SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ સગ ૧ લો પાત્રોવાળા ઊંચા બાંધેલા મંચેવડે જાણે ઊંચા વિમાનવાળું હોય તેવું દેખાતું હતું, ઘરે ઘરે મંગલિક ગીતે ગવાતાં હતાં, તેથી જાણે સ્થાને સ્થાને વિવાહ મહોત્સવ ચાલતાં હોય તેમ લાગતું હતું, અને લોકોની એવી ભીડ થઈ હતી કે જાણે જીવલોક બધે તે નગરમાં એકત્ર થયા હોય તેમ જણાતું હતું. નગરમાં પ્રવેશ કર્યા પછી પ્રજાપતિ રાજાએ, જવલન જટીએ, અચલ બલદેવે અને બીજા રાજાઓએ મળીને ત્રિપૃષ્ટને અદ્ધચકીપણાનો અભિષેક કર્યો. હવે દીક્ષા લીધા પછી બે માસ પર્યત છદ્મસ્થપણે વિહાર કરતા શ્રેયાંસ પ્રભુ અનુક્રમે પ્રથમના સાહસમ્રવનમાં પધાર્યા, ત્યાં અશેક વૃક્ષની નીચે કાત્સગે રહેલા અને બીજા શુકલ યાનના અંતમાં વર્તતા એવા પ્રભુના તાપમાં જેમ મણ ગળી જાય તેમ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય એ ચાર ઘાતિકર્મ વિનાશ પામ્યાં, જેથી માઘ માસની અમાવાસ્યાને દિવસે ચંદ્ર શ્રવણનક્ષત્રમાં આવતાં છડૂતપમાં વર્તાતા પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓ એ આવીને સમવસરણ રચ્યું, તેમાં બેસીને મહાઅતિશયવાળા અગ્યારમાં પ્રભુએ દેશના આપી, ભગવંતની દેશના સાંભળીને ઘણું પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. જેમાંના કેટલાએકે સર્વવિરતિ પણું અંગીકાર કર્યું, અને કેટલાએક દેશવિરતિ થયા, પ્રભુને ગગુભ વિગેરે છેતેર ગણધર થયા. પ્રભુના મુખથી ત્રિપદી સાંભળીને તેઓએ દ્વાદશાંગી રચી. તે તીર્થમાં ત્રણ નેત્રવાળે, વેતકાંતિને ઘરનાર, વૃષભના વાહનવાળો, બે દક્ષિણ ભુજામાં બીરું અને ગદાને ધરનાર અને બે વામ ભુજામાં નકુલ અને અક્ષસૂત્ર ધરનાર ઈકવર નામે યક્ષ પ્રભુને શાસનદેવતા થયા. તથા ગૌર અંગવાળી સિંહના વાહનપર બેસનારી, દક્ષિણ ભુજામાં વરદ ને મુદ્દગરને ધારણ કરનારા અને વામ ભુજામાં કલશ ને અંકુશ રાખનારી માનવીર નામે પ્રભુની પાસે રહેનારી શાસનદેવી થઈ તે યક્ષ અને દેવી નિરંતર જેમની સમીપે જ રહે છે એવા શ્રેયાંસપ્રભુ વિહાર કરતા કરતા એકદા સર્વ નગરોમાં શ્રેષ્ઠ એવા પિતનપુરના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં સમવસરણને માટે વાયુમાર દેવતાઓએ એક યોજન પૃથ્વીને માજન કરી, મેઘકુમારોએ તે ઉપર સંગધી જળને છંટકાવ કર્યો, વ્યંતરોએ સુવર્ણ તથા રત્નમણિઓથી તેનું તળ ચારે તરફ બાંધી લીધું, અને તેની ઉપર જાનુ પ્રમાણ પંચવણું પુષ્પોની વૃષ્ટિ કરી. પછી તે દિશાઓના જાણે બ્રકટીભંગ હોય તેવા પ્રત્યેક દિશામાં તેણે બાંધીને તેના મધ્ય ભાગમાં અઢી ગાઉ ઊંચી તેમણે એક પવિત્ર મણિમય પીઠ બાંધી. તેની નીચે ભવનપતિઓએ જાણે પૃથ્વીને મુગટ હોય તેવો સુવર્ણના કાંગરાવાળે પહેલે રૂપાનો કિલ્લો બાંધ્યું. તેની અંદર જ્યોતિષી દેવતાઓએ પિતાના તેજ વડે જાણે રચ્યું હોય તે રત્નના કાંગરાવાળે સુવર્ણનો કિલ્લે તેની અંદર વિમાનપતિઓએ માણિક્યના કાંગરાવાળે દિવ્યરત્નમય ત્રીજો કિલ્લે . દરેક કિલ્લે તોરણ સહિત ચાર ચાર દ્વારા ર્યા. મધ્ય કિલ્લાની ઈશાન દિશામાં મધ્યભાગે એક દેવ છેદ . છેલલા ગઢની ગર્ભભૂમિમાં વ્યંતર દેવતાઓએ નવસો ને સાઠ ધનુષ ઊંચુ એક ચિત્યવૃક્ષ વિકુવ્યું. તેની નીચે પૂર્વ રચિત મણિપીઠની ઉપર તેઓએ એક પ્રતિછંદ કર્યો, અને તેની મધ્યમાં પૂર્વાદિ ચારે દિશા તરફ ચરણપીઠ સહિત એક એક સિંહાસન સ્થાપિત કર્યું. તે સિવાય બીજું પણ જે જે કરવા ગ્ય કાર્યું હતું તે તે ૧. આ યક્ષનું બીજુ નામ મનુજ છે. ૨. આ યક્ષણીનું બીજુ નામ શ્રીવત્સા છે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy