબઈત્યાદિક દર્શનેહની કર્મ બાંધવાની આવે છે. કષાયના ઉદયથી આત્માના તીવ્ર પરિણામ થવા તે ચારિત્રમોહની બાંધવાના આશ્રવ છે. મશ્કરી કરવાની ટેવ, સકામ “ઉપહાસ, વિશેષ હસવાને સ્વભાવ, બહેબેલાપણું અને દૈન્યપણું બતાવનારી ઉક્તિ એ હાસ્યમેહનીના આવે છે. અનેક દેશે વિગેરે જોવાની ઉત્કંઠા, અનેક પ્રકારે રમવું તથા ખેલવું અને બીજાના ચિત્તને આકર્ષવું–વશ કરવું એ રતિ મેહનીના આશ્રવે છે. અસૂર્યા, પાપ કરવાની પ્રકૃતિ, બીજાના આનંદને નાશ કરવો અને કોઈનું અકુશલ થતું જોઈ ઉપહાસ કરવો-એ અરતિમોહનીને આવે છે. પિતામાં ભયના પરિણામ, બીજાને ભય પમાડે, ત્રાસ ઉપજાવ અને નિર્દયપણું “ધરાવવું-એ ભયમેહનીના આશ્રવે છે. પિતે શેક ઉત્પન્ન કરી શેચ કર, બીજાને કરાવો અને રૂદન કરવામાં અતિ આસક્તિ રાખવી–એ શેકમોહનીના આવે છે. “ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બલવા, તેમના તરફ તિરસ્કાર બતાવ અને સદાચારની “નિંદા કરવી–એ જુગુપ્સાહનીના આવે છે. ઈર્ષ્યા, વિષયમાં લુપતા, મૃષાવાદ, અતિ“વક્રતા અને પરસ્ત્રીના વિલાસમાં આસક્તિ-એ સ્ત્રીવેદ બાંધવાનાં કારણે છે. પિતાની “સ્ત્રીમાત્રમાં સંતોષ, અનીર્ષ્યાળુ સ્વભાવ, મંદ કષાય અને અવક્રાચાર શીલ–એ પુરૂષદના આશ્રવે છે. સ્ત્રી તથા પુરૂષ બંનેની સ્પર્શ ચુંબનાદિ અનંગસેવા, ઉગ્ર કષાય, તીવ્ર કામેચ્છા, “પાખંડ અને સ્ત્રીના વ્રતને ભંગ કરે-એ નપુંસકદ બાંધવાના આશ્રવે છે. સાધુઓની નિંદા કરવી, ધર્મિષ્ઠ લોકોને વિદન કરવા, મધુ માંસાદિથી અવિરત પુરૂષોની પાસે તે અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિ પુરૂષને વારંવાર અંતરાય કરે, અવારિતપણે ૧ દશમા ગુણઠાણા પર્યત સરાગસંયમ જાણવુ. ૨ શૌચ-તે ભાવ શૌચ, વ્રતાદિમાં અતિચાર ન લગાડવા અને આત્માને પવિત્ર-કમલેપ રહિત રાખ તે. ૩ અજ્ઞાન દશાએ કરેલ તપ અને બાલાપ. ૪ સર્વજ્ઞ અને સિદ્ધમાં દેવપણું ન માનવું, તેમાં વિપરીત ભાવ બતાવો, તેમને ગુણાદિકને એળવવા તે તેમનો નિહનવ કર્યો સમજવો. ૫ કામ ઉત્પન્ન કરે એવી સ્ત્રિયાદિકની હાંસી કરવી તે. ૬ ગુણમાં દોષનું આરોપણ કરવું તે અસૂયા. કોઇપણ પ્રકારનાં કર્મના આશ્રો-એટલે તે પ્રકારનું કર્મ બાંધવાનાં કારણે એમ સમજવું. ૮ સરલતાયુક્ત મનવાળો શુભ આચાર.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy