SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે જે પ્રીતિ છે તેને આવા કારણથી એકદમ છોડવી નહીં. એ અસંઘ ! આ મારા કુમારનું માઠું આચરણ તમારે અશ્વગ્રીવ રાજાને નિવેદન કરવું નહીં. ક્ષમાવાન્ પુરુષોની એ જ ખરી કસોટી છે.” આ પ્રમાણેના સામ વચનરૂપ અમૃતની વૃષ્ટિથી જેને કોપરૂપ અગ્નિ શાંત થયેલ છે. એ ચંડવેગ નેહવડે કોમળ વાણીથી બેલ્યો-“હે રાજન્ ! તમારી સાથે લાંબા વખતનો નેહ હોવાને લીધે મેં જરાપણ કેપ કર્યો નથી. આમાં શું ક્ષમા કરવી છે ? તમારા જે કુમાર તે મારે મન કંઈ પારકા નથી. જ્યારે બાળક દુર્નય કરે ત્યારે તેને ઉપાલંભ દેવ એજ દંડ કહે છે, તેની ફરીયાદ કાંઈ લઈ જવાતી નથી, આવી લોકમાં પણ મર્યાદા છે. આ તમારા કુમારનું આવું આચરણ રાજા પાસે કહીશ નહીં. કારણકે હાથીના મુખમાં ભર્યને ગ્રાસ આપી શકાય છે પણ તેને પાછો બહાર કાઢો અશકય છે. હે રાજન્ ! તમે મારો વિશ્વાસ રાખજો અને હવે મને રજા આપે. મારા મનમાં કાંઈ પણ કલુષતા નથી.” આ પ્રમાણે કહેતા એ દૂતને બંધુની જેમ આલિંગન કરી અંજલિ જોડીને પ્રજાપતિ રાજાએ વિદાય કર્યો. ચંડવેગ દૂત કેટલેક દિવસે અશ્વગ્રીવ રાજાની પાસે પહોંચે, પણ તેના પરાભવની વાર્તા તે વધામણી આપનાર પુરુષની જેમ પ્રથમથીજ રાજાની પાસે પહોંચી ગઈ હતી; કારણકે ત્રિપુષ્ટના ત્રાસથી ભાગી ગયેલા ચંડવેગના પરિવારે પ્રથમથી જ આવીને એ બધી વાત રાજાની પાસે કહી હતી. વિશ્વન ગ્રાસ કરવા ઉદ્યત થયેલે જાણે યમરાજ હોય તેમ ઊંચી ગ્રીવા કરી રહેલા અને રાતા લેનવાળા અશ્વગ્રીવ રાજાને ચંડવેગે જે, એટલે તરત જ તેના મનમાં નિશ્ચય થયે કે જરૂર કેઈએ આવી રાજાને મારા પરાભવનું વૃત્તાંત જણું બું લાગે છે. રાજાના સેવકે આકૃતિ ઉપરથી જ મને ગત ભાવને જાણી શકે છે. રાજાએ પૂછ્યું, એટલે તેણે સર્વ વૃત્તાંત નિવેદન કરી દીધું. ઉગ્ર સ્વામીની આગળ અન્યથા કહેવાને કણ સમર્થ છે? પછી પોતે પ્રજાપતિ રાજા પાસે જે કબુલાત આપેલી તેનું સ્મરણ કરીને તેણે કહ્યું-“હે દેવ ! મારા જેવો જ પ્રજાપતિ રાજા આપના ભક્ત છે, અને તેન કુમારે જે આ કરેલું છે તે બાળપણામાં સુલભ એવી તેમની અજ્ઞતા છે. પિતાના કુમારોના આવા કૃત્યથી તે રાજા ઘણો ખેદ પામ્યો છે. સર્વ રાજાઓમાં જેવી રીતે શક્તિવડે તમે અતિશયપણને પ્રાપ્ત થયેલા છે, તેવી જ રીતે પ્રજાપતિ રાજા તમારા ઉપર ભક્તિવડે સર્વથી અતિશય ભક્તિમાન થયેલ છે. તે રાજા પિતાને કુમારના આ દેષથી પિતાના આત્માને ઘણો નિંદતો હતો, અને તેથી તમારા શાસનને ગ્રહણ કરીને તેણે આ ભેટ આપેલી છે.” આ પ્રમાણે કહીને દ્વત વિરામ પામ્યો, એટલે હયગ્રીવ વિચારવા લાગ્યો કે “પેલા નિમિત્તિયાની વાણીના એક વચનની તે ખરેખર પ્રતીતિ જોવામાં આવી છે, પણ જે હવે સિંહના વધ રૂપ બીજા વચનની પ્રતીતિ થાય તે બરાબર શંકાસ્થાન પ્રાપ્ત થયું એમ માની શકાય.” આવો વિચાર કરીને તેણે એક બીજા દૂતને મોકલી પ્રજાપતિ રાજાને કહેવરાવ્યું કે “તમે સિંહના ઉપદ્રવથી શાળીના ક્ષેત્રોની રક્ષા કરો” અશ્વગ્રીવની આવી આજ્ઞા આવતાં રાજાએ ત્રિપુષ્ટ અને અચલકુમારને બોલાવી કહ્યું –“હે કુમાર ! સિંહવડે થતા ઉપદ્રવથી શાળીક્ષેત્રની રક્ષા કરવાની જે આ અકસ્માત્ આજ્ઞા થઈ તે તમારું દુરાચરણ તત્કાળ ફલિત થયું છે. હવે જે આ તેમની આજ્ઞાનું અકાળે ખંડન કરશું તો અશ્વગ્રીવ રાજા યમરૂપ થશે, અને જે તેની આજ્ઞાનું ખંડન નહીં કરીએ તો સિંહ યમરૂપ થશે; આ પ્રમાણે બંને રીતે આપણી ઉપર અપમૃત્યુ પ્રાપ્ત થયેલ છે; તથાપિ હે વત્સ ! હાલતો હું સિંહથી રક્ષા
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy