SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સગ ૧ લે જેવો ભયંકર, મૃત્યુને આવાહન કરવાના મંત્ર જેવા અને શત્રુઓના ખલને હરણ કરનારા નુષના મોટા ઘોષ કર્યા. તે વખતે ક'ડિયામાંથી સર્પની જેમ ભાથામાંથી ખાણા કાઢી કાન સુધી આકષી અશ્ર્વગ્રીવ વરસાવવા લાગ્યા. પછી કાળનુ` જાણે કટાક્ષ હોય અને કલ્પાંત કાળના અગ્નિની જાણે શિખા હોય તેવું કાંતિથી પ્રકાશમાન એક તીવ્ર ખાણુ ત્રિપૃષ્ટની ઉપર છેડયું. તે ખાણને આવતુ' જોઇ અવિચ્છેદ પરાક્રમવાળા ત્રિપૃષ્ટ વાસુદેવે તત્કાલ છાડેલા ખાણથી ઈક્ષુલતાની જેમ તેને છેદી નાખ્યુ'; અને એવી હાથચાલાકીથી એક બીજું ખાણુ મૂક્યું કે જાણે તે પહેલું જ હોય તેમ તેનાથી અશ્વગ્રીવનું ધનુષ પણ છેદી નાખ્યું. પછી અગ્રીવે જે જે નવાં નવાં ધનુષ્યા ગ્રહણ કર્યાં તે તે ધનુષ્યા તેના મનેાથની સાથે ત્રિપૃષ્ટ વીરે ખાણાથી છેદી નાખ્યાં. એક ખણુથી પ્રતિવાદેવના ધ્વજ છેદ્યો; અને એક બીજા ખાણુથી એરડાના વૃક્ષની પેઠે તેના રથ ભાંગી નાંખ્યા. આ પ્રમાણે સ્થિતિ થઈ તાપણુ અશ્વગ્રીવ બીજા રથમાં બેસી ધારાઓથી મેઘની જેમ દૂરથી ખાણાની વૃષ્ટિ કરતા ફરીવાર આગળ આવ્યેા. એ વખતે તેણે ખાણેાવડે દુનિનો આડબર કર્યાં કે જેથી રથ, સારથિ, ત્રિપૃષ્ટ કે બીજું કાઈપણ દેખવામાં આવતું ન હતું; પણ સૂર્ય જેમ પેાતાના કિરણાની છટાથી અંધકારનો નાશ કરે, તેમ ત્રિપૃષ્ટ ખાણાની વૃષ્ટિએથી તે દૃનિકારક શરવૃષ્ટિનો તત્કાળ નિરાસ કર્યાં. પછી ત્રિપૃષ્ઠના આવા પરાક્રમથી ક્રાધ પામેલા, પર્વત જેવા સારવાળા અને શક્તિવાળાઓમાં શ્રેષ્ઠ એવા અશ્વીવે વિજળીની જાણે સહેાદરા હાય, વજ્રની જાણે વયસ્યા ( સખી ) હાય, મારી(મરકી) ની જાણે માતા હાય અને શેષનાગની જાણે જિહ્વા હોય તેવી એક પ્રચંડ શક્તિ હાથમાં ગ્રહણ કરી. જાણે યમરાજની નકી હેાય તેમ ઘુઘરીએના શઢ કરતી એ શક્તિને સ્તંભ ઉપર રાધાચક્રની જેમ તેણે પેાતાના મસ્તક ઉપર ફેરવવા માંડી, અને પેાતાના વિમાનની ભ્રંશની શકાથી ભય પામેલા વિમાનવાસીએ જેને માગે આપ્યા છે એવી એ શકિત અશ્ર્વગ્રીવે સ બળથી ત્રિપૃષ્ટ ઉપર નાખી. તત્કાળ ત્રિષ્ટ જાણે એ ભુજાદ...ડમાં ત્રીજો ભુજાદંડ હાય તેવી કૌમાદકી ગદા પોતાના રથમાંથી હાથમાં ગ્રહણ કરી, અને હાથી જેમ ક્રીડા કરનારની ધમણના પાતાના શુડાઇડથી વિનાશ કરે તેમ એ આવતી શક્તિની ઉપર તે ગદાનો પ્રહાર કર્યા; જેથી ઉગ્ર અગ્નિના કણિયાથી સે’કડા ઉલ્કાપાતને એ શક્તિ માટીના ઢેખાળાની જેમ ચૂરેચૂરા થઇને પૃથ્વી ઉપર પડી, પછી અશ્વત્રીવે જાણે અરાવતનો કાઢી લીધેલા દાંત હોય તેવા એક માટે પરિધ ગ્રહણ કરીને ત્રિપૃષ્ટની ઉપર ફૂં કયા. ગરૂડ જેમ ચાંચવડે માટા સર્પને ખડ ખડ કરી નાખે તેમ ત્રિપૃષ્ઠે તે પરિઘને ગદાવડે ખડ ખડ કરી નાખ્યા. પછી અવીવે યમરાજની જાણે દાઢ હોય અને તક્ષકનાગની જાણે બેન હાય તેવી વાશિલાના સારથી બનેલી એક ગદા ત્રિપૃષ્ટની ઉપર ફેંકી. માટી ભુજાવાળા ત્રિપૃષ્ટ પાતાની કૌમેાકી ગદાથી તે ગદાના આકાશમાંજ રેતીના મેાદકની પેઠે કટકે કટકા કરી નાખ્યા. આવી રીતે સર્વ શસ્ત્રો જ્યારે ભાંગી ગયા ત્યારે અગ્રીવ પીડિત જનની પાસે અવની જેમ તત્કાલ વિલખા થઇ ગયા, અને તરતજ તેણે નાગાસ્ત્રનુ સ્મરણ કર્યું. તે નાગાસ્ત્ર શીઘ્ર પ્રગટ થયુ' એટલે તે અસ્ત્રને ધનુષ સાથે જોડયું. તે વખતે રાફડામાંથી સર્પાની જેમ તેમાંથી અનેક સપેર્પ ઉત્પન્ન થયા. ભૂમિ અને આકાશમાં ફુંફાડા મારીને દોડતા એવા તે સર્પાએ ક્ષણવારમાં તિય ગ્લાકને પાતાળલાક જેવું કરી દીધુ. લાંખાં, ભય'કર અને કાળા એવા માટા સર્પ સ્ફુરણાયમાન થઇને હજારા કેતુઓની શંકા કરાવવા લાગ્યા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy