SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું ૧૦૯ શ્રેયાંસ પ્રભુની શ્રેયકારી વાણીના સ્મરણથી સંસારની અસારતા ચિંતવીને તેઓ વિષયથી પરા-મુખ થયા, પણ સ્વજનેના આ ગ્રહથી કેટલાએક દિવસ ઘરમાં રહ્યા. એકદા ધર્મઘેષ નામના આચાર્ય ત્યાં પધાર્યા. બળદેવ તેમના ચરણ સમીપે પ્રાપ્ત થયા, એને અહં. તની વાણીનો અનુવાદ કરનારી તેઓની દેશના સાંભળી તેમને સંસાર ઉપરથી વિશેષ નિર્વેદ પ્રાપ્ત થયે. તત્કાલ શુદ્ધ બુદ્ધિવાળા તેમણે તે આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. કારણકે મહાશયે જાણ્યા પછી તરત જ આચરણ કરવામાં પ્રવ છે. સદ્દગુણ બલદેવ મુનિએ મૂલ તથા ઉત્તર ગુણોનું સમ્યક પ્રકારે પાલન કરતાં, સર્વત્ર સમતાને ધારણ કરતાં, પરીષહોને સહેતાં, વાયુની પેઠે પ્રતિબંધ રહિત રહેતાં અને સર્પની જેમ એવ દૃષ્ટિથી અવલોકન કરતાં ગ્રામ, આકર તથા પુરાદિકમાં કેટલાક કાલ સુધી વિહાર કર્યો. સ્વભાવથી જ જેમના ચિત્તની વૃત્તિ નિર્મળ છે એવા અચલ બલભદ્ર પંચાશી લાખ વર્ષો નિર્ગમન કરી, છેવટ સર્વે કર્મનો ઘાત કરી મોક્ષપદમાં નિવાસ પામ્યા. इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये चतुर्थं पर्वणि श्रीश्रेयांससत्रिपृष्टाचलाश्वग्रीव વળને નામ પ્રથમ: સઃ ૨I.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy