SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું ૧૪૧ વળી બંદિજનો ધનના લોભથી જેની રતુતિ કરે તે જે બુદ્ધિમાન હોય તો તેણે શરમાવું જોઈએ, પણ તેમાં પ્રતીતિ રાખવી ન જોઈએ; કેમકે આ જગતમાં બલવાથી પણ બલવાન અને મોટાથી પણ મોટા જનો જોવામાં આવે છે, કારણકે બહુરના વસુંધરે છે.” નારદનાં આવાં વચન સાંભળવાથી શમીવૃક્ષની અંદર અગ્નિ ઉત્પન્ન થાય તેમ મધુના હૃદયમાં કો૫ ઉત્પન્ન થયો. એટલે અધરનો દંશ કરતાં તેણે તત્કાળ નારદને કહ્યું-“હે નારદ ! આ ભરતાદ્ધમાં ગંગાથી મોટી નદી કઈ છે ? અને શૈતાઢયથી માટે પર્વત પણ કર્યો છે? તેમજ મારાથી અધિક બલવાળો પણ કોણ છે? હે નારદ ! જેને તમે મારાથી અધિક બલવાનું માનતા હો તેનું નામ મને તકાલ કહો કે જેથી હાથીના બચ્ચાને અષ્ટાપદ પરાક્રમ બતાવે તેમ હું તેને મારું પરાક્રમ બતાવું. અરે દ્વિજ ! શું કઈ મદોન્મત્ત અથવા પ્રમાદીએ તમારી અવજ્ઞા કરી છે, કે જેનો સ્તુતિ કરવાના મિષથી તમે વધ કરાવવાને ઈચ્છો છો ?” નારદે કહ્યું-“હું કોઈ મત્ત કે પ્રમાદી પુરુષની પાસે જતો જ નથી, તે પછી મારી તેનાથી શી રીતે અવજ્ઞા થાય ? પણ તમે તમારી સભામાં હું અદ્ધ ભારતનો સ્વામી છું” એવું આજે બેલ્યા તેમ હવે ફરીવાર બાલશે નહીં, કારણકે તેથી તમારું હાસ્ય થશે. હાલ દ્વારકા નગરીમાં સોમરાજાને ઘેર સુપ્રભ અને પુત્તમ નામે બે પુત્ર થયા છે, તેને શું તમે કાને પણ નથી સાંભળ્યા ? મોટા બલવાળા અને પરસ્પર પ્રીતિવાળા તે બંને મહાબાહુ જાણે મૂર્તિમાન પવન અને અગ્નિ હોય તેવા દુઃસહ છે, કૌતુકથી શક અને ઈશાન ઇદ્ર જાણે સ્વર્ગમાંથી ઉતરીને અવતર્યા હોય તેવા તેઓ માત્ર એક ભુજાવડે સમુદ્ર સહિત પૃથ્વીનો ઉદ્ધાર કરી શકે તેવા છે. મહાવનમાં સિંહની જેમ તેઓ જ્યાં સુધી આ ભરતક્ષેત્રમાં રહેલા છે ત્યાં સુધી માદાંધ હસ્તીની જેમ તમે અજ્ઞાનથી ફોકટ શા માટે ગર્જના કરો છો ?” ( આ પ્રમાણેનાં નારદજીનાં વચન સાંભળી કોપથી નેત્ર રાતા કરતો અને દાંત વડે દાંત ઘસતા મધુરાજા જાણે ઠંયુદ્ધ કરવાને ઈરછતો હોય તેમ બોલી ઉઠયે-“ તમે કહો છો તે જે સત્ય છે તો આજે તમને જેમ યુદ્ધ જેવાને તેમ યમરાજને સ્વેચ્છાએ ક્રીડા કરવાને હું આમંત્રણ કરૂં છું; અને સે મ, સુપ્રભ તથા પુરૂષોત્તમ વગરનું દ્વારકાનું રાજ્ય પણ કરું છું. તો તે અમારા યુદ્ધને તમે તટસ્થ રહીને અવલોકન કરજે.” આ પ્રમાણે કહી નારદ મુનિને વિસર્જન કર્યા પછી તેણે પિતાના એક તને એકાંતમાં બોલાવી, સમજાવીને સેમરાજા અને તેના પુત્ર તરફ વિદાય કર્યો. તત્કાળ તે વેગવાળો દૂત દ્વારકાએ પહોંચી પુત્ર સહિત સભામાં બેઠેલા સોમરાજાની પાસે આવ્યા, અને પરાક્રમપૂર્વક કહેવા લાગે. દત કદિ પરાક્રમ રહિત હોય તે પણ પોતાના સ્વામિના પરાક્રમથી પરાક્રમવાળે થાય છે.” દૂતે કહ્યું- ગર્વિષ્ટને ગર્વ હરનાર, વિનીત ઉપર વાત્સલ્ય રાખનાર, પ્રચંડ ભેજાબનથી સર્વને વિજય કરનાર, ક્ષત્રિયવ્રત રૂપ મહાધનવાળે, દક્ષિણ ભરતાદ્ધમાં રહેલા કુલીન રાજાઓ રૂ૫ રાજહંસ જેની ચરણરૂપ કમલની દાસની પેઠે સેવા કરે છે, વૈતાઢય ગિરિની દક્ષિણ શ્રેણી પર રહેનારા વિદ્યાધરોના રાજાઓ જેને દંડ આપે છે, અને જાણે બીજે ઈદ્ર હોય તેમ પ્રચંડ આજ્ઞાને પ્રવર્તાવી રહ્યો છે એ, અદ્ધ ભારત ક્ષેત્રરૂપ ઉદ્યાનમાં મધુ (વસંત) સમાન અદ્ધચક્રી મધુ નામે રાજા છે. તેણે તમને શિક્ષા કરવા માટે મને મેકલે છે, તે સાવધાન થઈને સાંભળે. તેમણે કહ્યું છે કે તમે પૂર્વે અમારી અત્યંત ભક્તિના કરનારા હતા, તે અમારા જાણવામાં છે. પણ અત્યારે પુત્રના પરાક્રમથી બદલાઈ ગયા છો એવું લોકોના મુખથી અમે સાંભળ્યું છે, પણ કદિ જે તમે પૂર્વની જેવાજ હે, તમારા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy