SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ થા ૧૩૮ ઉત્સવ કરી, શક્ર તથા બીજા ઇંદ્દો પોતપોતાને સ્થાને ગયા. જ્યારે પ્રભુ ગર્ભ માં હતા તે વખતે પિતા સિંહસેને શત્રુઓના અનત ખલને જીત્યું હતું, તેથી તે પ્રભુનું અન ંતજિત્ એવુ નામ પાડયું. ચેાગી જેમ ધ્યાનામૃતનું પાન કરે, તેમ સ્તનપાન નહીં કરનારા પ્રભુ પેાતાના અંગુઠામાંથી અમૃતનું પાન કરતા મોટા થવા લાગ્યા. અનુક્રમે ચંદ્રની પેઠે ખાલ્યવય ઉલ્લંઘન કરી, પચાશ ધનુષની ઊંચી કાયાવાળા પ્રભુ યૌવનવયને પ્રાપ્ત થયા. માના વિશ્રામસ્થાનને વટેમાર્ગુ જેમ ત્યાગબુદ્ધિએ અંગીકાર કરે તેમ ત્યાજયપણાના નિશ્ચય કરી અનતનાથે પિતાની આજ્ઞાથી સ્ત્રીના પરિગ્રહ (પાણિગ્રહણ ) સ્વીકાર્યા, અને સાડાસાત લાખ વર્ષા વીત્યા પછી પિતાના ઘણા આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યાં. પછી પંદર લાખ વર્ષ સુધી પૃથ્વીનુ પાલન કર્યા બાદ સિહસૈનના કુમાર અનંતનાથના મનમાં દીક્ષા લેવાના વિચાર ઉત્પન્ન થયા. તત્કાળ સારસ્વતાકિ લેાકાંતિક દેવતા આ એ બ્રહ્મ દેવલાકમાંથી આવી · હે નાથ ! તીર્થ પ્રવર્તાવા ’ એમ કહ્યું. પછી ઈંદ્રની આજ્ઞાથી કુબેરે પ્રેરેલા જ઼ભક દેવતાઓએ પૂરેલા ધનવડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું. તે દાનને અંતે સંસારના અંત કરવાને ઇચ્છતા પ્રભુને સુર, અસુર અને રાજાઓએ આવી દીક્ષાભિષેક કર્યાં. પછી વિચિત્ર વેષ, વસ્ત્ર તથા માળને ધારણ કરી જગત્પતિ સાગરદત્તા નામે ઉત્તમ શિખિકામાં આરૂઢ થયા. શક્રાદિક ઇદ્રોએ જેમની ઉપર છત્ર, ચામર અને પંખા ધારણ કર્યા છે એવા પ્રભુ તે શિખિકાવડે સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. તે ઉદ્યાન જાણે જતી આવતી ખેચરની સ્ત્રીએ હાય તેવી હિ'ચકા ખાવામાં આસક્ત થયેલી નગરની ચતુર સ્ત્રીએથી આકુલવ્યાકુલ થઈ રહ્યું હતું. તેમાં નવીન પલ્લવાથી રાતા થઈ ગયેલા અને ભ્રમર રૂપ કેશને ઉછાળતા અશેાક વૃક્ષે જાણે મધુપાન વડે મત્ત થઈ મતા હોય તેમ જણાતા હતા. ક્રીડાથી શ્રાંત થયેલી નગરસ્ત્રીએના સર્વ શ્રમને હરણુ કરતા અને ઊંચા પધ્રુવને ફેરવતા આમ્રવૃક્ષેા જાણે પ`ખા લઇને વીજતા હોય તેમ દેખાતા હતા. જાણે વસ‘તલક્ષ્મીની કણિકાઓ હોય તેવા કકારનાં પુષ્પોથી અને જાણે સુવર્ણનાં તિલક હોય તેવાં કાંચનવર્ણી તિલકવૃક્ષવડે એ ઉદ્યાન ઘણું સુંદર લાગતું હતું. કેમિકલેાના અવાજથી જાણે પ્રભુને સ્વાગત આપતુ હાય તેવા એ ઉદ્યાનમાં ઉત્સુક થઈ ને જેમ જગતના મનમાં પ્રવેશ કરે તેમ જગપતિ પ્રભુએ પ્રવેશ કર્યા. પછી ઇંદ્રના હાથના ટેકા વડે સાગરદત્તા નામની શિબિકામાંથી ઉતરી પ્રભુએ અલંકાર વિગેરેના ત્યાગ કર્યાં; અને વૈશાખ માસની કૃષ્ણ ચતુર્દશીએ રેવતી નક્ષત્રમાં અપરાદ્ઘકાલે છતપ કરી એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. પછી સર્વ ઇંદ્રાદિક દેવતાએ પ્રભુને વંદના કરી કૃતકા થઈ પાતપેાતાને સ્થાનકે ગયા. બીજે દિવસે વ માન નગરનાં વિજયરાજાના મદિરને વિષે ચૌદમાં અહં તે પરમ અન્નવડે પારણું કર્યું. ત્યાં દેવતાએ વસુધારાદિક પાંચ વ્યિ કર્યા, અને પ્રભુના ચરણન્યાસને ઠેકાણે વિજયરાજાએ એક રત્નમય પીઢ કરાવી. પછી કપટ રહિત એવા છદ્મસ્થ પ્રભુ તે સ્થાનથી નીકળી પરીસહ સહન કરતા કરતા વિહાર કરવાને પ્રવર્ત્ય, આ જ મૂઠ્ઠીપમાં પૂર્વવિદેહને વિષે પરમ આનંદની જન્મભૂમિ રૂપ નંદપુરી નામે એક સુઉંદર પુરી છે. તેમાં શત્રુઓની સ્ત્રીઓને શાક આપનાર અને અશોક વૃક્ષની જેમ પાતાના કુલરૂપી ઉદ્યાનમાં આભૂષણરૂપ મહાબલ નામે રાજા હતા. નગરના ચતુર માણસ જેમ ગામડામાં વસવાને વિરક્ત થાય તેમ મોટા મનવાળા એ રાજા અનુક્રમે સ`સારવાસથી વિરકત થયા. તેથી તે રાજાએ ઋષભ મુનિના ચરણકમળમાં જઈ પાંચ મુષ્ટિ વડે કેશને
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy