SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૪ થું ૧૦૧ આ તરફ નાગદત્ત પ્રિયાના વિરહથી દુઃખી થઇ, આત્ત ધ્યાનવડે મૃત્યુ પામી તિય་ચાનિમાં પરિભ્રમણ કરવા લાગ્યા. અનુક્રમે ચિરકાળ સંસારમાં ભમી સિંહપુર નામના નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણના પુત્ર થયા. કેટલેક કાળે ત્રિદંડીપણું ગ્રહણ કરી અજ્ઞાન તપમાં તત્પર થઇ ફરતા ફરતા રત્નપુર નગરે આવ્યા. તે નગરમાં હરવાહન નામે અન્યધી રાજા હતા, તેણે તે ત્રિ...ડી પરિત્રાજકને નંગરમાં આવેલા સાંભળીને પારણાને દિવસે પોતાને ત્યાં આવવા નિમંત્રણ કર્યું. ત્યાં આવેલા અગ્નિશમાં સન્યાસીએ દૈવયેાગે રાજદ્વારમાં આવી ચડેલા પેલા જિનધમ નામના વિષ્ણુકુમારને જોયા. તેને જોતાંજ પૂર્વ જન્મના બૈરથી અગ્નિશમાં ઋષિનાં નેત્ર રાષથી રાતાં થઇ ગયાં. તત્કાલ અંજલિ જોડી પાસે ઉભેલા હરિવાહન રાજા પ્રત્યે તે બોલ્યા-હું રાજા ! આ શ્રેણીના પૃષ્ઠભાગ ઉપર અતિ ઉષ્ણુ દૂધપાકનું પાત્ર મૂકીને જો ભાજન કરાવશે। તા હુ. ભાજન કરીશ, અન્યથા કરીશ નહી.” રાજાએ કહ્યું–“બીજા પુરૂષના પૃષ્ઠ ઉપર સ્થાળ મૂકીને હું તમને ભાજન કરાવીશ.” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળીને તે ત્રિદંડી ક્રાધ કરીને ફરીવાર ખેલ્યો-“આ પુરૂષનાજ પૃષ્ઠ ઉપર અતિ ઉષ્ણ દૂધપાકનું પાત્ર મૂકીને જ હું ભાજન કરીશ, નહી` તા અકૃતાર્થ પણે આવ્યા તેમ ચાલ્યા જઇશ.” રાજા તેને પરમ ભક્ત હતા, તેથી તે તેમ કરવાને કબુલ થયા. જિનશાસનથી બાહ્ય એવા પુરૂષોને વિવેક કયાંથી હાય! પછી રાજાની આજ્ઞા થવાથી તેણે પૃષ્ઠભાગ ધર્યાં. તેની ઉપર ઉષ્ણ ભાજન મૂકીને તે ત્રિ'ડી ભાજન કરવા લાગ્યા. દાવાનળને હાથી સહન કરે તેમ જિનધર્મ કુમારે પાત્રના તાપને સહન કર્યાં; અને ‘મારા પૂર્વ કર્મીનું આ ફળ છે તે કમ આ મિત્રના યાગથી ત્રુટી જાઆ’ એમ ચિરકાળ ચિંતવન કરતા તે કુમાર સ્થિર રહ્યો. જ્યારે તે ત્રિ'ડી જમી રહેવા આવ્યા તે વખતે તેની ઉષ્ણતાથી ઉછળેલા રૂધિર, માંસ અને ચરબીના રસથી તે પાત્ર કાદવ પરથી સરી પડે તેમ કુમારના પૃષ્ઠ ઉપરથી લપસી પડયુ.. ત્યાંથી પેાતાને ઘેર આવીને પોતાના સંબધવાળા સલાકાને ખેલાવી જિનધમ માં વિચક્ષણ એવા જિનધર્મ કુમારે પોતાનું સર્વ દુષ્કૃત્ય ક્ષમાળ્યુ. પછી ચૈત્યપૂજા કરી, મુનિ પાસે આવીને તેણે યથાવિધિ દીક્ષા ગ્રહણ કરી. પછી નગરમાંથી નીકળી પતના શિખર ઉપર ચડીને પૂર્વ દિશાની સામે પૃષ્ઠભાગ ખુલ્લા રાખીને તેણે કાયાત્સ કર્યાં. તે વખતે રૂધિરમય તેના પૃષ્ઠને ગીધ અને કંક પક્ષીઓ ચાંચાથી ચુંથતા હતા, તથાપિ તેણે બીજી દિશાઓની સામે પણ કાર્યાત્સગ ધારણ કર્યાં. એ પ્રમાણે નવકારમંત્રના ધ્યાનમાં તત્પર રહી એવી પીડા સમ્યક્ પ્રકારે સહન કરતા જિનધમ કુમાર મૃત્યુ પામીને સૌધ કલ્પને વિષે ઇંદ્ર થયા. પેલા ત્રિઢડી મૃત્યુ પામી આભિયાગિક ક્રમ વડે ઇંદ્રના એરાવત નામે હાથી થયા, પછી આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચવીને તે ત્રિદડીના જીવ કેટલાક ભવમાં ભ્રમણ કરી અસિત નામે યક્ષરાજ થયા. આ જ ખૂદ્વીપમાં કુરૂજાંગલ દેશને વિષે હસ્તિનાપુર નામે નગર હતું. તે નગરમાં અશ્વોની સેનાથી પૃથ્વીમડલને આચ્છાદન કરનાર અને મગલવડે શત્રુએના મડલને જીતનાર અશ્વસેન નામે રાજા હતા. ગુણરૂપ રત્નાના રોહણાચળરૂપ તે રાજામાં દૂધમાં પુરાની જેમ દોષની એક કણી પણ ન હતી. ‘મને આ તૃણુ સમાન ગણે છે” એવું ધારીને સૌભાગ્ય મેળવવાની ઈચ્છાએ લક્ષ્મી અસિધારા વ્રત કરવાને માટે તેની પાસે સ્થિર થઇ રહી હતી. ચાચકાને આવતાં જોઇ તેને અતિશય હર્ષ થતે અને પોતાની આપવાની ઈચ્છાના અનુમાનથી જો તે થાડી યાચના કરે તે તેના મનમાં ખેદ થતા હતા. તેને સહદેવી નામે મહારાણી હતી, તે રૂપથી જાણે પૃથ્વીપર કાઇ દેવી તેલ હોય તેવી જણાતી હતી. હવે પહેલા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy