SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું કરવાને જાઉં છું.” પિતાનાં એવાં વચન સાંભળી બંને કુમારોએ કહ્યું-“પિતાજી! અશ્વગ્રીવ રાજાનું બળ તે અમારા જાણવામાં આવ્યું ! આ સિંહ એક પશુ છે, અને તેને ભયંકર જાણનાર તે પણ પશુ છે. હે પિતાજી ! તમે અહીં રહે, અમે બે ભાઈઓ જઈશું, અને સ્વલ્પ સમયમાં સિંહનો ઘાત કરશું. હે નરસિંહ ! તેવા કામમાં તમારે પોતાને શા માટે પ્રયાણ કરવું જોઈએ ?” રાજાએ ખેદથી કહ્યું-“તમે બન્ને કાર્યાકાર્યને નહીં જાણનારા અને કંઠમાં દુધવાળા હજી બાળક છે. હે કુમારે ! ઉન્મત્ત હાથીની જેમ તમેએ મારી રૂબરૂ જે એક વિપરીત કામ કર્યું તેનું તો આ ફલ પ્રાપ્ત થયેલું છે. તો હવે વળી તમે મારાથી દૂર રહીને જે કૃત્ય કરે તેનું તે શું ફલ થાય તે કહી શકાતું નથી. ” ત્રિપૃષ્ટ કહ્યું- “હે પિતાજી! બાલકોની જેમ તે મૂર્ખ અશ્વગ્રીવ બીજાઓને સિંહની બીક લગાડે છે, માટે આપ પ્રસાદ કરીને અહીં રહો, અને અમે જઈને તે અશ્વગ્રીવ રાજાના મનોરથો સહિત સિંહને ઘાત કરશું.” આ પ્રમાણે કહી મહાપ્રયાસે રાજાને સમજાવી તેમની આજ્ઞા લઈને તેઓ અલ્પ પરિવાર સાથે જ્યાં સિંહ હતો તે ભૂમિ તરફ આવ્યા. ત્યાં સિંહે હણેલા અનેક સુભટોના અસ્થિને ઢગલે જાણે તેને મૂર્તિમાનું અપયશ હોય તે જોવામાં આવ્યો. પછી સિંહના ભય વડે ઊંચા વૃક્ષ ઉપર ચડી ગયેલા શાળીના ક્ષેત્રના ખેડુઓને કુમારે એ પૂછયું-“અહીં રક્ષા કરવા આવનાર (સોળ હજાર) રાજાઓ સિંહથી કેવી રીતે આ શાળીક્ષેત્રની રક્ષા કરે છે?” ખેડુતોએ કહ્યું-“હે કુમારો ! હાથી, ઘોડા, રથ અને સુભટને સજજ કરી તેઓ વડે પ્રવાહને રોકવાની જેમ પોતાની તથા સિંહની વચમાં એક વ્યુહ રચે. પછી તૃષાતુર હાથી જેમ વાવમાં જળ પીવા જાય તેમ સિંહ આવીને તે સૈનિક વિગેરેને મારે અને ફાડી નાખે, પછી ચાલ્યો જાય; એવી રીતે પોતાના જીવિતની શંકા રાખતો એ સર્વ રાજાઓ અમારી રક્ષા કરે છે.” આવાં તેઓનાં વચન સાંભળી બળભદ્ર અને વાસુદેવ ખુશી થયા. પછી પિતાનું સૈન્ય ત્યાંજ રાખીને બંને જણ એકલા જયાં સિંહની ગુફા હતી ત્યાં તત્કાળ ગયા. મેઘની ગર્જના જે તેમના રથનો ઘોષ સાંભળી, બંદીના વૈષથી જેમ રાજા જાગે તેમ તરતજ સિંહ જાગ્યો. જાણે યમરાજની બે દીપિકા હોય તેવી વિકરાળ ધષ્ટિ કરતો, જાણે યમરાજનાજ ચામર હોય તેવી કેશાવળિને કંપાવતો અને જાણે રસાતળનું દ્વાર હોય તેવા મુખને બગાસાથી ફાડતો એ તે કેસરી પોતાની ગ્રીવાને કાંઈક સંકોચ કરતો આમ તેમ જોવા લાગ્યા. ‘આ કઈ માત્ર રથનાજ પરિવારવાળા બે પુરૂષો છે” એમ જાણી અવજ્ઞા બતાવીને એ સિંહ ફરીવાર કૃત્રિમ નિદ્રાથી સુઈ ગયો. તેની એવી સ્થિતિ જોઈ બળદેવે કહ્યું-“શાલના ક્ષેત્રનું રક્ષણ કરવા આવેલા રાજાઓએ હસ્તી વિગેરેનું પીને આ સિંહને ગવિત કર્યો જણાય છે. પછી તરતજ સિંહ ત્રિપૃષ્ટ કુમારે ત્યાં જઈ મદ્દ જેમ મલને બોલાવે તેમ એ મોટા સિંહને બોલાવ્યો. વિષ્ણુનો ઉગ્ર અવાજ સાંભળી સિંહ પોતાના મુખ ઉપર કાનની ટીશીયું ચડાવી “આ કઈ વીર છે એમ ચિંતવવા લાગ્યું. પછી તરતજ જાણે સાક્ષાત્ રૌદ્ર રસ હોય તેવો એ કેસરી મુખ ફાડીને ભયંકર ગર્જના કરતો પિતાના ગુદાદ્વારમાંથી બહાર નીકળે. તે વખતે જાણે સ્થળમાં રહેલા બે ખીલા હોય તેવા તેના મસ્તક પર બે કાન અકકડ રહેલા હતા, બે દીવીઓ પ્રદીપ્ત થઈ હોય તેવા પિંગલ નેત્ર હતાં, યમરાજનું જાણે શસ્ત્રગૃહ હોય તેવું દાઢે અને દાંતોથી ભરપૂર મુખ હતું, પાતાળમાંથી નીકળેલ જાણે તક્ષક નાગ હોય તેવી મુખની બહાર તેની જિડૂવા રહેલી હતી, યમરાજના ઘરનું તોરણ હોય તેવી મુખ ઉપર એક મોટી દાઢ હતી, અંતરમાં બળતા કોપરૂપી અગ્નિની શિખા હોય તેવી કેશાવલિ હતી. પ્રાણીઓના પ્રાણને
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy