SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વે ૪ થું ૧૩૯ લેચ કર્યો અને ચારિત્ર અંગીકાર કર્યું. ઉદ્યાનની જેમ મોટા ફલને આપનારા ચારિત્રધમને પાળી, મૃત્યુ પામીને તે રાજા સહસાર દેવલોકમાં દેવતા થયે. તે સમયમાં જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કૌશાંબી નામે ઈદ્રપુરીની જેવી નગરી હતી. તે નગરીમાં શત્રુઓના તેજને મુદ્રાંતિ કરનાર અને સમુદ્રની જે ગંભીર સમુદ્રદત્ત નામે રાજા રાજ્ય કરતો હતો. તેને રૂપવડે સુરસુંદરીઓના રૂપ સંબંધી અહંકારને હરનારી અને નયનને આનંદ આપવામાં ચંદ્રિકારૂપ નંદા નામે રાણી હતીએકદા વસંતને મલયાચળના પવનની જેમ તે સમુદ્રદત્તને મિત્ર મલયભૂમિને રાજા ચંડશાસન ત્યાં આવી ચડો તેને પિતાને ઘેર આવેલ જોઈ સમુદ્રદત્તે સગા ભાઈની જેમ પરિવાર સહિત ભેજન કરાવ્યું. તે વખતે સમુદ્રને ગંગાની જેમ તે સમુદ્રદત્તની પત્ની નંદા, કે જે નેત્રને આનંદ આપનારી હતી તે મલયપતિની નજરે ચડી. તેને દેખીને તત્કાળ જાણે કામદેવના દુઃસહ અસ્ત્રોએ ખીલી (જડી) લીધો હોય તેમ તે સ્તબ્ધ થઈ ગયો; અને વિપ્રલંભ શૃંગારરૂપ અગ્નિને તીવ્ર ધામ થયે હોય તેમ તેના શરીરને પસીને આવી ગયે. વળી જાણે પ્રેમઅંકુરિત થયેલ હોય તેમ સર્વ અંગમાં પુલકાવળી પ્રગટ થઈ તેના શરીરના ગુણથી જાણે ઝેડ વળગ્યું હોય તેમ તેને સ્વર બદલાઈ ગયે; તેને આલિંગન કરવાને જાણે ઉત્સુક થયું હોય તેમ સર્વ અંગ કંપવા લાગ્યું; તેની પ્રાપ્તિ નહીં થવાથી શોક થયો હોય તેમ શરીરને વર્ણ ફરી ગયે; જાણે કામાંધ થયા હોય તેમ અથુવડે નેત્ર ઝાંખાં થઈ ગયાં; અને તેની પ્રાપ્તિ વગર જાણે મૃત્યુને લાવવાને ઈચ્છતો હોય તેમ તેનામાં લય પામી ગયે. આ પ્રમાણે સર્વ અંગઉપાંગમાં સુંદર એવી તે નંદા રાણીના અવલોકનથી ચંડશાસને કઈ કઈ કામાવસ્થા ન અનુભવી ? જેની બુદ્ધિ અસ્ત પામી ગઈ છે એવો એ કામ પીડિત રાજા સમુદ્રદત્તના મંદિરમાં સુતા પણ રોગાત્તની જેમ તેને નિદ્રા આવી નહીં. હમેશાં નંદાને મેળવવાના ઉપાયો ચિંતવતે ચંડશાસન મિત્રના મિષે શત્રુ થઈને કેટલાક કાળ ત્યાં રહ્યો. એ પ્રમાણે ઘણું રહેવાવડે સમુદ્રદત્તને વિશ્વાસ ઉપજાવીને એક દિવસે પક્ષી જેમ રત્ના વળી હાર લઈ જાય તેમ ચંડશાસન નંદાને હરી ગયે. રાક્ષસની પેઠે બળ અને છળ ધરનારા તે દુષ્ટ હરણ કરેલી રાણીને પાછી લાવવાને અસમર્થ એવા સમુદ્રદત્તના મનમાં સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયા. હૃદયમાં રહેલા શલ્યની જેવા એ મોટા અપમાનથી પીડાતા રાજાએ શ્રેયાંસ નામના મુનિની પાસે દીક્ષા લીધી. મુનિપણામાં મોટી તપસ્યા કરી, તેને ફળે કરીને પોતાની રાણી નંદાનું હરણ કરનાર ચંડશાસનનો વધ કરના થવાનું નિયાણું બાંધ્યું. આ પ્રમાણે નિયાણું કરવાથી અપ્રમિત ફળવાળા તપને પરિચિત ફળવાળો કરી દઈને કાળગે મૃત્યુ પામી સહસાર લેકમાં દેવતા થયે. કાળના ક્રમથી ચંડશાસન પણ મૃત્યુ પામી સંસારસાગરની જળચકી જેવી અનેક - નિઓમાં ભટક્યો. પછી ભરતક્ષેત્રમાં આવેલા પૃથ્વીપુર નગરમાં વિલાસરાજાની ગુણવતી રાણીના ઉદરથી મધુ નામે પુત્ર થયે. અનુક્રમે વૃદ્ધિ પામતાં ત્રીશ લાખ વર્ષના આયુષવાછે, તમાલ પુષ્પના જેવી કાંતિવાળા અને પચાશ ધનુષ ઊંચો જાણે જંગમ પર્વત હોય તે દેખાવા લાગ્યું. મેટા બાહુથી જાણે બે સુંઢવાળે દિગ્ગજ હેય, અને વિશાળ વક્ષસ્થળની શોભાથી જાણે જગમ ગિરિરાજ હોય તેવો તે જાતે હતો. લીલાવડે પૃથ્વી ઉપર ફરતા એ બળવાન્ મધુના ભારને નહીં સહન કરતી પૃથ્વી ઘાસથી પૂરાયેલા ખાડાની જેમ નમતી હતી. પૂર્વ રાજાઓની શસ્ત્રાશસ્ત્રી યુદ્ધની કથા સાંભળી, પિતાને સમવડીયો યુદ્ધ કરનાર નહીં મળવાથી પિતાની ભુજાના પરાક્રમને માટે તે શેક કરતો હતો. પછી
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy