SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સ૫ મા વ્યગ્ર હતા, રસવીના વિપાકને જાણનાર અને ઔષધનું બલાખલ વિચારનારા ચતુર હૌદ્યો પિતાની આસપાસ બેઠેલા હતા, અંગરક્ષકા હાથની સંજ્ઞાથી ઘાંઘાટને અટકાવતા હતા અને દ્વારપાળા ભ્રકુટીની સ'નાથી વૈદ્ય લાકોને દૂર બેસવાનું સૂચવતા હતા. આવા ગૃહમાં પ્રવેશ કરી પિતાનું જાણે દુ:ખ લેતા હોય તેમ વાસુદેવ તેમના દુ:ખથી દુ:ખી થઇ ગયા. પછી એ હાથવડે ચરણસ્પર્શ કરીને પિતાને પ્રણામ કર્યા, અને નેત્રમાં અશ્રુ આવવાથી જાણે પિતાને ભક્તિથી સ્નાન કરાવતા હોય તેમ દેખાવા લાગ્યા. પુત્રના કરસ્પ થી શિવરાજાને જરા આશ્વાસન મળ્યું. ઈષ્ટના દર્શનથી સુખ થાય છે, તે સ્પથી થાય તેમાં શું આશ્ચય ! પછી શિવરાજા વારંવાર કરવડે પુત્રના સ્પર્શ કરવા લાગ્યા, અને તેથી જાણે શીતળતા થઈ હોય તેમ અધિક રોમાંચવાળા થયા. થોડીવારે રાજાએ પૂછ્યું. હે વત્સ ! દાવાનળથી વૃક્ષની જેમ તમારી ઉત્તર દુČળ કેમ થઈ ગયુ છે અને અધરપલ્લવ પ્રીકા કેમ પડયાછે ?” તે વખતે વાસુદેવના અનુચર ખેલ્યા “હે દેવ ! આપની આવી દારૂણ દશા સાંભળી પૂરા વેગથી તમને જોવાને માટે ચાલ્યા અને હસ્તી જેમ વિધ્યાચળનુ સમરણ કરતા ઉતાવળા ચાલે તેમ તમારૂ સ્મરણ કરતા તેએ ભક્તિવડે ભેાજન અને જળ છેડી દઈને માત્ર બે દિવસમાં અહી' આવ્યા છે.'' આ પ્રમાણે સાંભળી દ્વિગુણુ દુ:ખ પામી રાજા ખેલ્યા-વત્સ! ફાલ્લાપર ફાલ્લાની જેમ તમે આવા ખીો અનર્થ કેમ કર્યાં ? માટે સત્ત્વર પરિવાર સહિત ભાજનના અવસર સાચવેા. સવ અને સાધનારી કાયા ભાજનવડેજ ચાલે છે;' પિતાની વારવાર આવી આગ્રહયુકત આજ્ઞા થવાથી મઢવાળા દંતીની જેમ તેણે દુ:ખ સહિત કાંઈક ભાજન કર્યું, પરંતુ શ્રીખંડ પણ લીધા વગર અને ખીજા વસ્ત્ર પહેર્યાં' વગર દુ:ખવડે તપ્તસ્થળમાં રહેલા નકુલ ( નાળ ) ના જેવી સ્થિતિ ભાગવતાાં માત્ર ભાજન કરીનેજ દ્વીન થઈ ગયેલા સર્વ પિરવારને સાથે લઈ પેાતાના વાસગૃહમાંથી પગે ચાલી પિતાના વાસગૃહ પાસે આવ્યા. જયારે તેમાં પ્રવેશ કરતા હતા, તેવામાં માતાના દ્વારપાળાએ આગળ આવી રૂદન કરતાં કરતાં કર્ણ સ્વરથી વિજ્ઞપ્તિ કરી કે હું કુમાર! રક્ષણ કરા, રક્ષણ કરા, હજી મહારાજા જીવતાં છતાં દેવી નઠારો વ્યવસાય કરે છે.’ તે સાંભળી વાસુદેવ સભ્રમ પામી માતૃગૃહમાં આવ્યા; ત્યાં માતાને નીચે પ્રમાણે વચના ખાલતાં જોયા. ૧૫૪ “પતિના પ્રસાદથી મેાટા રત્નરાશિ, અન`ત સુવર્ણ, રૂપાના સ`ચય, મોતી, હીરા, જાતિવાન રત્નાથી જડિત એવા હજારો પેાશાક અને તે શિવાય જે સર્વ ખજાના મેળવેલા છે તે સર્વ સાત ક્ષેત્રમાં અર્પણુ કરે; કારણકે મહા માર્ગે પ્રયાણ કરનારને એ મુખ્ય પાથેય છે. પતિના મરણ પામ્યા પછી હું જરાવાર પણ વૈધવ્યને સહન કરી શકું તેમ નથી તેથી હું તેમની આગળજ જવા ઇચ્છું છું, માટે હે સેવકા ! તમે સત્વર અગ્નિસજ્જ કર.” આ પ્રમાણે મહા દુઃખ ઉત્પન્ન કરનારા શબ્દો માતા ખેલતા હતા; તેની પાસે જઇને વાસુદેવે ગદ્ગદ્ સ્વરે કહ્યું–“અરે ! માતા ! માતા ! શું તમે પણ આ મદ ભાગ્યવાળા પુત્રને છેડી દેશેા ? આહા! મારૂ' ભાગ્ય કેવુ. વિપરીત કે દેવીએ પણ આમ કરવા માંડયું !” અમ્મામાતા બોલ્યા-“અરે પુત્ર! તારા પિતાના રોગની મે' બરાબર પરીક્ષા કરી છે, તે રાગ અવશ્ય તારા પિતાના પ્રાણ લેવાને આવ્યા છે, અને વિધવા' એવા અક્ષરને સાંભળવાને હું ક્ષણવાર પણ સમર્થ નથી, તેથી તારા પિતાની આગળ કસુખાના વજ્ર ઓઢીને હું તા ચાલી જઈશ. વળી મહારાજા શિવરાજાની પત્ની થઈને તથા તારા જેવા પાંચમા વાસુદેવરૂપ પુત્રને જન્મ આપીને મારા જન્મ કૃતાર્થ થયા છે. તેમજ જયારે પતિનુ મૃત્યુ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy