SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સર્ગ ૭ મે પુત્ર ઉપર દે . તેથી દાંતવડે અધરને ડેશીને પ્રહાર કરવાને દેડયા આવતા તે અશનિવેગના મસ્તકને મારા પતિએ તેજ વખતે વિદ્યાએ અપેલા ચક્રવડે છેદી નાખ્યું. તત્કાળ અશનિવેગની રાજ્યલક્ષ્મી મારા પતિને પ્રાપ્ત થઈ. કારણકે પરાક્રમી પુરૂષોજ લક્ષ્મીનું સ્થાન છે. પછી અધસેનના કુમાર, ચંદ્રવેગાદિક વિદ્યાધરોના સ્વામીઓ સાથે નિઃશંકપણે વૈતાઢયા ગિરિએ ગયા. ત્યાં સેવકપણાને પ્રાપ્ત થયેલા વિદ્યાધરપતિઓએ તમારા મિત્રને સર્વ વિદ્યાધરના મહારાજાપણાને અભિષેક કર્યો; અને નંદીશ્વર દ્વીપે ઇન્દ્ર કરે તેમ તેણે શાશ્વત અહં'ત પ્રતિમાઓને અતુલ સમૃદ્ધિથી ત્યાં અષ્ટ નિકેત્સવ કર્યો. એક વખતે વિદ્યાધરશિરોમણિ મારા પિતા ચંદ્રવેગે આર્યપુત્રને વિનય પૂર્વક કહ્યું કે “પૂર્વે એક સમયે જ્ઞાનના સમુદ્ર અને અપૂર્વ મહિમાવાળા એક ઉત્તમ મુનિ મારા જેવામાં આવતાં મેં તેમને પૂછ્યું હતું કે આ મારી પુત્રીઓનો સ્વામી કોણ થશે ? એટલે તેઓ બોલ્યા કે “આ બકુલમતિ વિગેરે તમારી સે કન્યાઓને સનકુમાર નામના ચોથા ચકવતી પરણશે.” ત્યારથી “આ કન્યાઓ આપવાને તેની પાસે કેમ જવાય અને પ્રાર્થના પણ શી રીતે કરાય એ પ્રકારે હું ચિંતા કર્યા કરતો હતો તેવામાં તો મારા ભાગ્યગે તમે અહીં જ આવ્યા છો; તેથી હે સ્વામી ! હવે પ્રસન્ન થાઓ, અને આ કન્યાઓને પરણો”. મોટા પુરૂષોની યાચના અને મહર્ષિનું વચન સફળ જ થાય છે. આ પ્રમાણે મારા પિતાએ પ્રાર્થના કરવાથી અથીજનને ચિંતામણિરૂપ તમારા મિત્ર હું વિગેરે સે કન્યાઓને પરણ્યા. ત્યારથી કઈ વાર મધુર સંગીતથી, કેઈવાર ઉત્તમ નાટક જોવાથી, કોઈવાર શ્રેષ્ઠ આખ્યાનો સાંભળવાથી, કેળવાર સુંદર ચિત્રે જેવાથી, કોઈવાર દિવ્ય વાપીકાઓમાં જલક્રીડાના મહોત્સવથી, કેઈ વાર ઉદ્યાનમાં પુષ્પ ચુંટવાની ગમ્મતથી અને કોઇવાર તેવી બીજી કોઈ ક્રીડાઓ કરતાં, વિદ્યાધરીઓથી વી'ટાઈને તમારા મિત્ર સુખે કાલ નિર્ગમન કરવા લાગ્યા. આજે ક્રીડા કરવાને માટે તમારા મિત્ર હમણાજ અહીં આવેલ છે તેવામાં તે તમે આવી મળ્યાથી દુર્દેવનો મનોરથ વિનાશ પામે અને તમારા મિત્ર હર્ષ પામ્યા.” આ પ્રમાણે બકુલમતિ કહેતી હતી, તેવામાં જલના દ્રહમાંથી જેમ હસ્તી નીકળે, તેમ સનકુમાર રતિગૃહમાંથી બહાર નીકળ્યા. વિદ્યાધરોથી વીંટાયેલા તે મહેન્દ્રસિંહની સાથે મેરૂઉપર ઈદ્ર જાય તેમ શૈતાઢય ગિરિપર ગયા. ત્યાં મોટી સમૃદ્ધિવડે કેટલેક કળા નિમન કર્યા પછી એક વખતે મહેદ્રસિંહે આ પ્રમાણે ગ્ય વિજ્ઞાપ્ત કરી–“હે સ્વામી ! તમારી આ સમૃદ્ધિ જોઈને મારું મન ઘણું હર્ષ પામે છે પણ તમારા વિગથી પીડિત માતાપિતા જયારે સાંભરે છે ત્યારે તે વિશેષ ખેદ પામે છે. હું ધારું છું કે તે પુત્રવત્સલ માતાપિતા “ આ સનસ્કુમાર, આ મહેન્દ્ર” એવી રીતે સર્વ વિશ્વને તન્મય રૂપે જ જોતા હશે. માટે હવે પ્રસન્ન થઈને હસ્તીના પુર ચાલે અને સમુદ્રને જેમ ચંદ્ર આનંદ પમાડે તેમ તમે પિતૃજનને આનંદ પમાડે '' મહેન્દ્રસિંહનાં આવાં વચન સાંભળી તે તત્કાળ પિતા પાસે જવાને ઉત્કંઠિત થયા. એટલે સેના સહિત સેંકડો વિદ્યાધરપતિઓથી વીંટાયેલા અને પ્રકાશમાન વિમાનથી આકાશને સેંકડે સૂર્યવાળું કરતા સનકુમાર હસ્તીનાપુર તરફ ચાલ્યા તે વખતે કેટલાએક વિદ્યાધરો તેમની પર છત્ર ધરતા હતા, કેઈ ચામર ઢોળતા હતા, કેઈ પાદુકા ઉપાડતા હતા, કેઇએ ૫ ખા લીધા હતા, કેઈએ છડી ગ્રહી હતી, કેઈએ તાંબૂલકરંડ હાથમાં રાખ્યા હતા, કેઈ માર્ગ બતાવતા હતા, કોઈ વિનેદ બતાવતા હતા. કઈ ગુણસ્તુતિ કરતા હતા, કેઈ તેમની આસપાસ હાથી ઉપર બેસીને ચાલતા હતા, કેઈ અશ્વારૂઢ થઈ ફરતા હતા, કઈ રથ ઉપર ચડ્યા હતા અને કોઈ પગે ચાલતા હત-આ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy