SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું ૧૭૯ કુમારીકા આર્યપુત્રને પતિ કરવાની ઈચ્છાએ ત્યાં ઉભી રહી. તેથી આનંદ પામીને સુનંદાએ આર્યપુત્રને કહ્યું, એટલે તમારા મિત્ર એ રાગી બાળાને ગાંધર્વ વિવાહથી ત્યાં તરતજ પરણ્યા. તે વખતેજ ત્યાં કોઈ બે વિદ્યાધરેએ આવી અશ્વસેનન કુમારને બખ્તર સહિત મહારથ આપીને કહ્યું કે “સપને ગરૂડ મારે તેમ તમે વજાવેગને મારી નાખે, તે ખબર સાંભળીને તેને પિતા અશનિવેગ કે જે દિગજના જેવા પરાક્રમવાળો અને સર્વ વિદ્યાધરોને રાજા છે તે વિદ્યાધરના રૌન્યથી દિશાઓને આચ્છાદન કરતો, કોઇ રૂપી ક્ષાર જલનો સાગર થઈને તમારી સાથે યુદ્ધ કરવાને માટે આવે છે. તેથી અમારા પિતા ચંદ્રગ અને ભાનુવેગે પ્રેરેલા અમે બંને તમારા શ્વસુર પક્ષના સંબંધી હોવાથી તમને સહાય કરવાને અહીં આવ્યા છીએ. અમારા પિતાએ આ ઈદ્રરથ જે રથ અને કવચ મેકલાવ્યાં છે, તે લઈને શત્રુના સૌ ને વિજય કરે. અમારા પિતા ચંદ્રવેગ અને ભાનવેગ પણ પવન સરખા વેગવાળા વાહનોમાં બેસી સેના સહિત હમણાંજ સહાય કરવા આવશે તેમ જાણજો; અને અમને બંનેને તેમની બીજી મૂર્તિઓ જ છીએ એમ સમજજે. આમ વાત કરે છે તેવામાં તે જાણે પૂર્વ અને પશ્ચિમના બે સમુદ્ર હોય તેમ ચંદ્રગ અને ભાનવેગ મોટી સેના લઈને ત્યાં આવી પહોંચ્યા. તે વખતે આકાશ માર્ગે આવતા અશનિવેગના રૌન્યને પુષ્કરાવર્ત મેઘની જે મેટ કે લાહલ થઈ રહ્યા. તે સમયે વધ્યાવળીએ આર્ય પુત્રને પ્રકૃતિ નામે વિદ્યા આપી. કારણકે સ્ત્રીઓ ભર્તારને વશ હોય છે. આર્યપુત્ર પણ તૈયાર થઈ તે રથ ઉપર બેસીને પણ કરવાને ઉત્કંઠિત થઈ ઉભા રહ્યા. કેમકે ક્ષત્રિયોને રણસંગ્રામ પ્રિય હોય છે. શત્રુઓના ચશરૂપ ચંદ્રને રાહુરૂપ એવા ચંદ્રગ અને ભાનુગ વિગેરે વિદ્યાધરો પોતપતાના સૈન્યથી આર્યપુત્રની ફરતા ફરી વળ્યા. એટલામાં તો ‘પકડે, પકડે, મારે, મારે એમ બોલતા બોલતા અશનિવેગના સૈનિકે અતિ વેગથી ત્યાં આવી પહોંચ્યા ત દીનતા રહિત બંનેના સૈનિકે યુદ્ધ કરવા લાગ્યા અને કુકડાની જેમ ક્રોધથી ઉછળી ઉછે. ળીને પ્રહાર કરવા લાગ્યા. તે વખતે તેમના સિંહનાદો શિવાય બીજું કાંઈપણું સાંભળવામાં આવતું નહોતું અને પ્રદીપ્ત આ યુદ્ધ શિવાય બીજું કાંઈ જોવામાં પણ આવતું નહોતું યુદ્ધકળાને જાણનારા તે વીરે હસ્તીની જેમ સામા આવી, પાછા ખસી, વારંવાર પ્રહાર કરતા હતા અને પ્રહારોને ઝીલતા હતા. એ પ્રમાણે ચિરકાળ યુદ્ધ કરીને જ્યારે બંનેના સૈનિકે ભગ્ન થઈ ગયા, ત્યારે અશનિવેગ પવનવેગી રથમાં બેસીને સામે આવ્યો. “અરે ! યમદ્વારને નવીન અતિથી અને મારા પુત્ર વિવેગનો શત્રુ કયાં છે ?” આ પ્રમાણે આક્ષેપ કરીને બેલતાં તેણે ધનુષ્ય ઉપર પણ ચડાવી. તેજ વખતે “યમરાજના દ્વારને નવ અતિથિ અને તારા પુત્ર વાવેગને શત્રુ હું આ રહ્યો. આ પ્રમાણે કહીને આર્યપુત્રે પણ ધનુષ્યને પણુચ સહિત કર્યું પ્રથમ મોટા પરાક્રમવાળા તે બંને વીરેનું સૂર્યના કિરણોને આચ્છાદન કરનારૂં બાણયુદ્ધ ચાલ્યું. પછી તે આર્યપુત્ર અને વિદ્યાધરપતિએ પરસ્પરને મારવામાં તત્પર થઈ ગદા વિગેરે અોથી યુદ્ધ કર્યું, પણ પરસ્પર પરાજય પામ્યા નહીં. પછી તેઓ સર્પ ને ગારડ, આગ્નેય અને વારૂણ વિગેરે એક બીજાને બાધ કરનારાં દિવ્ય અસ્ત્રોવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ધનુષ્યનું આસ્ફાલન કરી બાણને છોડતા વિદ્યાધરપતિના ધનુષ્યની જીવા ( પણછ ) ને જીવની જેમ આર્યપુત્રે એક બાણથી છેદી નાખી, પછી મંડલાને આકષને દેડતા એવા અશનિવેગની અર્ધ (એક) ભુજાને અશ્વસેનના પુત્ર અર્ધ યશની જેમ છેદી નાખી. તે છતાં પણ જેનો એક દાંત ભંગ થયે હોય તેવા હાથીની જેમ અને એક દાઢે ભગ્ન થયેલા સિંહની જેમ એક ભુજદંડ જેનો છેદા છે એ તે ક્રોધથી આર્ય
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy