SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૨ જે. શ્રી વાસુપૂજ્ય ચરિત્ર. ઈદ્ર અને ઉપેદ્રોના મુગટના અગ્રભાગથી જેમના ચરણના નખની પંક્તિ ઘસાયેલી છે એવા વિશ્વને પૂજવા લાયક અને વિશ્વનું રક્ષણ કરનાર શ્રીવાસુપૂજય ભગવાનને નમસ્કાર કરીને રૂપસ્થ ધ્યાનમાં રહેલે હું અહતની જેમ વિશ્વને પવિત્ર કરનાર અને ચંદ્રથી પણ અતિ નિમલ એવું તે પ્રભુનું ચરિત્ર હવે કહીશ. પુષ્કરવર શ્રીપાદ્ધમાં પૂર્વ વિદેહક્ષેત્રના આભૂષણરૂપ મંગલાવતિ નામના વિજયમાં રત્નસંચયા નામે એક નગરી છે. તે નગરીમાં સર્વલક્ષ્મીઓથી અધિક અને ચંદ્રની જેમ સર્વ જનને વલલભ પડ્યોત્તર નામે રાજા હતું. બીજા રાજાઓ જેવી રીતે તેના શાસનને ભક્તિથી મસ્તક પર ધારણ કરતા, તેવી રીતે તે જિનેશ્વરના ઉજજવલ શાસનને હંમેશાં હૃદયમાં ધારણ કરતા હતા. ગુણેને મંદિરરૂપ તે રાજાને લક્ષ્મી અને કીર્તિ બંને જાણે જોડલે જન્મી હોય તેમ સાથેજ વધવા લાગી. રાજાએ માં શિરે મણિરૂપ પોત્તર રાજાએ સમુદ્ર રૂપ ફરતા વસ્ત્રવાળી બધી પૃથ્વી ઉપર ફરતી ખાઈની કટિમેખલાવાળી એક નગરીની જેમ ઉત્તમ રાજય ચલાવવા માંડ્યું. લક્ષ્મી વિઘતના જેવી ચપલ છે, શરીર વયની પેઠે નાશવંત છે, લાવણ્ય કમલના પત્રઉપર રહેલા જલબિંદુના જેવું અસ્થિર છે, અને બાંધ માર્ગમાં એકઠા મળેલા વટેમાની જેમ જુદા જુદા ચાલ્યા જવાના છે. એવી રીતે હૃદયમાં ભાવના કરતા એ રાજાને સંસાર ઉપરથી વૈરાગ્યદશા પ્રાપ્ત થઈ જેથી એકદા મોટા મનવાળા એ રાજાએ વજનાભ ગુરૂના ચરણકમલ સમીપે જઈ મુકિતરૂપ લક્ષમીને પ્રાપ્ત કરાવનારી દીક્ષા ગ્રહણ કરી. પછી અહંત પ્રભુની ભકિત વિગેરે કેટલાક ઉજજવલ સ્થાનકેનું આરાધન કરીને સદ્દબુદ્ધિવાળા તે રાજાએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. ખડની ધારા જેવું તીણુ એ વ્રત ઘણું કાલ પર્યત પાળી પ્રાંતે કોલ કરીને પ્રાણત નામના દશમા દેવલોકમાં તે મહદ્ધિક દેવતા પણે ઉત્પન્ન થયે. જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં પૃથ્વીની ચંપકના પુષ્પમય શિરોભૂષણ જેવી ચંપા નામે એક નગરી છે. એ નગરીમાં રત્ન મણિમય ભી તેવાળા રૌની અંદર પ્રતિબિંબિત થયેલા લેકે જાણે વૈકયરૂપને ધારણ કરતા હોય તેવા જણાય છે. રાત્રિએ જેમાંથી જળ ના નિઝરણું ઝરે છે એવા ચંદ્રકાંત મણિના પગથીઆવાળી અને સ્વયમેવ જોત્પત્તિવાળી કીડાવાપિકાઓ ત્યાં પ્રત્યેક મંદિરે શોભે છે. સુગંધી ધૂપના ધૂમાડાની શ્રેણીઓથી અનેક વાસાગરે સર્પિણીઓથી પાતાળભવનની જેમ સારી રીતે શોભે છે. જેમાં નગરની સ્ત્રીઓ નિરંતર ક્રીડા કરે છે એવા ક્રીડાસરોવર ક્ષીર સમુદ્રમાંથી નીકળતી અપસરાઓના વિલાસને ધારણ કરે છે. લીલાથી ષડૂજ સ્વરવાળી ષડૂજ કેશિકી નામની ગતિને ગાયન કરનારી ત્યાંની સ્ત્રીઓ મયુરની કેકાવાણી સાથે સ્પર્ધા કરે છે. ત્યાંના ધનાઢય લોકોના મંદિરમાં તાંબૂલની બીડીને ધારણ કરતી સ્ત્રીઓ પઢાવાને માટે હાથમાં પોપટ રાખીને ફરતી હોય તેવી જણાય છે. તે નગરીમાં પરાક્રમથી જાણે ઈદ્ર હોય અને કાંતિથી
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy