SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ પ મું ૨૦૧ ભવમાં મનુષ્યપણાને પામ્યો. પરંતુ તેમાં પણ અભાગ્ય યોગે જિનધર્મ નહીં પામવાથી તાપસ થઈ અ૫ ફળવાળું અને બહુ કષ્ટવાળું મેં બાળ તપ કર્યું; તેવા તપને પરિણામે પણ પાછું નિયાણું કરી આ ચમરચંચા નગરીમાં હું વિદ્યાધરનો પતિ થયો. પણ હે પ્રભુ! તેવા નિદાનવાળા તપનું, પરસ્ત્રીહરણનું અને મહાવાળા વિદ્યાના ભયનું મને તે મહાશુભ ફળવાળું પરિણામ આવ્યું કે જેથી સર્વ દુઃખમાંથી છોડાવનારા આપ જેવા મહામાનું શરણ મળ્યું. પાસે રહેલી વસ્તુને પણ જેમ અંધ ન જાણી શકે તેમ જિનધર્મને નહીં જાણતો હું આટલા ભવ પર્યત ભયે પરંતુ હવે આપ મારી રક્ષા કરો. હે વિભુ ! અત્યાર પછી યતિધર્મ વિના મારી એક ક્ષણ પણ જશે નહીં માટે મને હમણા જ દીક્ષા આપ.” “તે ગ્ય છે” એમ કહી મુનિએ અનુગ્રહ કરેલ અશનિઘોષ ઉત્તમ આશ્રયને પામીને વિનયથી અમિતતેજ પ્રત્યે બોલ્યો-“કમરૂપ ઘાસમાં અગ્નિ સમાન આ જવલનજટી પ્રત્યક્ષ વિજયી ધર્મ હોય તેવા તમારા પૂજ્ય પિતામહ છે; આ ભગવાન અર્ક કીર્તિ કે જે તૃણની જેમ વૈભવનો ત્યાગ કરનાર અને તપના તેજવડે અર્ક (સૂર્ય) જેવા તમારા પિતા છે અને ભાવી ચક્રવત તેમજ ભાવી તિર્થંકર એવા તમે છો તો તમને પ્રણિપાત કરતાં જે કે હું માની છું તે છતાં પણ મને કાંઈ લજા નથી. માટે હવે આ ચમચંચા નગરીનું મારું રાજ્ય અને અધષાદિક આ મારા પુત્ર અને મારું બીજું જે કાંઈ છે તે બધું તમારું જ છે એમ જાણજે, જુદું જાણશે નહીં.” આ પ્રમાણે કહી પિતાના મોટા પુત્ર અશ્વઘોષને ક્ષીરકંઠ બાલકની પેઠે અમિતતેજના ઉત્સંગમાં અર્પણ કર્યો. પછી ઈદ્રા શનિના કુમાર અશનિષે ઘણુ રાજાઓની સાથે અચળ સ્વામીની પાસે દીક્ષા લીધી. શ્રીવિજયની માતા સ્વયંપ્રભાએ પણ ત્યાં આવી અચળ સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી બલભદ્ર મુનિને નમીને અમિતતેજ, શ્રીવિજય અને અશ્વઘોષાદિક પિતપિતાને સ્થાનકે ગયા. અપાર લમીવાળો શ્રીવિજય અને અમિતતેજ શક અને ઈશાન ઇંદ્રની જેમ પુષ્કળ લક્ષ્મીવડે નિરંતર અહેવના મંદિરોમાં ઉત્કૃષ્ટ રીતે અઈ ઉત્સવદિ આચરતા, એષણય, ક૯૫નીય અને પ્રાસુક પદાર્થોનું સાધુઓને દાન આપી પોતાની સમૃદ્ધિને કૃતાર્થ કરતા, અનેક ચિંતારૂપ શ્રીમતુથી આર્જા પ્રાણીઓની પૂર્વ દિશાના પવન અને મેઘની જેમ સર્વ પીડાને હરતા, વળી સારી બુદ્ધિવાળા તેઓ રાતદિવસ આત્મગોષ્ઠીમાં રહેતા, ગુરૂની પાસેથી શાસ્ત્રના રહસ્યને ભાવથી સાંભળતા, ખડીતે માણસ છાયાને પણ તજે તેમ કુતીથની ગોષ્ઠીને છોડી દેતા, કુપથ્યની જેમ અખિલ વ્યસનો ત્યાગ કરતા, કેઇવાર ક્ષણમાત્ર વિષયસુખ અનુભવતા, ચાગ્ય અવસરે રાજ્યની પોપ ૨હિત એવી ચિંતાને ચિંતવના અને પિતાના નગરમાં પણ એક મનવાળા થઈને રહેતા તેઓ કાળ નિગમન કરવા લાગ્યા. એકદા મૈત્ય પાસે આવેલા પૌષધાગારમાં પોસહ ગ્રહણ કરીને વિદ્યાધરોને અહંત ધર્મ કહેતા હતા, તે સમયે શ્રી જિનબિંબને વાંદવાની ઈચ્છાએ જાણે ધર્મની બે ભુજા હોય તેવા બે ચારણ મુનિ તે ચૈત્યમાં ઉતર્યા. તેમને આકાશમાંથી ઉતરતાં જોઈને અમિતતેજ ઉભે થયે અને ઈષ્ટના દર્શનથી હર્ષ પામીને તેમને વંદના કરી. બંને મુનિઓએ જિનંદ્રને ત્રણ પ્રદક્ષિણ કરી વંદના કરી, પછી અમિતતેજને કહ્યું—“મરૂસ્થળમાં જળની જેમ આ સંસારમાં માનખ્યત્વ અતિ દુર્લભ છે, તે પ્રાપ્ત થાય તે કદિપણ તેને વ્યર્થ રીતે ગુમાવવું નહીં અને ૨૬
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy