SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ જે ત્નને જન્મ આપ્યું. જયનાદેવીએ જોયેલા સ્વમને અનુસારે પિતાએ તે બાલકનું કનકશક્તિ એવું નામ પાડયું. અનુક્રમે જ્યારે તે બાલ્યવય ઉલ્લંઘન કરી યૌવનને પ્રાપ્ત થયે, ત્યારે સુમંદિરપુરના રાજા મેરૂમાલીની મલ્લદેવી રાણીના ઉદરથી ઉત્પન્ન થયેલી કનકમાળા નામે રૂપલાવણ્યવતી કન્યાની સાથે યથાવિધિ પરણે. શ્રીસાર નામના નગરમાં અજિતસેન નામે રાજા હતો. તેની પ્રિય સેના નામે રાણીને ઉદરથી વસંતસેના નામે એક પુત્રી થઈ હતી. તે કનકમાળાની પ્રિય સખી હતી. તેના પિતા અજિતસેન તેને માટે કોઈ ગ્ય વર શોધતું હતું, તેથી તેણે તે સ્વયંવર કન્યા કનકશક્તિની પાસે મોકલી. એટલે કનકશક્તિ તેને પણ યથાવિધિ પર. આ વિવાહથી વસં. તસેનાની કુઈના પુત્રને મનમાં ઘણો કેધ ઉત્પન્ન થયે. એક વખતે કનકશક્તિ ઉદ્યાનમાં ફરતું હતું, તેવામાં કૂકડાની પેઠે ઉંચે ઉછળ અને પડતે એક પુરૂષ તેના જોવામાં આવ્યા. કનકશક્તિએ તેને પૂછયું-“અરે ભાઈ ! તમે પતંગની પેઠે આમ કેમ પડે છે અને ઉછળે છે ? તે જે રહસ્ય ન હોય તે કહે.” તેણે કહ્યું-“તમારા જેવા મહાત્મા એની પાસે રહસ્ય કહેવામાં કાંઈપણ હરકત નથી. કેમકે તે કહેવાથી ગુણ થાય છે; હું વિદ્યાધર છું. કેઈ કાર્યને માટે વૈતાઢય પર્વત ઉપરથી અન્યત્ર જતાં વચમાં આ ઉદ્યાનમાં હું આવી ચડે. ઉદ્યાનની રમ્યતા જોવાને ક્ષણવાર રોકાયે. પછી અહીંથી ઉડવાને આકાશગામીની વિદ્યાનું મેં સ્મરણ કર્યું. પણ તે વિદ્યાનું એક પદ હું ભૂલી ગયે છું. તેથી જેની પાંખે બાંધેલી હોય તેવા પક્ષીની જેમ ઉછળું છું અને પાછો પડી જાઉં છું.” કુમારે કહ્યું–મહાપુરૂષ ! જે બીજાની પાસે તે વિદ્યા ભણાવી હોય તે ભણે.” તેણે કહ્યું સામાન્ય પુરૂષોની આગળ તે વિદ્યા ભણાય નહીં; પણ તમારા જેવા મહાત્માને તે તે વિદ્યા આપી શકાય તે ભણવામાં શી હરકત હોય?” પછી વિદ્યાધર તે એક પદ રહિત વિદ્યા ભણું ગ; એટલે જેને પદાનુસારી બુદ્ધિ છે એવા કુમારે તે ન્યૂન પદ કહી આપ્યું. તેથી તત્કાળ જેને પૂર્ણ વિદ્યાશક્તિ પ્રગટ થઈ છે એવા વિદ્યારે તે વિદ્યા કુમારને આપી. વિવેકી જ કૃતજ્ઞજ હોય છે. પછી વિદ્યાધર ત્યાંથી સ્વસ્થાનકે ગયે; અને કુમાર કનકશક્તિ તે વિદ્યાનું યથાવિધિ સાધન કરી મોટો વિદ્યાધર થ. વસંતસેનાની કુઈ નો પુત્ર જે પ્રથમ રોષ ધરી રહ્યું હતું તે કનકશક્તિને કાંઈ પણ અપકાર કરવા સમર્થ થયે નહીં. તેથી લજજાવડે અનપાન છોડી મૃત્યુ પામી હિમચૂલ નામે દેવતા થયા. કુમાર કનકશક્તિ, વસંતસેન અને કનકમાળા સાથે વિદ્યાશક્તિથી પવન નની જેમ પૃથ્વી પર સ્વેચ્છાએ ફરવા લાગ્યા. એકદા તે કનકશક્તિ હિમવંતગિરિપર જઈ ચડે. ત્યાં વિપુલમતિ નામે એક ચારણમુનિ તેને જોવામાં આવ્યા. તપેલા સુવર્ણ જેવા અંગવાળા, કૃશ થઈ ગયેલા અને કામદેવને જીતનારા તેમજ જાણે મૂર્તિમાન તપતેજ હોય તેવા તે મુનિને કુમારે ભકિતથી વંદના કરી. પછી મુનિ પાસેથી ધર્મલાભ આશિષ મેળવીને બે દેવીઓ સાથે ત્યાં બેસી સંસારરૂપ દાવાનલમાં વર્ષાઋતુ જેવી ધર્મદેશના તેણે સાંભળી. મહામતિ કનકશકિતએ પ્રતિબોધ પામી રાજ્યશ્રીની પેઠે બંને દેવીઓને છોડી દઈને દીક્ષા લીધી. વિવેક અને શુભ હદયવાળી બંને દેવીઓએ પણ સંવેગ પામી વિમલમતિ નામે આર્યાની પાસે વ્રત ગ્રહણ કર્યું. મુનિ કનકશકિત વિહાર કરતાં કરતાં સિદ્ધિના સ્થાનરૂપ તેજ ગિરિ ઉપર એક શિલાને વિષે એક રાત્રિની પ્રતિમા અંગીકાર કરીને કાઉસગ ધ્યાને રહ્યા.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy