SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૬ ઠે વિગેરે અશુચિના સ્થાનરૂપ આ દેહમાં શુચિપણું કેમ સંભવે ? નવ દ્વારમાંથી ઝરતા “ દુર્ગધી રસના નિઝરણાથી ગળાયેલા આ દેહમાં જે પવિત્રતાને સંકલ્પ કરે, તેજ ‘માત્ર મોટા મોહનો વિલાસ છે. વીર્ય અને રૂધિરથી ઉત્પન્ન થયેલે, મલિન રસથી વધે અને ગર્ભમાં જરાયુ (ઓર) થી ઢંકાયેલો આ દેહ પવિત્ર કેમ થાય? માતાએ ખાધેલા અન્નપાનથી ઉત્પન્ન થયેલા અને રસનાડીમાં થઈને આવેલા રસનું પાન કરી વૃદ્ધિ પામેલ કર્યો પુરુષ શરીરમાં પવિત્રતાને માને? દેષ, ધાતુ અને મલથી ભરેલાં, “ કૃમિ અને ગંડુપદના સ્થાનરૂપ તથા ગરૂપ સ૫ના ગણવડે ખવાયેલા આ શરીરને કેણ શુચિ કહે? સ્વાદિષ્ટ અન્ન, પાન, ક્ષીર, ઈશું અને બીજા વૃતાદિ વિગય પદાર્થો પણ “ભજન કર્યા પછી જેમાં વિષ્ટારૂપ થાય છે, તે શરીર કેમ શુચિ કહેવાય ! જેમાં વિલે“પન કરેલે સુગંધી યક્ષર્દમ પણ તત્કાળ મલરૂપ થઈ જાય છે, તે શરીરમાં કેવી રીતે શૌચપણું મનાય ? સુગંધી તાંબૂલનું આસ્વાદન કરીને સુઈ ગયેલો માણસ સવારે ઉઠી . પિતાના મુખના દુગધની જુગુપ્સા કરે, એ શરીરની કેમ શુચિતા ગણાય! સુગંધી ધૂપ, “ પુષ્પ અને પુષ્પમાલાદિક જેઓ સ્વતઃ સુગંધી છે, તેઓ પણ જેના સંગથી દુર્ગધતાને પામી જાય એ કાયા કેમ પવિત્ર ગણાય? માંજેલ, વિલેપન કરેલ અને સેંકડો ઘડા. “ એથી યેલે પણ અશુચિ દેહ કલાલના ઘડાની જેમ પવિત્રપણાને પામતે નથી. મૃત્તિકા, જળ, અગ્નિ, પવન અને સૂર્યકિરણના નાનવડે જેઓ આ દેહને શૌચ કહે છે તેવા ગતાનગતિક લકે એ ખરેખર તરજ ખાંડેલાં છે. તેથી આવા અશુચિ શરીરવડે માત્ર મક્ષફોત્પાદક તપજ કરવું. કારણકે બુદ્ધિમાન લોકોએ ખારા સમુદ્રમાંથી રનની જેમ અસારમાંથી સારો ઉદ્ધાર કરે એજ ઉત્તમ છે.” આવી પ્રભુની ધર્મદેશનાથી ઘણું પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા, અને હજારો એ દીક્ષા લીધી. ભગવાન ચંદ્રપ્રભને દર વિગેરે ત્રાણુ ગણધરે થયા, તેઓએ ઉત્પાદાદિ ત્રિપદીવડે દ્વાદશાંગી રચી. પ્રભુની દેશનાને અંતે ચરણપીઠ પર બેસીને દત્ત ગણધરે પ્રાણીઓને બંધ આપનારી દેશના આપવા માંડી. સંગીત પૂર્ણ થયા પછી યુવાન નાગરિકની જેમ મનુષ્ય દેવતાઓ વિગેરે તે દેશનાને અંતે પિતપોતાને સ્થાનકે ગયા. તેમના તીર્થમાં હંસના વાહનવાળે, દક્ષિણ પ્રજામાં વત્સને વામ પ્રજામાં મુદગરને ધારણ કરનારો વિજય નામે યક્ષ અને હંસના વાહનવાળી, પીળા અંગવાળી, બે દક્ષિણ પ્રજામાં ખગ અને મુદગર ધારણ કરનારી તથા બે વામ પ્રજામાં ફલક અને ફરસીને રાખનારી ભ્રકુટી નામે દેવી એ બંને ભગવંતના શાસનદેવતા થયા. હમેશાં તે બંને શાસનદેવતા જેની સાનિધ્યમાં રહેલા છે એવા સર્વ અતિશના પાત્ર એવા ચંદ્રપ્રભ પ્રભુ આકાશમાં ચંદ્રની જેમ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અને અઢી લાખ સાધુઓ, ત્રણ લાખ ને એંશી હજાર સાધ્વીઓ, બેહજાર ચૌદપૂર્તિઓ, આઠહજાર અવધિજ્ઞાની, આઠ હજાર મન:પર્યયજ્ઞાની, દશહજાર કેવળજ્ઞાની, ચૌદહજાર વક્રિયલબ્ધિવાળા, સાતહજાર ને છ વાદલબ્ધિવાળા, અઢી લાખ શ્રાવકો અને ચારલાખ ને એકા હજાર શ્રાવિકા–એ પ્રમાણે પ્રભુને પરિવાર થયે. વીશ પૂર્વ ત્રણ માસે વર્જિત એક લાખ પૂર્વ વિહાર કરી પ્રભુ સંમેતગિરિએ આવ્યા. ત્યાં એકહજાર મુનિઓની સાથે પ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યું. સુરઅસુરોએ સેવેલા પ્રભુ એવી રીતે એક માસ સુધી રહ્યા. પછી સર્વ ગને નિધિ કરી નિષ્કપ ધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુના ભપગ્રાહી ચાર કર્મ ૧ સુગંધી દ્રવ્યોનો એકત્ર કરેલ પદાર્થ. ૨ ભવ પર્યત રહેનાર.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy