SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સર્ગ ૧ લો ત્પતિને ભક્તિથી દીક્ષા કલ્યાણક સંબંધી સ્નાન કરાવ્યું. સુર અને અસુરની પેઠે રાજાઓએ પણ તત્કાળ ભક્તિથી સંભવસ્વામીને પવિત્ર જળ વડે સ્નાન કરાવ્યું. પછી દેવતાઓએ, સ્નાન જળથી આદ્ર એવા દેવાધિદેવના શરીરને સુવર્ણના દર્પણની જેમ દેવદૂષ્ય વસ્ત્રથી લુંછી નાંખ્યું, અને ગશીર્ષ ચંદનથી પ્રભુને વિલેપન કરી દિવ્ય રેશમી વસ્ત્રો ભક્તિથી ધારણ કરાવ્યાં. જાણે હીરાની ખાણનું સર્વસ્વ હોય તે મુગટ પ્રભુના મસ્તક ઉપર આરેપણ કર્યો, જાણે આકાશમુક્તામણિમય હોય તેવાં બે કુંડલ કાનમાં પહેરા વ્યાં, કંઠમાં હિમાચાળ ઉપરથી પડતા ગંગાના પ્રવાહ જે હાર પહેરાવ્યો, બાહપર જાણે સૂર્ય કિરણના રચેલા હોય તેવા કેયૂર અને કંકણ ધરાવ્યાં, અને ચરણ કમળમાં કુંડલાકાર કરેલાં નાળવા જેવાં કપડા પહેરાવ્યાં. એ પ્રમાણે પ્રભુને ભૂષણો ધારણ કરાવ્યા પછી સ્વામીને માટે સામંત રાજાઓએ ચરણપીઠ સહિત સિંહાસન વાળી સિદ્ધાર્થી નામે એક શિબિકા રચાવી. અય્યત છે પણ આભિગિક દેવતાઓની પાસે એક શિબિકા વિકૃત કરાવી તે વૈમાનિક દેવતાના વિમાનની જાણે અધિષ્ઠાયક દેવી હોય તેવી જણાવા લાગી. અશ્રુત ઇંદ્ર, તે શિબિકાને શ્રીચંદનમાં અગરૂ ચંદનની જેમ રજાની શિબિકામાં અંતહિત કરી દીધી. પછી છે જેમને હાથને ટેકો આપે છે એવા પ્રભુ શિબિકાપર આરુઢ થયા, અને હંસ જેમ કમલ ઉપર બેસે તેમ અંદરના સિંહાસન પર બેઠા. ધેરી ઘોડાઓ જેમ મોટા રથને વહન કરે તેમ પ્રથમ મનુષ્યએ અને પછી ઘનવાત જેમ પૃથ્વીને વહન કરે તેમ દેવતાઓએ તે શિબિકાને ઉપાડી. તે વખતે ચારે તરફ મેઘના ગરવની જેમ વાજિંત્ર વાગવા લાગ્યાં. ગંધર્વો કાનમાં અમૃત જેવું ગાયન કરવા લાગ્યા, અપ્સરાઓ વિચિત્ર અંગહાર કરી નૃત્ય કરવા લાગી, બંદીજને સ્તુતિપાઠ કરવા લાગ્યા. બ્રાહ્મણે બ્રહ્મ દિ] ને ગાવા લાગ્યા, કુળની વૃદ્ધ સ્ત્રીઓ ઊંચેસ્વરે મંગલ આશિષ આપવા લાગી, કુલીન કાંતાઓ મનહર ધવલ મંગલ ગાવા લાગી, આગળ પછવાડે અને બે પડખે દેવતાઓ અશ્વની પેઠે ચેષ્ટા કરવા લાગ્યા, અને લો કે નેત્રને પ્રફુલ્લિત કરી જેવા લાગ્યા તથા અંગુલીઓથી પ્રભુને બતાવવા લાગ્યા. આવા મહોત્સવ પૂર્વક સ્થાને નગરના લોકોના મંગલ આચારને ગ્રહણ કરતા, જાણે અમૃતની વૃષ્ટિ કરતી હોય તેવી દુષ્ટિથી જગતને આનંદ આપતા, દેવતાઓએ ચામરેથી વીજેલા અને માથે છત્રને ધારણ કરતા પ્રભુ શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાં પસાર થઈને » વનમાં આવ્યા ત્યાં હારની પેઠે દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છતા જગગુરુ, વૃક્ષ ઉપરથી જેમ મયુર ઉતરે તેમ શિબિકારત્ન પરથી ઉતર્યા. તરતજ માલ્ય અને સર્વ અલંકારાદિકને પ્રભુએ ત્યાગ કર્યો, અને ઈ આપેલું દેવદુષ્ય વસ્ત્ર અંધ ઉપર ધારણ કર્યું માગશર માસની પૂર્ણિમા એ ચંદ્રમાં મૃગશિર નક્ષત્રમાં આવતાં દિવસના પાછલા ભાગમાં છ તપને કરનારા પ્રભુએ એક લીલામાત્રમાં જાણે પૂર્વે ઉપજેલા કલેશ* હોય તેમ પિતાના મસ્તકના કેશને પાંચ મુષ્ટિ વડે લગ્ન કર્યો. તત્કાલ ઈદ્દે તે કેશને પિતાના વસ્ત્રના છેડામાં શેષાની પેઠે લઈ ક્ષીરસમુદ્રમાં લેપન કર્યા ક્ષીરસમુદ્રથી પાછા આવીને ઈદ્ર તરત જ દ્વારપાળની જેમ સુર, અસુર અને મનુષ્યના કોલાહળને મુષ્ટિ સંજ્ઞા વડે નિવૃત્ત કર્યો. પછી “સર્વ સાવદ્ય વેગનું હું પ્રત્યાખ્યાન કરું છું. ' એમ બોલતા પભુએ દેવતા વિગેરે પર્ષદાની સમક્ષ ચરિત્રને સ્વીકાર કર્યો. જાણે કેવળજ્ઞાનને એક સત્યકાર હોય તેવું છે. સૂર્ય ચંદ્ર જેવા. ૨. બાજુબંધ ૩. વીરવલય. ૪ કર્મો. ૫ પ્રસાદી. ૬ કેલ.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy