SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું ૧૦૩ પુત્રોના નેત્રમાંથી ઝરતાં અશ્રુના જળવડે જાણે નિવાપાંજલિ આપતા હોય તેમ અશ્રુધારા વરસાવતા તેમણે અશ્વગ્રીવના અંગને અગ્નિસંસ્કાર કર્યો. અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ મૃત્યુ પામીને સાતમી નરકભૂમિમાં તેત્રીશ સાગરોપમને આયુષે નારકી થયે. એ સમયે આકાશમાં દેવતાઓએ ઊંચે સ્વરે ઉલ્લેષણ કરી કે “હે રાજાઓ ! તમે સર્વ પ્રકારે માન છેડી દે, અને ચિરકાલથી આદરેલે હયગ્રીવનો પક્ષપાત મૂકી દો, કિંતુ ભક્તિથી ત્રિપૃષ્ઠ વાસુદેવનું શ્રેષ્ઠ શરણ ગ્રહણ કરો. કેમકે આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયેલ છે, એ . પૃથ્વીને ભક્તા થશે.” આ પ્રમાણેની અંતરીક્ષમાં થયેલી દિવ્યવાણી સાંભળીને અધગ્રીવના તાબાના સર્વે રાજાઓ આવીને ત્રિપૃષ્ટ વાસુદેવને નમ્યા, અને અંજલિ જેડીને આ પ્રમાણે તેઓએ કહ્યું-“હે નાથ ! અમોએ અજ્ઞાનપણાથી અને પરતંત્રતાથી અદ્યાપિ પર્યત જે કાંઈ તમારા અપરાધ કરેલા હોય તે સર્વ ક્ષમા કરો. હવેથી અમે તમારા કિંકરની જેમ તમારી સર્વ આજ્ઞા પાળશું. હે પ્રભુ! અમને આજ્ઞા કરે.” ત્રિપૃષ્ટ કહ્યું-“આમાં તમારો કાંઈ પણ અપરાધ નથી. સ્વામીની આજ્ઞા વડે યુદ્ધ કરવું તે ક્ષત્રિને ધર્મ જ છે, તમે હવે ભય છોડી દે. હવેથી હું તમારો સ્વામી છું; તમે પોતપોતાના રાજમાં નિર્ભયપણે મારા થઈને વર્ત જે.” આ પ્રમાણે સર્વ રાજાઓને આશ્વાસન આપી જાણે બીજે ઈદ્ર હોય તેવો ત્રિપૃષ્ટ વાસુદેવ પોતાના સર્વ પરિવારને લઈને પિતનપુર ગયે, અને ત્યાંથી ચક્ર વિગેરે સાત રત્ન સહિત વિપૃષ્ટ વાસુદેવ પિતાના જયેષ્ઠ બંધુ બલભદ્રને સાથે લઈ દિગ્વિજય કરવા નીકળે. - પૂર્વમાં તે દિશાના મુખનું મંડન રૂપ માગધપતિને, દક્ષિણમાં તે દિશાના મસ્તકની માળારૂપ વરદામદેવને અને પશ્ચિમમાં તે દિશાને પ્રકાશ કરનાર પ્રભાસદેવને પિતાની આજ્ઞા મનાવી, અને વૈતાઢય પર્વતની બંને શ્રેણના વિદ્યાધરોનો તેણે વિજય કર્યો. પછી તે બંને શ્રેણીનું રાજ્ય જવલનજીને અપર્ણ કર્યું. મહાત્માઓ સેવા કરવાથી ક૯પવૃક્ષની જેમ ફલે છે. એવી રીતે દક્ષિણ ભરતાદ્ધને સાધી ત્રિપૃષ્ટ વાસુદેવ દિગ્યાત્રાથી નિવૃત્ત થઈ પિતાના નગર જવાને પાછા વળ્યા. અર્ધચક્રવત્તની સમૃદ્ધિથી અને ચક્રવત્તી કરતાં અદ્ધભુજાના બલથી યુક્ત એ એ ટિપૃષ્ટ કેટલેક પ્રયાણે મગધ દેશમાં આ . ત્યાં સર્વ રાજાઓમાં તિલક સમાન એ વાસુદેવે પૃથ્વીનું જાણે તિલક હોય તેવી અને કેટી પુરુષોથી ઉપાડી શકાય એવી એક મહાશિલા દિડી. એ શિલાને પિતાની યામભૂજાવડે ઉપાડીને આકાશમાં મસ્તક ઉપર છત્રની જેટલી ઊંચી કરી. તેમના આવા ભુજાબલને જોઈને વિસ્મય પામેલા રાજાઓએ અને લકે એ ચારણભાટની જેમ તેમની અત્યંત પ્રશંસા કરી. તે શિલાને પાછી ગ્ય સ્થાને સ્થાપન કરીને ત્યાંથી પ્રયાણ કરતાં કેટલેક દિવસે ત્રિપૃષ્ટ વાસુદેવ લક્ષ્મીના સ્થાનરૂપ પિતનપુરની નજીક આવ્યા. પછી મોટી સંપત્તિઓ જેમણે પ્રાપ્ત કરેલી છે એવા ત્રિપૃષ્ણ વાસુદેવ ગજેદ્ર ઉપર આરૂઢ થઈ લક્ષમીનું જાણે નવીનનગર હોય તેવા પિતનપુરમાં પ્રવેશ કર્યો. તે જાણે તારાવાળું આકાશ હોય તેમ મોતીના સાથીઆ ચારે તરફ પૂરેલા હતા, અને ઘેર ઘેર તેરણોની શ્રેણી બાંધેલી હતી, તેથી જાણે સેંકડે ઈદ્રધનુષ સહિત હોય તેવું તે નગર જણાતું હતું. જાણે મેઘ વર્ષો હોય તેમ નગરની ભૂમિઉપર જળનો છંટકાવ કરેલ હતો, સુંદર ૧ ચક્ર, ધનુષ્ય, ગદા, શંખ, કૌસ્તુભમણિ, ખગ ને વનમાળા એ સાત રત્નો.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy