SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૪ થું ૧૫૩ વાળ અને ઉગ્રશાસન પ્રવર્તાવનાર કૃષ્ણવર્ણ તે એક લીલા માત્રમાં દક્ષિણ ભરતાદ્ધને સાધી લઈને પાંચમો અદ્ધચકી (પ્રતિવાસુદેવ) કહેવાય. તે અવસરે ભરતખંડના અશ્વપુર નામે નગરમાં કલ્યાણના એક સ્થાનરૂપ શિવ નામે રાજા થયો. તેને વિજયા અને અંમના નામે જાણે મૂર્તિમાનું કીર્તિ અને લક્ષમી હોય તેવી બે પ્રિય પત્નીઓ હતી. તેમાંની વિજય રાણીની કુક્ષિમાં પુરૂષવૃષભને જીવ સહસ્ત્રાર દેવલોકમાંથી ત્ર્યવી ચાર સ્વમવડે બલભદ્રના જન્મને સૂચવત આવીને ઉત્પન્ન થયે. ગર્ભકાલ પૂર્ણ થતાં વિજયાદેવીએ જાણે શરીરધારી પોતાના પતિને ઉજજવળ યશસમૂહ હોય તેવા પુત્રને જન્મ આપ્યો. શિવરાજાએ શુભ દિવસે મોટા ઉત્સવવડે સારા દર્શનને લીધે તે પુત્રનું સુદર્શન એવું નામ પાડ્યું. વિકટને જીવ બીજા દેવલોકમાંથી ચવી સાત સ્વમવડે વાસુદેવના જન્મને સૂચવતે અંમકાના ઉદરમાં ઉત્પન્ન થયે. ગર્ભસમય પૂર્ણ થતાં સરિતા જેમ નીલ કમળને જન્મ આપે તેમ ઈદ્રનીલમણિ જેવા નીલવણી પૂર્ણ લક્ષણવાળા પુત્રને તેણે જન્મ આપ્યું. આ કુમાર અતિશય પરાક્રમથી પુરુષમાં સિંહરૂપ થશે એવું ધારીને રાજાએ તેનું પુરૂષસિંહ નામ પાડયું. ધાત્રીજનેએ લાલનપાલન કરેલા તાડ અને ગરૂડના ચિન્હવાળા એ બંને કુમારે પરસ્પર ક્રીડા કરતા અને નીલા તથા પીળા વસ્ત્રને ધારણ કરતા વૃદ્ધિ પામવા લાગ્યા. પિતાની જાતે દાટેલા નિધાનને જેમ જઈએ ત્યારે પ્રાપ્ત કરાય, તેમ તેઓએ ઉપાધ્યાયને માત્ર સાક્ષી કરીને સર્વ કળાઓ સાવધાનપણે પ્રાપ્ત કરી લીધી. અનુક્રમે સ્વર્ગ અને ભૂમિના જાણે પ્રતિમલ હોય તેવા તે બંને ભાઈઓ કવચ ધારણ કરીને શેભવા લાગ્યા અને પરસ્પર નેહધારી તેઓ અશ્વિનીકુમારની જેમ સહોદરપણે રહી પિતાની ઉપર અતિ ભક્તિથી તેના પદાતિની જેમ વર્તવા લાગ્યા. એકદા કેઈ ગર્વિષ્ઠ એવા સીમાડાના રાજાને સાધવા માટે શિવરાજાએ દિવ્ય અસ્ત્રની જેમ સુદર્શન બલભદ્રને મોકલ્યા. નેહને લીધે તેમના બંધુ પુરૂષસિંહ વાસુદેવ પણ કેટલાક પ્રયાણ કરતા તેમની પછવાડે ગયા. પ્રેમનો બંધ વજલેપને અનુસરતો છે. પણ બલભદ્ર મોટા પ્રયનથી વાસુદેવને સાથે આવતા રોકયા, એટલે યૂથમાંથી ભ્રષ્ટ થયેલા હસ્તીની જેમ તે રસ્તામાં જ રહ્યા. વિવિધ વિનોદથી ભ્રાતાના વિયોગનું દુઃખ સહન કરી વાસુદેવ ત્યાં રહ્યા હતા, તેવામાં પિતા તરફથી એક પુરુષ ત્યાં આવ્યા. અને તેણે પિતાનો લેખ તેમને આપ્યું, એટલે વાસુદેવે તે લેખ મસ્તક પર ધારણ કર્યો. તેમાં હે વત્સ! સત્વર અહીં આવ” એવા અક્ષરો જોવામાં આવ્યા. તરત સંબ્રમપણે લેખહાર પુરુષને પૂછયું- હે દૂત! અમારી બંને માતા અને પિતાશ્રી કુશલ છે? અને મને સત્વરે બોલાવવાનું કારણ શું છે ? તે કહ્યું–‘આપના પિતાના શરીરમાં મોટા દાહજ્વર ઉત્પન્ન થયો છે, તેથી તમને સત્વરે બોલાવે છે. પિતાના દાહજવરની ખબર સાંભળવાથી જાણે સાત કટકા થાય તે ઘા વાગ્યું હોય તેમ વાસુદેવ વિધુર થઈ ગયા, અને ત્યાંથી ચાલી નીકળ્યા. સપુરૂષોને સ્વજનપીડા કરતાં વધારે બીજું દુઃખ હોતું નથી. બીજે જ દિવસે પોતાની નગરીમાં આવી પહોંચ્યા. “જાતિવંતને તેવું દુ:ખ માર્ગમાં દાવાનળ જેવું થઈ પડે છે. વાસુદેવે જવરા પિતાએ આશ્રિત એવા ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે ત્યાં યોજાતા, ખેડાતા, ઉકળાતા અને શોધાતા વિવિધ ઔષધોમાં દાસજન २०
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy