SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું ૧૦૧ મૃત્યુના જાણે અવસર્પ હોય તેવા તે સર્પો આકાશમાં પણ પ્રસરવા લાગ્યા; જેથી ખેચરની સ્ત્રીઓ તેનાથી ભય પામીને દૂર નાસવા માંડી. તે વખતે ત્રિતષ્ટના સૈનિકોને મોટી આશંકા થઈ પડી. કારણકે સ્વામીને પ્રભાવ નહીં જાણનારને તેમજ ભક્તિવાનને તેમ થાય છે; પછી ત્રિપૃષ્ટ ધનુષ્ય ઉપર ગરૂડાસ્ત્રને ચડાવીને છેડ્યું, એટલે તેમાંથી કદળીના પત્રની જેમ પ્રસરતી પાંખથી જાણે આકાશને સેંકડો છત્રોથી વ્યાસ કરતા હોય તેવા અનેક ગરૂડે પ્રગટ થયા. સૂર્યનાં કિરણોથી અંધકારની જેમ તે ગરૂડોની પાંખોના સત્કારથી તે મોટા સર્પો ચારે બાજુ નાસી ગયા. નાગા અને નિરર્થક થયેલું જોઈ અશ્વગ્રીવે દુર એવું અન્ય સ્ત્ર ચિંતવ્યું. જ્વાલાએથી આકાશમાં સેંકડો ઉલ્કાપાતને બતાવતું તે અસ્ત્ર તેણે ધનુષ ઉપર સાંધીને છોડયું; તે વખતે ત્રિપૃષ્ટનું બધું સૈન્ય જાણે અગ્નિમાં મગ્ન થયું હોય તેમ વડવાનળથી ભય પામેલા સમુદ્રના મર્યની જેમ આકુળવ્યાકુલ થઈ ગયું. તે જોઈને અશ્વગ્રીવના સુભટ ખુશી થઈ હસવા લાગ્યા, ભમવા લાગ્યા, ઉછળવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા, અને ઉતાવળ થઈને તાળીઓ પાડવા લાગ્યા. પછી ક્રોધથી નેત્રો રાતો કરીને ત્રિપૃષ્ટ અવાર્ય એવા વારૂણા અને ધનુષ સાથે જોડીને સત્વર છોડયું, એ અસ્ત્રના પ્રભાવથી ત્રિપૃષ્ણના મનોરાની જેમ તત્કાલ આકાશમાં મેઘ ઉત્પન્ન થયે, અને અશ્વગ્રીવના મુખની જેમ ગગનતી શ્યામ થઈ ગયું. તરતજ દાવાનળને શમાવનારા વર્ષાઋતુના મેઘની જેમ અવિચ્છિન્ન જળ ધારાવડે વર્ષને તે મેઘે શસ્ત્રાગ્નિને શમાવી દીધે. આ પ્રમાણે તૃણની જેમ ત્રિપૃષ્ટ સર્વ અસ્ત્રોને ભગ્ન કરી નાખેલાં જઈ છેવટે તેને મરવાને ઈરછતા અશ્વગ્રીવે પોતાના અમોઘ ચક્રનું સ્મરણ કર્યું. સેંકડો આરાથી નીકળતી સેંકડો જવાલાવડે પ્રકાશતું, અને જાણે સૂર્યના મંડલમાંથી ખેંચી આણેલું હોય, અથવા બલાત્કારે હરણ કરેલું યમરાજાનું એક કુંડલ હોય, વા કુંડલાકારે રહેલે તક્ષક નાગ હોય તેવું જણાતું, તેમજ ધુઘરીઓના અવાજોથી ખેચરને ત્રાસ પમાડતું એ ચક્ર સ્મરણ કરતાં જ પ્રગટ થયું. તેને ગ્રહણ કરીને અધગ્રીવ બોલ્યા “ અરે ત્રિપૃષ્ણ! કંઠમાં દુધવાલે હજુ તું બાળક છે. તારો વધ કરવાથી મને બાલહત્યા લાગશે, તેથી તું ચાલ્યો જા. હજુ સુધી તારી ઉપર મને દયા આવે છે. આ મારું ચક્ર ઈદ્રના વજાની જેમ કે ઠેકાણેથી પાછું હઠે તેવું નથી તેમજ નિષ્ફળ થાય તેમ પણ નથી; તેથી જ્યારે હું આ ચકને છોડીશ ત્યારે તું તારા પ્રાણને છોડીશ, તેમાં કાંઈ પણ સંદેહ રાખીશ નહી. માટે ક્ષત્રિયપણાના અભિમાનને તજી દે અને મારા શાસનને અંગીકાર કર; તું બાળક છે, તેથી હું તારું પ્રથમનું માઠું આચરણ માફ કરું છું. સારે નબીબે તારું કાર્ય બાલપણાની ચપળતાવડે કરેલું હું ગણું છું. વાતે તું જીવતો જા. મારી તને મારવાની ઈચ્છા નથી.” આવું અશ્વગ્રીવનું ભાષણ સાંભળીને ત્રિપુષ્ટ હસતો હસતે બેલ્યો-“અરે! અશ્વગ્રીવ ! તું ખરેખર વૃદ્ધ થયો છે, અન્યથા ઉન્મત્તની પેઠે આવાં દુર્વચને કેમ બોલે? પણ વિચાર કર કે બાલ એવો કેસરીસિંહ મેટા હાથીને દેખીને શું પલાયન કરે છે ? ગરૂડને બાળક શું મોટા સાઁથી પાછો હઠે છે ? બાળસૂર્ય પણ શું સંધ્યાકાલરૂપ રાક્ષસથી ક્ષોભ પામે છે? હું બાળક છું, છતાં પણ શું રણભૂમિમાં તારી સામે નથી આવ્યો ? હે મિથ્યાભિમાની! પૂર્વે નાખેલા શસ્ત્રોનું બલ તે તેં જોયેલું છે તો હવે આ અશ્વને છોડીને પણ મારૂં બલ જે, જોયા વિના તું શા માટે ગર્જના કરે છે?” આ પ્રમાણે ત્રિતછનાં વચન સાંભળી આકાશરૂપી સાગરમાં જાણે દાવાનળ પ્રગટ હોય તેવું એ ભયંકર ચક્ર અશ્વગ્રીવ પોતાના માથા પર ફેરવવા લાગ્યા. ઘણીવાર સુધી
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy