SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૧ લા લાગી. કદીના સ્તંભના જેવા ક્રમે કરી વર્તુલાકાર ઉરૂ શાભવા લાગ્યા, અને જાણે ઊચી નાલવાળા એ કમળ હેાય તેવા સરલ જઘાવાળા ચરણ જણાવા લાગ્યા. આ પ્રમાણે નવીન ચૌવનની લક્ષ્મીથી જેના દરેક અંગ વિભકત થયેલા છે એવી એ મૃગાવતી જાણે વિદ્યાધરીએની અધિષ્ઠાત્રી દેવી હોય તેવી શે।ભવા લાગી. જેમ જેમ મૃગાવતીની યૌવનાવસ્થા વધતી ગઈ, તેમ તેમ ભદ્રાદેવીને તેના વરને માટે ચિંતા પણ વધવા લાગી. એક્દા ભદ્રાદેવીએ ‘ મારી માફ્ક રાજાને પણ આના પતિને માટે ચિંતા થાએ' એમ ધારીને મૃગાવતીને રાજાની પાસે માકલી. તેને જોઇને કામદેવના ખાણથી વિધુર બનેલેા રાજા ‘આ પુત્રી છે' એમ જાણે ન જાણતા હોય તેમ હૃદયમાં ચિંતવવા લાગ્યા—“ અહા ! ત્રણ જગત્ની સ્ત્રીઓને વિજય કરવામાં પ્રવીણ એવુ આ સ્ત્રીનું સૌંદર્ય ખરેખર કામદેવનું વિજયી અસ્ત્ર છે. ભૂમિ અને સ્વર્ગનું સામ્રાજ્ય મળવુ સુલભ છે, પણ આ હૃદયવલ્લભા ખાલા ( સ્ત્રી ) મળવી ઘણી દુર્લભ છે. સુર, અસુર અને નરપતિએના પુણ્યથી પણ અધિક અને સેકડા જન્માંતરમાં ઉપજેલાં મારાં પુણ્યાથીજ મને આ ખાલા પ્રાપ્ત થઈ છે.’’ આ પ્રમાણે વિચારીને રિપુપ્રતિશત્રુ રાજાએ મધુર આલાપે ખેલાવી એ પ્રાણવશ્ર્વભા ખાલાને તરત ઉત્સ’ગમાં બેસાડી, સ્પર્શ, આલિંગન અને ચુ'મનથી અનુરાગ બતાવીને પછી તે સુંદરીને વૃદ્ધ કંચુકીઓની સાથે રાજાએ અંતઃપુરમાં માકલાવી દીધી. પછી લેાકાપવાદથી ખચવાને માટે એકવાર રાજાએ અધિકારી વર્ગ સાથે પુરજાને ખાલાવીને આ પ્રમાણે પૂછ્યું“મારી ભૂમિમાં, ગામમાં, ઘરમાં કે કોઇ બીજા સ્થાનમાં રત્ન ઉત્પન્ન થાય તે કોનું ગણાય તે તમે કહેા,’ લાકોએ કહ્યું–“તમારી ભૂમિમાં જે રત્ન ઉત્પન્ન થાય તેના સ્વામી થવાને તમે ચાગ્ય છે, બીજા કોઈપણ યાગ્ય નથી.” એવી રીતે ત્રણવાર નિર્ણય કરાવીને પછી પેાતાની મૃગાવતી કન્યા બતાવીને ફરીવાર કહ્યું-આ મારૂં કન્યારત્ન છે, તેને હું તમારી આજ્ઞાથી પરણીશ.” આવાં રાજાનાં વચનથી નગરજના લજજા પામી પેાતાતાને ઘેર ગયા. પછી રાજા ગાંધવ વિવાહથી પાતાની પુત્રીને પરણ્યા. રાજા પેાતાનીજ પુત્રીના પતિ થયે તેથી પૃથ્વી ઉપર તેનું પ્રજાપતિ એવું નામ પ્રખ્યાત થયુ'. સર્વ લેાકમાં ઉપહાસ્ય કરવા ચેગ્ય અને ઘણી લજ્જા પમાડનારૂં આવું પાતાના પતિનું નવીન કુલકલ`ક સાંભળી ભદ્રાદેવી ઘણી લજ્જા પામી. ૮. પછી પાતાના અચલ કુમારને સાથે લઈ તે દક્ષિણ દેશમાં ચાલી ગઈ. કારણકે જ્યાં દુનાના મ્હેણાનાં વચના ન સાંભળવાં પડે તે દેશ જ ઉત્તમ સમજવા. જાણે નવા વિશ્વકર્મા હોય એવા એ અચલ કુમારે એ દેશમાં પેાતાની માતાને માટે માહેશ્વરી નામે એક નગરી વસાવી, પછી કુબેરે જેમ અયેાધ્યાને ધનથી પૂરી હતી તેમ અચલ અલદેવે એ નગરીને બીજે ઠેકાણેથી લાવી લાવીને ધનવડે પૂરી દ્વીધી. પછી તેણે કુલીન પ્રધાને અને આત્મરક્ષક સેવકોની સંભાળ નીચે જાણે મૂર્તિમાન પૂરદેવી હેાય તેવી પાતાની માતાને તે નગરીમાં રાખ્યાં. સ્ત્રીઓનું શિરારત્ન ભાદેવી પણ શીલરૂપી અલંકારને ધારણ કરી દેવપૂજાદિક ષટ્ કર્મમાં તત્પરણે તે નગરીમાં રહેવા લાગ્યા. પછી ભક્તિમાન એવા અચલ કુમાર પોતનપુર નગરમાં પોતાના પિતા પાસે આવ્યા. જેવા તેવા પિતા પણ સત્પુરૂષોને પૂજ્ય છે, અચલ કુમાર પૂર્વ પ્રમાણેજ પિતાની સેવા કરતા ત્યાં રહ્યો. વિદ્વાના પૂજ્યપુરૂ ષના ચરિત્રની ચર્ચા કરતા નથી. હવે ચંદ્રને રાહિણીની જેમ રાજાએ તે મૃગલાચના મૃગાવતીને પટરાણીની પઢવીએ સ્થાપન કરી, કેટલાક કાળ ગયા પછી વિશ્વભૂતિ મુનિનેા જીવ મહાશુક્ર દેવલાકથી ચવીને
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy