SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ સ છ મા દેવલાકમાં ઈંદ્ર સંબધી લક્ષ્મી ભાગવીને નિધર્મ કુમારના જીવ તે સહદેવીના ઉત્તરમાં અવતર્યા. તે વખતે સહદેવીએ હસ્તી વિગેરે ચૌદ મહા સ્વસ મુખમાં પ્રવેશ કરતાં જોયાં. અનુક્રમે પ્રસવસમય આવતાં અદ્વિતીય રૂપ વૈભવવાળા, જાતિવ`ત સુવણ ના જેવી કાંતિવાળા અને સર્વ લક્ષણે પરિપૂર્ણ એક કુમારને તેણે જન્મ આપ્યા. અશ્વસેન રાજાએ જગને આનંદ આપનારા મોટા ઉત્સવથી તેનું સનકુમાર એવુ નામ પાડયું. સુવર્ણ ના છેદ જેવા ગૌર અંગવાળા એ બાળક ખાલ ચંદ્રની જેમ લેાકેાનાં નેત્રને પ્રસન્ન કરતા અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. એક રાજાના ઉત્સંગમાંથી બીજા રાજાના ઉત્સ`ગમાં–એમ સ'ચરા તે કુમાર એક કમળથી બીજા કમળ ઉપર ફરતાં હડસની જેવા શેશભતા હતા. તે બાળક છતાં પણુ અપ્રતિમ રૂપવડે જોતાંજ સ્ત્રીએનાં નેત્રને અને મનને હરી લેતા હતા. સર્વાંગયુક્ત શબ્દશાસ્ત્ર અને બીજાં સર્વ જ્ઞાનનું માત્ર ગુરૂના મુખમાંથી નીકળતાંજ એક ગંડૂષની લીલાએ તેણે પાન કરી લીધું. રાજ્યલક્ષ્મીના ભુવનના સ્તંભરૂપ એવાં શસ્ત્રશાસ્ત્ર અને અર્થશાસ્ત્રો જાણે ખીજા ભુજસ્તંભ હોય તેમ તેણે ગ્રહણ કરી લીધાં. નિર્મળ કલાનિધિ ( ચંદ્ર )ની પેઠે અનુક્રમે વધતા એવા તેણે એક લીલામાત્રમાં બીજી સર્વ કળાઓ પણ ગ્રહણુ કરી લીધી. પછી મર્ત્ય લેાકમાંથી જેમ સ્વને પ્રાપ્ત કરે, તેમ તે સાડીએકતાળીશ ધનુષ્ય ઊંચી કાયાવાળા થઇ શિશુવયમાંથી યૌવનવયને પ્રાપ્ત થયા. તે સનત્કુમારને કાલિંદીપુરના પુત્ર મહે સિંહ નામે એક પરાક્રમે વિખ્યાત મિત્ર હતા. એક વખતે વસ ંતઋતુ પ્રાપ્ત થતાં સનકુમાર તે મહેન્દ્રસિંહની સાથે મકરંદ નામના ઉદ્યાનમાં કૌતુકથી ક્રીડા કરવા ગયા. નંદનવનમાં દેવકુમારની જેમ તે ઉદ્યાનમાં સનત્કુમારે મિત્રની સાથે વિચિત્ર પ્રકારની ક્રીડાઓથી ક્રીડા કરી. તે વખતે અશ્વસેન રાજાને ભેટ તરીકે પાંચ ધારામાં ચતુર અને સ` લક્ષણે લક્ષિત એવા અનેક અશ્ર્વો આવેલા હતા. તેમાંથી જલતર`ગની જેવા ચપલ જલધિકલ્લાલ નામે એક અશ્વ તેમણે સનકુમારને અર્પણ કર્યાં. તે અશ્વને જોતાંજ કુમાર બીજી ક્રીડા તજી દઈને તેના પર આરૂઢ થયા. કારણ કે રાજપુત્રાને સં કૌતુક કરતાં હાથી ઘેાડા સંબધી અધિક કૌતુક હોય છે. એક હાથમાં ચાબુક અને બીજાહાથમાં લગામ લઈ ને પલાણુરૂપ આસનના સ્પર્શ કર્યા વગર એ ઉવડે પ્રેરીને તેણે અશ્વને ચલાવ્યેા. તત્કાળ ચરણુવડે પૃથ્વીને સ્પર્શ પણ કર્યા સિવાય આકાશમાં જ ચાલતા તે અશ્વ જાણે સૂર્યના ઘેાડાને જોવા ઇચ્છતા હોય તેમ વેગથી દોડયા. જેમ જેમ કુમાર તેને લગામથી ખેંચવા લાગ્યા તેમ તેમ વિપરિત શિક્ષાવાળા તે અશ્વ અધિક અધિક દોડવા લાગ્યા. આસપાસ બીજા ઘોડેસ્વાર રાજપુત્રા અશ્વ દોડાવતા સાથે ચાલતા હતા. તેઓના મધ્યમાંથી જાણે અશ્વરૂપે રાક્ષસ હોય તેમ તે અશ્વ આગળ પડયા. સર્વ રાજાઓના જોતાં જોતાંમાં નક્ષત્રોમાંથી ચંદ્રની જેમ સનત્કુમાર સહિત અશ્વ અદૃશ્ય થઇ ગયા. વહાણને ન દીનું પૂર ખેંચી જાય તેમ પાતાના કુમારને અશ્વે આકર્ષણ કરેલા જાણી, અશ્વસેન રાજા માટી અશ્વસેના લઇને તેને પાછા લાવવા માટે પછવાડે ચાલ્યા. “ આ અશ્વ ચાલ્યા જાય, આ તેનાં પગલાં છે, આ તેના ફીણ અને લાળ પડેલી છે.’” એ પ્રમાણે સાથેના લોકો કહેતા હતા, તેવામાં બ્રહ્માંડને પૂરનારી ધમણુરૂપ જાણે અકાળે થયેલી કાળરાત્રિ હોય તેવી દૃષ્ટિને અધ કરનારી મેાટી પ્રચંડ વાવલી [ પવનની શ્રેણી ] ચડી આવી. વાદળાદિ વડે ગૃહની જેમ ઉડતી રજવડે દિશાએ ઢંકાઇ ગઇ. સૈન્ય સર્વ સ્ત`ભિત થઇ ગયું. એક પગલું પણ ભરી શકવાને કોઈ સમર્થ થયું નહીં, રજરૂપ તરંગની શ્રેણીવડે કુમારના અશ્વનાં ૧. કોગળા.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy