SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સગ ૪ થા પછી મયૂરાના સમૂહ જેમ મેઘગર્જનાની ઉત્કંઠા ધરાવતા બેસે તેમ શ્રીમાન ચતુર્વિધ સંઘ પ્રભુની દેશના શ્રવણ કરવાની ઉત્ક’ઠા રાખીને યાગ્ય સ્થાને બેઠા. પછી સૌધમ કલ્પના ઇંદ્ર પરમેશ્વરને પ્રણામ કરી ભક્તિવંત ચિત્તથી યથાર્થ સારરૂપ વાણીવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે સ્તુતિ કરી ઈદ્ર વિરામ પામ્યા, એટલે પાંત્રીશ અતિશયાએ યુક્ત એવી વાણીથી પ્રભુએ દેશના દેવાનો આર’ભ કર્યો. હે પ્રભુ ! પરીષહેાની સેનાને હણુતા અને ઉપસર્ગાને વિદારતા પણ તમે શમતાને “પામેલા છે.. અહા ! મહાન પુરૂષોની કેવી વિદ્વત્તા ! હે નાથ ! તમે વિરાગી છતાં મુક્તિને “ભાગવનારા છે, અને અદ્વેષી છતાં શત્રુઓને હણનારા છે. અહા ! મહાત્માઓનો કેવા “દુર્લભ મહિમા છે ! હે દેવ ! તમે હમેશાં જિગિયા રહિત છે અને અપરાધથી ભય પામે “ છે, તથાપિ તમે ત્રણ જગને જીતેલ છે. અહા ! મેાટા પુરૂષોની કેવી ચાતુરી ! હે 66 નાથ ! કોઇને તમે કાંઇ આપ્યુ નથી અને કોઇની પાસેથી કાંઈ લીધું નથી, તથાપિ “ તમારે પ્રભુપણું છે. અહા ! વિદ્વાનેાની કેવી વિચિત્ર કલા હોય છે ! હે પ્રભુ ! જે સુકૃત ખીજાઓએ દેહત્યાગ કરીને પણ મેળવ્યુ નથી તે સુકૃત, સુકૃતસ'પાદનમાં ઉદાસી એવા તમારા ચરણુપીઠ ઉપર આળાટે છે. રાગાદિકમાં ક્રૂર અને સર્વ પ્રાણીએ પર કૃપાળુ '' 6: 66 તેથી ભયકર અને મનેાહર અને ગુણવાળા એવા તમે સવ સામ્રાજ્ય સાધેલુ છે. મોટામાં મોટા અને મહ!ત્માઓએ પૂજવા યેાગ્ય એવા તમે અહા ! મારી સ્તુતિગેાચર ' થયેલા છે. હે સ્વામી ! બીજાએમાં જે સ' રીતે દોષો છે તે તમારામાં ગુણરૂપ છે; “ આ તમારી સ્તુતિ જે મિથ્યા હાય તો તે વિષે આ સભાસદો પ્રમાણુરૂપ છે. હે જગત્પતિ ! તમારા ચરણનુ' મને વારંવાર દર્શન થાએ એવી જ હું ઇચ્છા રાખું છું. તે સિવાય મેાક્ષની પણ મારે ઇચ્છા નથી” * “ આ ઘાર સંસાર સમુદ્રના જેવા અપાર છે. તેમાં ચેારાશી લાખ જીવાયેાનિને વિષે પ્રાણી રખડયા કરે છે. આ સ`સારરૂપી નાટકમાં સ`સારી પ્રાણીએ શ્રોત્રીય,૧ ચડાળ, સ્વામી, સેવક, બ્રહ્મા અને કૃમીના વેષો ધરી ધરીને અનેક ચેષ્ટાઓ કરે છે. સ`સારી પ્રાણી કર્મોના સંબંધથી ભાડે રાખેલી ઝુંપડીની જેમ કઈ ચેાનિમાં નથી ગયા અને tr કઈ યાનિ તેણે છેડી નથી ? આ સમગ્ર લેાકાકાશમાં પાતપાતાના કર્મ થી દરેક પ્રાણીએ k નાનાં રૂપો ધરીને સ્પર્શ કર્યા ન હેાય તેવી વાલા માત્ર પૃથ્વી પણ નથી, અર્થાત્ સ - પ્રદેશનો તેણે સ્પર્શ કરેલા છે. આ જગમાં નારકી, ત્રિય ચ, મનુષ્ય અને દેવ એ ચાર “ પ્રકારના પ્રાણી છે તેએ પ્રાયકના સંબંધથી ખાષિત થઇને ઘણું દુઃખ ભોગવ્યા * કરે છે. પહેલા ત્રણ નરકામાં માત્ર ઉષ્ણુ વેદના છે, છેલ્લા ત્રણ નરકામાં શીતળ વેદના 66 "6 ' :: k . 66 છે, અને મધ્યના ચાથા નરકમાં ઉષ્ણુ અને શીતળ અને પ્રકારની ક્ષેત્ર વેદના છે. તે અનુસારે તે તે ક્ષેત્રમાં દુઃખ થયા કરે છે. એ ઉષ્ણુ અને શીતળ નરકામાં લેાહાનો પત પણ કદી લઇ જવામાં આવે તે તે ત્યાંની ભૂમિનો સ્પર્શ કર્યા અગાઉ જ ઓગળી જાય છે અથવા વેરશીણ થઈ જાય છે. એ પ્રમાણેની ક્ષેત્ર વેદના ઉપરાંત પરસ્પર નારકી જીવાએ ઉપજાવેલી વેદના તથા પરમાધામી કૃત વેદના એમ ત્રણ પ્રકારની વેદનાઓએ જેમને મહાદુ:ખ ઉત્પાદન કરેલુ છે એવા નારકીઓ વિવિધ દુ:ખોથી પીડિત થઈને તે '' 46 નક ભૂમિમાં વસે છે. ઘટીયંત્રમાં ઉત્પન્ન થયેલા નારકી જીવાને પરમાધાર્મિક વા ૧ પવિત્ર બ્રાહ્મણુ. ૨ નાના મેાઢાવાળી કુંભ જેવા સ્થાનકમાં (આલામાં) નારકી જીવા ઉત્પન્ન થાય છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy