SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સગ ૪ થે ભક્તિભાવમાં કાંઈ પણ ફેરફાર થયો ન હોય તે કુંચીની મર્યાદા કરીને તમારી પાસે જે સાર સાર હોય તે સ્વામીને દંડ તરીકે મોકલાવે. કારણકે સ્વામીના પ્રસાદથી તમને વળી બીજુ ઘણું પ્રાપ્ત થશે. જુઓ સૂર્ય જેટલું જળ લે છે તે કરતાં ઘણું વધારે પાછું આપે છે, અને જે સ્વામીની અકૃપા હશે તો તમારું સર્વસ્વ વિનાશ પામી જશે, કેમકે જ્યારે સ્વામી રેષ ધરે ત્યારે જાણે ભય પામી હોય તેમ લક્ષ્મી ચાલી જાય છે. વળી જે તમે પિતાના સ્વામીની સાથે વિરોધ કરશે તે સંપત્તિ તો દૂર રહો, પણ સ્ત્રી, પુત્ર, મિત્રાદિ અને તમારું જીવિત પણ રહેશે નહીં. માટે હે રાજા ! આપણા સ્વામીની આજ્ઞા માની દેશને મર્યાદાવડે પાલન કરે, અને ધાન જેવા તમારા પિશુન (ચાડીઆ) લોકોની વાણી નિફળ થાઓ.” આવાં દૂતનાં વચન સાંભળી પુરૂષોત્તમ કુમારે રોષ ભરેલાં કઠોર વચને કહ્યું-“હે હૂત ! તું દૂત હોવાથી અવધ્ય છે, તેથી આવાં કડવાં વચનો બોલે છે, પણ આવાં વચન બેલનાર તું અને તે પ્રમાણે બોલાવનાર તારે સ્વામી શું ઉન્મત્ત છે? મત્ત છે? પ્રમત્ત છે? કે પિશાચે ગ્રહેલું છે ? જેમ બાળક ક્રીડામાં વેચ્છાએ રાજા થઈને રમે છે, તેવી રીતે જ તારે મૂઢ સ્વામી સર્વનો સ્વામી થવા પ્રવ છે. પણ એ દુર્મદ રાજાને અમે સ્વામી તરીકે કયારે પણ સ્વીકારેલ નથી. તેમ છતાં જે પિતાનું ઈચ્છિત, વચન પ્રમાણે થતું હોય તો તે પિતાની મેળે ઈદ્ર કેમ થતું નથી ? પિતાના મોટા રાજ્યના બલથી તે અજ્ઞ રાજા જે અમારી ઉપર ચડી આવશે તે સમુદ્રની વેળાને વખતે કાંઠા ઉપર રહેલા માની જેમ અવશ્ય મૃત્યુ પામશે. હે દૂત! જા, દંડની ઈચ્છાવાળા તારા સ્વામીને યુદ્ધ કરવાને માટે અહીં લાવ, જેથી તેના પ્રાણની સાથે દાસીની જેમ તેની રાજયલક્ષ્મીને હું બળાત્કારે ગ્રહણ કરી લઈશ.” આ પ્રમાણેનાં પુરૂષોત્તમ વાસુદેવનાં વચનેથી તે દૂત શેષ પામીને ત્યાંથી ચાલી નીક અને પિતાના સ્વામીને દુઃખે કહેવા યોગ્ય તે સર્વ વચને આવીને કહ્યાં. એ વાસુદેવને સંદેશે સાંભળી, મેઘની ગર્જનાથી અષ્ટાપદને ક્રોધ ચડે તેમ મધુરાજાને કેપ ચડે. તત્કાલ જેના નાદથી ભય પામીને ખેચરની સ્ત્રીઓએ કર્ણદ્વાર ઢાંકી દીધાં છે. એવો ભયંકર ધ્વનિવાળા રણયાત્રા ભેરી તેણે વગડાવ્યા, અને તરત જ મુગટ બદ્ધ રાજાઓ, મહાપરાક્રમી સુભટે, સેનાપતિએ, અમાત્ય, બીજા સામંત અને જાણે તેની બીજી મૂર્તિઓ હોય તેવા રણપંડિત સૈનિકોને સાથે લઈ, માયા સ્વરૂપી દેવની જેવા મધુરાજાએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. તે વખતે દુનિમિત્ત સૂચક અપશુકન થવા લાગ્યાં. તથાપિ એ દર્મ. ૮ રાજા તેને નહીં ગણત, કાલાપાશથી જાણે ખેંચાતું હોય તેમ તત્કાલ દેશના સીમાડાપર આવ્યું. તેને ત્યાં આવેલે જાણીને ઉત્તમ પારાવતપક્ષીની જેમ વેગથી પુરૂષોત્તમ વાસુદેવ સોમ, સુપ્રભ, સેનાપતિ અને રીન્યના પરિવારને લઈ સામે આવ્યો. તત્કાળ બંને તરફના કેટલાક સૈનિકે એ ઉંટ ઉપર બેસીને કવચ અને ધનુષ્ય ગ્રહણ કર્યા. પછી અકાળે પ્રલયકાળ કરનારા અને રૂધિરપાન કરવામાં ઉત્સુક એવાં બાણો રાક્ષસની જેમ ઊંચે ઉડી ઉડીને ખરવા લાગ્યાં. મહાવતએ પ્રેરેલા ચાર દાંતવાળા ગજે સામા આવતા અને પાછા ફરતા સતા પોતાના દાંત વડે યુદ્ધ કરવા લાગ્યા. એક તરફ ભાલું, બીજી તરફ મુગર અને હાથમાં ખડુ ધારણ કરીને ઘોડેસ્વારે પોતાના અશ્વને ત્વરા કરાવવા લાગ્યા. અતિઘોર વનિથી જગને બેરૂં કરી મૂકતા રથ, ભેદ પામતા સિંધુના કાંઠાની જેમ પરસ્પર અથડાવા લાગ્યા, અને ઢાલને ધારણ કરનારા પદચારી વીર સુભટે પરસ્પર ઢાલ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy