SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૪ થ તે મૃગાવતીની કુક્ષિમાં અવતર્યાં. રાત્રિને પાછલે પહેારે વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વપ્ર મૃગાવતી દેવીએ સુખે સુતાં સુતાં જોયાં. પહેલે સ્વપ્ને કુકુમની જેવી અરૂણ કેસરાવાળા, ચંદ્રની રેખા જેવા તીક્ષ્ણ નખવાળા અને ચામરની જેવા પુચ્છને ધારણ કરનારા યુવાન કેસરીસિંહ જોયા. બીજે સ્વપ્ન જેમના હાથ (શુઢ )માં ક્ષીરાદકે ભરેલા કુંભ છે એવા એ હસ્તીએથી જેને અભિષેક થાય છે એવા પદ્માસનપર બેઠેલા લક્ષ્મીદેવી જોયા. ત્રીજે સ્વપ્ને મહા અંધકારને વિદારતા, રાત્રિને દિવસ કરતા અને ઉગ્ર તેજને પ્રસરાવતા સૂર્ય જોયા. ચેાથે સ્વપ્ને સ્વચ્છ અને સ્વાષ્ટિ જલથી ભરેલા, મુખપર પુ'ડરીક કમલાથી અર્ચિત થયેલા અને સુવણૅની ઘટા તથા પુષ્પની માળાવાળા કુંભ જોયા. પાંચમે સ્વપ્ને અનેક જાતિના જલચર પ્રાણીઓથી ભરેલા, રત્નાના સમૂહથી પ્રકાશતા અને ગગનમાં કલ્લાલને ઉછાળતા સમુદ્ર જોયા.છઠ્ઠું સ્વપ્ન પાંચવણના મણિએની કાંતિના પ્રસરથી આકાશના આંગણામાં ઇંદ્રધનુષ્યની શાભાને વિસ્તારતા રત્નનેા રાશિ જોવામાં આવ્યા. સાતમે સ્વપ્ને જવાલાથી આકાશને પવિત કરતા અને દૃષ્ટિને આલેાકવડે સુખ આપતા નિમ અગ્નિ જોવામાં આવ્યેા. ૮૧ આ પ્રમાણે સાત સ્વસ જોઇ મૃગાવતી જાગી, અને તેણે રાજાને તે વાર્તા જણાવી. રાજાએ કહ્યું- દેવિ ! આ સ્વસથી તમારે અદ્ધ ચક્રી ( વાસુદેવ ) પુત્ર થશે.’ પ્રાતઃકાલે રાજાએ નિમિત્તિયાને ખેલાવીને પણ પૂછ્યું, ત્યારે તેએએ પણ સ્વનું ફૂલ તેજ પ્રમાણે કહ્યું. બુદ્ધિવાન પુરુષાના ખેલવામાં ફેર પડતાજ નથી. ગર્ભ સમય પૂર્ણ થયા ત્યારે દેવીએ સર્વ લક્ષણાથી લક્ષિત એ’શી ધનુષ ઊંચા શરીરવાળા અને કૃષ્ણ વણુ વાળા એક પુત્ર પ્રસબ્યા, તેવખતે દિશાએ પ્રસન્ન થઈ. પૃથ્વી ઉલ્લાસ પામી, અને રાજાના મનની પેઠે સર્વ જના હર્ષ પામ્યા. ગોપાલ જેમ વાડામાંથી ગાયાને છેડે તેમ હ પામેલા રિપુપ્રતિશત્રુ રાજાએ પૂર્વે કેદ કરેલા પુરુષોને કારાગારમાંથી છેડી મૂકયા. આવનારી વાસુદેવપણાની લક્ષ્મીને જાણે તે અગાઉથી સ્થાન કરી આપતા હેાય તેમ કામધેનુની જેમ યાચકાને ઈચ્છાનુસાર દાન આપવા લાગ્યા. લેાકેામાં પણ પુત્રવિવાહની જેમ તે રાજપુત્રના જન્મના મોટો ઉત્સવ પ્રવર્તી રહ્યો. હાથમાં મંગલિક વસ્તુઓ લઇને સૌભાગ્યવતી સ્ત્રીએ રાજમદિરમાં આવવા લાગી. ત્યાં ન સમાવાથી તેમના પરસ્પર સંઘ વડે ગામમાં પણ મેાટી ભીડ થઈ પડી. રાજગૃહની જેમ શહે ૨માં પણ ઠેકાણે ઠેકાણે તારણ ખાંધવામાં આવ્યાં, અને સ્થાને સ્થાને સંગીત પ્રવર્તી રહ્યાં. પુત્રના પૃષ્ઠ ઉપર ત્રણ વશ જોઇને રાજાએ મેાટા ઉત્સવથી તેનું ત્રિપૃષ્ટ એવું નામ પાડયું. ધાત્રીઓએ લાલનપાલન કરેલા અને અચલ ખલદેવની સાથે ક્રીડા કરતા ત્રિપૃષ્ટ કુમાર ધીમે ધીમે વધવા લાગ્યા. માવતની પછવાડે બાળહસ્તીની જેમ આગળ ચાલતા અલભદ્રની પછવાડે પગના ઘુઘરા વગાડતો એ ત્રિપૃષ્ટ કુમાર ક્રીડા કરવા લાગ્યા. યોગ્ય વય થતાં દણ જેમ પ્રતિષિ`ખને ગ્રહણ કરે તેમ એ મહાપ્રાન કુમારે ઉપાધ્યાયને સાક્ષીભૂત કરી લીલામાત્રમાં સ` કળા ગ્રહણ કરી લીધી, અનુક્રમે કવચ ધરનાર અને દૃઢ વક્ષસ્થલવાળા એ મહાભુજ કુમાર, જો કે અનુજ હતા તાપણુ જાણે અલભદ્રના વયસ્ય ( મિત્ર ) હાય તેમ દેખાવા લાગ્યા. અંતર રહિત નિત્ય ક્રીડા કરતા એ બને ભાઈ જાણે મૂર્ત્તિવંત શુકલ અને કૃષ્ણપક્ષ હોય તેમ શાભવા લાગ્યા. નીલ અને પીળાં વસ્ત્રને ધારણ કરનાર અને તાડ તથા ગરૂડના ચિન્હવાળા તે અને ભાઈ જાણે સુવર્ણગિરિ તથા અંજનગિરિ હોય તેવા શેાભતા હતા, તે બલદેવ અને વાસુદેવ ક્રીડાથી ચાલતા તાપણુ ૧૧
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy