SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ મું ૨૧૫ 6 આ જ ખૂદ્વીપમાં પ્રાગ્વિદેહના આભૂષણ રૂપ રમણીય નામના વિજયમાં વૈતાઢય નામે પર્વત છે. તેમાં ઇંદ્રનગરીનું સહેાદર હોય તેવું સવ કલ્યાણના મંદિર રૂપ શિવમંદિર નામે નગર છે. તેમાં માટી સમૃદ્ધિવાળા વિદ્યાધરાના રાજાઓને પૂજવા ચેાગ્ય કનકપૂજ્ય નામે રાજા છે. તેની વાયુવેગા નામે પત્નીથી હું કીતિધર્ નામે પુત્ર થયા. મારે અનિલવેગા નામે એક અંત:પુરપ્રધાન પત્ની હતી. એક વખતે સુખય્યામાં સુતેલી તે સ્ત્રીએ રાત્રિએ કૈલાશ જેવા શ્વેત હાથી, મેઘની જેમ ગર્જના કરતા વૃષભ અને નિધિકુંભ જેવા કુંભ આ પ્રમાણે અનુક્રમે ત્રણ સ્વ× જોયાં. તત્કાલ પ્રાત:કાલે પદ્મિનીની જેમ જાગ્રત થયેલી અનિલવેગાએ પ્રફુલ્લિત વને તે સ્વપ્ના મારી આગળ નિવેદન કર્યાં. તે સાંભળી મેં કહ્યું કે ત્રિખ'ડવિજયના સ્વામી અર્ધ ચક્રવતી તારે પુત્ર થશે. ’ સમય આવતાં ખાણની ભૂમિ જેમ રત્નને જન્મ આપે તેમ અનિલવેગા એ સર્વ લક્ષણુસંપૂર્ણ દેવ જેવા કુમારને જન્મ આપ્યા. જ્યારે કુમાર ગર્ભમાં હતા, ત્યારે મે શત્રુઓને દમન કર્યા હતા, તેથી મેં તેનું દુષિતાર્િએવું નામ પાડ્યું. અનુક્રમે કુમાર મોટા થયા, સર્વ કલા ગ્રહણ કરી, અને રૂપપાવન યૌવનવયને પ્રાપ્ત થયા. એક સમયે એ વિજયમાં વિજયીપણું વિહાર કરતા, શાંતિના કરનાર મહાત્મા શ્રી શાંતિનાથ ભગવાન અમારા નગરની બહાર સમાસર્યા. તેમની પાસે જઈ વાંદીને મે ધ દેશના સાંભળી. તેથી તત્કાળ વૈરાગ્ય પામી કુમાર દમિતારિને રાજ્ય ઉપર બેસાડયા અને મે શાંતિનાથ ભગવાનની પાસે દીક્ષા લીધી. તે વખતે ચારિત્રને ઉચિત એવી ગ્રહણા અને આસેવના રૂપ અને પ્રકારની શિક્ષા મે` અંગીકાર કરી. અનુક્રમે આ પર્વત ઉપર મેંવાર્ષિકી પ્રતિમા અંગીકાર કરી, તેથી મારા ઘાતિકના ક્ષય થતાં મને હમણાજ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ચક્ર ઉત્પન્ન થતાં તે વડે ત્રણ ખડના વિજય કરી દમિતારિ રાજા મહા બળવાન પ્રતિવાસુદેવ થયા. દમિતારની મદિરા નામની પ્રિયાની કુક્ષિથી શ્રીદત્તાને જીવ તું કનકશ્રી નામે પુત્રી થઇ. પૂર્વ ભવે શ્રી જિતધર્માંના ફળ સંબધી તે વિપરીત સ’કલ્પ કર્યા અને તેની આલેાચના પ્રતિક્રમણ કર્યા વગર મૃત્યુ પામી, તેથી આ ભત્રમાં તને બંધુના વિરહ અને પિતાના વધ પાસ થયા. માટે ધ સંબધી કિંચિત્ પણ કલ`ક અત્યંત દુઃખ આપે છે. જેમ થાડુ કે ઘણું ઉગ્ર વિષ ભક્ષણ કરવામાં આવ્યુ હોય તે પ્રાણના નાશ કરે છે. હવે ફરીવાર એ પ્રમાણે કરવું નહી' કે જેથી ફરીવાર તેવું જ ફળ મળે ભવ્યજીવે પાંચ દોષે કરી જિત એવું સમકિત ગ્રહણ કરવું. دو આ પ્રમાણે સાંભળતાંજ કનકશ્રીને વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેથી તેણે વાસુદેવ અને અલભદ્રને વિજ્ઞપ્તિ કરી કે “ આવા અલ્પ દુષ્કૃત વડે પણ જો આવું દુ:ખ પ્રાપ્ત થાય છે તે। હવે મારે દુષ્કૃતની ખાણ રૂપ કામભાગ વડે સર્યું. જેમ નાનાં છિદ્ર વડે પણ જળમાં માટુ' વહાણુ ડુબી જાય છે, તેમ આ પ્રાણી ઘેાડા દુષ્કૃત વડે પણુ દુ:ખમાં ડુબી જાય છે. પૂર્વ ભવમાં દારિદ્રપીડિત એવી મને મહા ઉત્તમ તપ કરતાં કરતાં પણ ફળની શકા કયાંથી થઇ ! અહા ! કેવી મારી મ`દભાગ્યતા ! હવે ઐશ્વર્યમાં નિમગ્ન રહેતાં અને ઇચ્છિત ભાગ ભાગવતાં મને કેટલી બધી વિપરીત કલ્પના અને બીજા દોષો થવાના સંભવ છે ? માટે પ્રસન્ન થઇને મને સદ્ય દીક્ષા લેવાની આજ્ઞા આપેા. આવા અનેક પ્રકારના છળ કરનાર ભવ રૂપ રાક્ષસથી હું ભય પામી છું. ” તે સાંભળી વિસ્મયથી વિકસિત નયને તે ખેલ્યા કે ‘ ગુરૂચરણના પ્રસાદથી તમારૂં એ કાર્ય નિર્વિઘ્ને થાએ; પણ હે બુદ્ધિમતી ! ૧. શ’કા, આકાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવ—આ પાંચ દ્વેષ તજવા,
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy