SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૩ જું ૩૯ “દેવતાઓનાં નેત્રોની અનિમેષતા કૃતાર્થ થયેલી છે. તમારા જન્મ વખતે નિત્ય અંધકારમાં “ઉદ્યત થયે તેથી નારકીઓને પણ સુખ થયું, માટે તમારૂં તીર્થંકરપણું કોને સુખરૂપ “નથી? હે નાથ ! સંસારીઓના પુણ્યો થીજ તમે ધર્મરૂપી વૃક્ષને દયારૂપ નીકના જળથી સિંચન “કરીને વૃદ્ધિ પમાડે છો. હે પ્રભુ! જળના શીતલપણાની જેમ ત્રણ જગતનું સ્વામીપણું “અને ત્રણ જ્ઞાનનું ધારણ કરવાપણું તમારે જન્મથી જ સિદ્ધ થયેલું છે. પદ્મના જેવા વર્ણ “વાળા, પદ્મના ચિન્હવાળા, પદ્મના સુગંધ જેવા મુખપવનને ધરનારા, પદ્મના જેવા મુખવાળા પદ્મા (લકમી) એ યુક્ત અને પદ્મના ગ્રહરૂપ એવા હે પ્રભુ! તમે જય પામે. હે નાથ ! અપાર અને દુસ્તર એ આ સંસારરૂપી સાગર તમારા પ્રસાદથી હવે જાનુ પ્રમાણ થઈ જશે. હે સ્વામી ! હવે હું કલ્પાંતરનું સામ્રાજય કે અનુત્તર વિમાનનો નિવાસ પણ ઈચ્છતે નથી, ફક્ત તમારા ચરણકમલની સેવાને જ ઈચ્છું છું.” આ પ્રમાણે સ્તુતિ કરીને શકઈ ૮ પ્રભુને લઈ તરત સુસીમાદેવીની પાસે આવ્યા, અને ત્યાં પ્રભુને મૂકીને સ્વર્ગમાં ગયા. પ્રભુ ગર્ભમાં આવતાં માતાને પદ્મની શય્યાનો દેહદ થયો હતો તેમજ પદ્મના જેવી પ્રભુની કાંતિ હતી, તેથી પિતાએ તેમનું પ્રદંપભ એવું નામ પાડયું. સ્વર્ગની ધાત્રીઓએ લાલન કરાતા અને દેવકુમારની સાથે ક્રીડા કરતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામી બીજી વયને પ્રાપ્ત થયા. એ વયમાં અઢીસો ધનુષ ઊંચા અને વિશાળ છાતીવાળા શ્રીવિભુ જાણે લક્ષ્મીને પદ્મરાગમણિમય ક્રીડાપર્વત હોય તેવા ભવા લાગ્યા. જોકે પ્રભુ સંસારને ત્યાગ કરવાને ઈચ્છતા હતા, તથાપિ લોકોના અનુવર્તનથી અને માતાપિતાના આગ્રહથી તેમણે પાણિગ્રહણ કર્યું. જન્મથી સાડાસાત લાખ પૂર્વ ગયા પછી પિતાના ઘણું આગ્રહથી પ્રભુએ રાજ્યને ભાર ગ્રહણ કર્યો. રાજયનું પરિપાલન કરતાં જગત્પતિએ સાડી એકવીશ લાખ પૂર્વ અને સેળ પૂર્વાગ નિર્ગમન ર્યા. પછી વટેમાર્ગને જેમ સારા શુકનો ચાલવાની પ્રેરણા કરે, તેમ સંસારને પાર પામવાને ઈરછતા એવા પ્રભુને લોકાંતિક દેવતાઓએ આવી દીક્ષા લેવાને પ્રેરણા કરી. તરતજ પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયું. એ દાનનું દ્રવ્ય કુબેરની આજ્ઞાથી જાંભક દેવતાઓએ લાવીને પૂરું કર્યું. પછી ઈદ્રો અને રાજાઓએ જેમને અભિષેક કરેલો છે એવા પ્રભુ સુખકારી શિબિકામાં આરૂઢ થઈ સહસ્ત્રાગ્ર વનમાં ગયા. ત્યાં છઠ્ઠનો તપ કરી કાર્તિક કૃષ્ણ ત્રાદશીને દિવસે ચિત્રા નક્ષત્રમાં અપરા નકાળે પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. બીજે દિવસે બ્રાસ્થળ નગરમાં એમદેવ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણ કર્યું. ત્યાં દેવતાઓએ પાંચ અદ્દભુત દિવ્ય પ્રગટ કર્યા, અને રાજાએ જયાં પ્રભુ ઉભા રહ્યા હતા ત્યાં એક રત્નપીઠ બનાવી. પછી પ્રભુ છદ્મસ્થપણે છ માસ પર્યત વિહાર કરી પોતાની દીક્ષાના સાક્ષીરૂપ એવા સહસા મ્ર વનમાં ફરીવાર આવ્યા. ત્યાં છઠ્ઠ તપ કરીને કાર્યોત્સર્ગ ધ્યાને વડના વૃક્ષ નીચે રહ્યા. તે અવસરે વાયુથી કંપાવેલા અબ્રના જાળની જેમ પ્રભુના ઘાતિકર્મ ક્ષય પામ્યાં. તત્કાળ રૌત્ર માસની પૂર્ણિમાએ ચિત્રા નક્ષત્રને ચંદ્ર થતાં પલભભ પ્રભુને પ્લાનિ રહિત કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુર અસુરોએ આવીને ત્યાં સમોસરણ રચ્યું તેમાં પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. પછી ઈદ્ર જેમ પ્રભુને પ્રદક્ષિણા કરે તેમ પ્રભુએ સમવસરણની મધ્યમાં રહેલા દેઢ કેશ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને તીથનમ: એમ ઊંચે સ્વરે ઉચ્ચાર કરીને રત્ન સિંહાસન પર પૂર્વમુખે વિરાજમાન થયા. પ્રમુના પ્રભાવથી દેવતાઓએ તેમના જેવા જ પ્રતિબિંબ વિકુવી બીજી ત્રણ દિશાઓમાં સ્થાપન કર્યા. ૧ વાદળાના.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy