SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૩ જી. ૧૩ મનઃપ વ નામે ચાથું જ્ઞાન તેજ વખતે પ્રભુને પ્રાપ્ત થયું. તે વખતે જાણે અગ્નિમાં નાખેલા હોય તેમ એકાંત દુઃખ વડે દગ્ધ થયેલા નારકી જીવાને ક્ષણવાર સુખ થયું. દીક્ષાને ગ્રહણ કરતા ત્રિàાક પતિની સાથે એક હજારરાજાઓએ પણ તૃણની જેમ રાજ્યના ત્યાગ કરી, સ્વેચ્છાએ દીક્ષા ગ્રહણ કરી. પછી ઈંદ્રે ભગવાનને નમસ્કાર કરી, અંજલિ જોડીને ભક્તિથી ભરપૂર વાણીથી આ પ્રમાણે સ્તુતિ કરવાના આરંભ કર્યા. “ ચાર પ્રકારના જ્ઞાનને ધારણ કરનારા, ચતુર્વિધ ધર્મને બતાવનારા અને ચાર “ પ્રકારની ગતિવાળા પ્રાણીઓના ગણને પ્રીતિ આપનારા હે પ્રભુ ! તમે જય પામેા “ હે ત્રણ જગત્ના પતિ તીર્થંકર ! આ ભારત ક્ષેત્રની ભૂમિને ધન્ય છે કે જેમાં જગમ 66 તીરૂપ તમે વિહાર કરશે!. હે નાથ ! જેમ પંકજ ( કમળ ) કાદવમાંથી ઉત્પન્ન “ થાય છે તથાપિ તે કાદવની સાથે લેપાતું નથી, તેમ તમે સ’સારમાં વસે છે! તે છતાં “ તેમાં લિપ્ત થતા નથી. હે જગત્ પ્રભુ ! ક રૂપી પત્રને છેઢવામાં સમર્થ ખડૂંગ “ ધારા જેવું તમારુ આ મહાવ્રત જય પામે છે. તેમ મમતારહિત છતાં કૃપાળુ છે, 66 નિગ્રંથ છતાં મેાટી ઋદ્ધિ વાળા છે, તેજસ્વી છતાં સૌમ્ય છેા અને ધીર છતાં સૌંસા “ રથી ભય પામેલા છે. મનુષ્ય છતાં દેવતાઓને અત્યંત પૂજવા યાગ્ય એવા તમે 66 વિહાર કરીને વિશ્વને તારનારૂ' પારણું કરાવશે. હે સ્વામી ! રોગીને ઔષધની જેમ “ અવિરતી એવા મને મેટા ઉપકારને ઉત્પન્ન કરનારૂ તમારૂ દર્શન થયેલુ છે. હે ત્રણ ' જગતના નાથ! હું તમારી પાસે એટલું માગુ છું કે મારૂ મન તમારામાં જાણે વ્યાસ “ હાય, કાતરાયેલુ હાય અને હંમેશાં જોડાએલુ હોય તેમ રહ્યા કરજો.” આ પ્રમાણે સ્તુતિ કરીને શક્ર ઇંદ્ર તથા અચ્યુતાદિ ઇંદ્રો પ્રભુના સાન્નિધ્યને મરણુ કરતા કરતા પાત પેાતાને સ્થાનકે ગયા. બીજે દિવસે એજ નગરીમાં પ્રભુ, સુરેદ્રદત્ત રાજાને ઘેર પારણુ કરવાની ઇચ્છાથી ગયા. પ્રભુને આવેલા જોઈ રાજા ઉભા થયા અને ભક્તિથી નમસ્કાર કરી ઉત્તમ દુધપાક ( ક્ષીર ) લઇને ‘આ ગ્રહણ કરા’ એમ કહેવા લાગ્યા. જગત્માં અદ્વિતીય પાત્રરૂપ એવા પ્રભુએ તે પાયસાન્તને એષણીય, કલ્પનીય અને પ્રાસુક ધારીને પોતાના હસ્તરૂપી પાત્રમાં ગ્રહણ કર્યું. સ્વાદમાં જેનું મન અલુબ્ધ છે એવા પ્રભુએ તે પાયસાન્તથી દાતારને કલ્યાણ કરનારૂ અને ફક્ત પ્રાણને ધારણ કરનારૂ પારણું. કર્યું.... તે વખતે દિગ્ગજની ગર્જના જેવા દુંદુભિનેા નાદ થયા, તુટી ગયેલી મેાતીની માળામાંથી મેાતી ખરીપડે તેમ આકાશમાંથી દિવ્ય વસ્તુ (ધન) ની ધારા થઇ, નંદન વનનુ જાણે સર્વસ્વ હાય તેવા પુષ્પાની વૃષ્ટિ થઈ, દિગ્ગજોના મઢના જેવા સુગધી જળના વર્ષાદ થયા, જાણે એક રાશે ધરી રાખ્યા હાય તેમ દેવતાઓએ વસ્રના ઉક્ષેપ કર્યા અને અહાદાન, મહાદાન તથા સુદાન’ એવી આકાશ વાણી થઈ. જે ઠેકાણે ભગવંતે પારણું કર્યું તે ઠેકાણે સુરેદ્રદત્તે એક સુ ણુ મણિમય પીઠ રચાવ્યું. રાજા સુરેંદ્રદત્ત પ્રભુના ચરણની પેઠે તે પીઠની ત્રિકાલ પૂજા કરતા અને પૂજા કર્યા શિવાય કદિપણ જમતા નહી.. ભગવાન્ સ ́ભવનાથ પ્રભુએ ત્યાંથી નીકળીને અનેક ગ્રામ, દ્રોણુમુખ, નગર, ખાણ, કટ, પેટ, મંડબ, પત્તન, વન અને બીજા નવાં નવાં સ્થાનામાં એકાગ્ર દૃષ્ટિ રાખી ચૌદ વર્ષ સુધી વિહાર કર્યા. વિહાર કરતાં કરતાં પ્રભુ નવા નવા અભિગ્રહા કરતા હતા, ઉદ્વેગ શિવાય ખાવીશ પિરસાને સહન કરતા હતા, મનેાપ્તિ, વચનગુપ્તિ અને કાય૧ વિપુળમતિ મન: પવજ્ઞાન જેતે થાય તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ જરૂર થાય જ છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy