SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સગ ૧ લો અને નારકીમાં ઉત્પન્ન થઈને ખપાવ્યું. પછી ભૂતરત્ન નામની અટવીમાં ઐરાવતી નદીના કાંઠા ઉપર તાપસના અગ્રેસર જટિલ કૌશિક નામના તપસ્વીની પવનવેગા નામની પત્નીથી એ કપિલનો જવ શમિલાયુગના ન્યાયે ધમિલ નામે પુત્રપણે ઉત્પન્ન થયે. આંગણાનાં વૃક્ષની જેમ તપસ્વીઓએ લાલનપાલન કરેલે ધર્મિલ અનુક્રમે મોટો થયો એટલે માથે જટા રાખી પોતાના પિતાની પાસે તાપસી દીક્ષા લઈ તેણે બાલ તપ કરવાનો આરંભ કર્યો. કેમકે તે કાર્ય તેના પિતૃ પરંપરાએ ચાલ્યું આવેલું હતું. હેમંતઋતુમાં પર્વતના પથ્થરો જેમ ઝરણાને સહન કરે, તેમ હિમવડે ભયંકર એવી રાત્રિઓમાં ગળતા શીતળ જળના સંપાતને તે સહન કરવા લાગ્યા. ગ્રીષ્મઋતુમાં મધ્યાહુને માથે સૂર્ય અને આસપાસ પ્રજવલિત ધુણીઓ કરીને તે પંચાગ્નિના તાપ સહન કરવા લાગે. ચોમાસામાં મેઘની વૃષ્ટિ વડે પૂરાયેલી ખીણ અને સરોવરમાં કંઠ સુધી જલમાં રહી અઘોર મંત્રને જપવા લાગે. અપૂકાય અને પૃથ્વીકાય છેને પીડા કરવામાં ઉછુંખલ થયેલા ધર્મિલે વાપી, કૃપ અને સરોવરો ખેદ્યા અને ખોદાવ્યા. બાલકની પેઠે અ૮૫ બુદ્ધિવાળા તેણે દાતરડાં અને કુહાડા લઈ કૃષિકારની જેમ પોતાની મેળે ઘણા સમિધ અને દર્ભ છેદી નાખ્યા. વળી ધુણ જાતના જીના દાહથી અને પતંગના પડવાથી થતા પાપમાં નિર્ભય થઈ તેણે ધર્મની સઘડીઓ કરી અને માર્ગમાં દીપદાન કરવા માંડ્યાં. ભજનની પહેલાં અતિથિની જેમ કાગડા વિગેરે દુષ્ટ તિર્યંચોને તેણે પિંડદાન આપ્યાં. વડ, પિપળા અને અરિઠા વિ. ગેરે વૃક્ષને તેણે દેવની પેઠે પૂજ્યા અને વાંદ્યા. ગાયોની પૂજા કરી. પૂરા સહિત જલવડે વૃક્ષોનું સિંચન કર્યું, અને સ્થાને સ્થાને જલની પરબે બાંધી. આ પ્રમાણે એ મુગ્ધબુદ્ધિ ધર્મિલે પૂર્વોક્ત સર્વ કાર્ય ધર્મ બુદ્ધિથી કરતાં કરતાં ઘણું કાલ નિર્ગમન કર્યો અને તેથી પ્રયાસ માત્ર ફળ મેળવ્યું. એક વખતે મહદ્ધિકની જેમ વિમાનપર બેસીને આકાશમાર્ગે જતો એક વિદ્યાધર તેના જેવા માં આવે; તેને જોઈ “આ તપના ફલથી હું ભવાંતરે આવે થાઉં” એવું તેણે નિયાણું કર્યું અને અનુક્રમે મૃત્યુ પામ્યા. ત્યાંથી ચરમચંચા નગરીમાં વિદ્યાધરના રાજા ઈદ્રીશનિની આસુરી નામની પત્નીથી તું પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. પૂર્વ જન્મના સંબંધથી સુતારાની ઉપર તને ગાઢ સ્નેહ ઉપન્ન થયે કેમકે પૂર્વ સંસ્કાર સેંકડે જન્મ સુધી ચાલ્યાં આવે છે. આ પ્રમાણે પિતાને પૂર્વભવ સાંભળી સુતારા, અમિતતેજ, શ્રી વિજય અને અશનિવેગ પરમસંવેગ અને વિસ્મય પામ્યા. પછી અમિતતેજે પૂછયું- “હે મુનિવર્ય ! હું ભવ્ય છું કે અભવ્ય છું ? બલભદ્ર મુનિ બોલ્યા- આ ભવથી નવમા ભવને વિષે આ ભરતક્ષેત્રની અંદર બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓએ સેવન કરા, ચૌદ મહારત્નને નાથ, નવનિધિને ઈશ્વર. લવણ સમુદ્ર તથા શુદ્ર હિમાલય જેની મર્યાદા છે એટલી પૃથ્વીનો સ્વામી અને માગધાદિક દેવકુમારે એ સેવેલે એ તું પાંચમે. ચક્રવર્તી થઈશ, અને તેજ ભવમાં ચેસઠ ઈ ઢોએ જેના ચરણને સેવેલ છે એવા શાંતિનાથ નામે સળમાં તીર્થકર પણ તમેજ થશે. તે વખતે આ શ્રી વિજય રાજા તે તમારા પહેલા પુત્ર અને પહેલા ગણધર થશે.” આ પ્રમાણે સાંભળી શ્રી વિજય અને અમિત જે અચળ મુનિને પ્રણામ કરીને શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યો. અશનિઘોષે બલભદ્ર મુનિને પ્રણામ કરી ભક્તિવડે નગ્ન થઈ વિજ્ઞપ્તિ કરી.-“હે સર્વજ્ઞ પ્રભુ ! આપના મુખથી મેં પૂર્વ ભવમાં ભગવેલ દુઃખ સાંભળવાથી મારું મન તે આવેશથી અત્યારે પણ કંપે છે. હે ભગવન ! તમારા કહેવા પ્રમાણે કપિલના જન્મમાં પ્રિયાના વિયોગથી મેં જે આર્તધ્યાન કર્યું હતું, તેથી વિવિધ પ્રકારના વધ, છેદ અને ભેદ વડે ભયંકર નિમાં ઉત્પન થઈ થઈ મને બહુ વાર તેનું ફળ મળ્યું. ત્યાર પછી અકામ નિર્જરાએ માંડ માંડ તે દુષ્કર્મને જીણુ કરી હું પૂર્વ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy