SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ સર્ગ ૧ લે ભાદ્રપદ માસની કૃષ્ણ દ્વાદશીને દિવસે શ્રવણ નક્ષત્રમાં વિષ્ણુદેવીએ ગેંડાના ચિન્હવાળા સુવર્ણવણું પુત્રને જન્મ આપે. તે વખતે આસનકંપથી પ્રભુના જન્મને જાણીને અધેલકમાં વસનારી ભેગંકરાદિક આઠ દિકુમારીએ ત્યાં આવી. તેઓ તીર્થકરની માતાને નમસ્કાર કરી “ તમે ભય પામશે નહીં' એમ કહી પોતાના આત્માને જણાવી સૂતિકા ગૃહની તરફ એક યોજન સુધી સંવત્તક વાયુવડે જમીનને સાફ કરીને માતાની નજીક ગાયન કરતી ઉભી રહી. નંદન ઉદ્યાન માંહેના કુટ ઉપર રહેનારી હોવાથી ઊર્વ લોક સંબંધી મેઘકરાદિક આઠ દિર્કન્યાઓએ આવી દેવીને પ્રણામ કરી પિતાને ઓળખાવી સુગંધી જળ યુક્ત વાદળ વિકુવીને સૂતિકાગ્રહની ચારે તરફ એક યોજન પૃથ્વી પર જળસિંચન કર્યું. પછી પુષ્પવૃષ્ટિ કરીને તથા સુંદર ધૂપને સળગાવીને વિષ્ણુદેવીની નજીક અહંત ગુણોને ગાતી ઉભી રહી. પછી પૂર્વ રૂચકથી નદત્તરાદિક આઠ કુમારીએ, દક્ષિણ રૂચકથી સમાહારાદિક આઠ કુમારીઓ, પશ્ચિમ રૂચકથી ઈલાદિક આઠ કુમારીઓ અને ઉત્તર રૂચકથી આલંબ દક આઠ કુમારીએ આવીને અહંતને તથા માતાને નમસ્કાર કરી, પિતાને ઓળખાવી દર્પણ, ઝારી, પંખા અને શ્વેત ચામરને ધારણ કરી પૂર્વાદિક દિશાઓમાં અનુક્રમે ગાયન કરતી ઉભી રહી. રૂચક પર્વતની વિદિશાઓમાંથી ચિત્રાદિક ચાર કુમારીએ આવી પૂર્વ પ્રમાણે નમસ્કાર કરી હાથમાં દીપક લઈ વિદિશાઓમાં ગાયન કરતી ઉભી રહી. રૂચક દ્વીપમાં રહેનારી રૂપાદિક ચાર દિકુમારીઓએ ત્યાં આવી હતી તથા તેમની માતાને નમસ્કાર કરી પોતાને ઓળખાવી ચાર અંગુલથી અધિક પ્રભુના નાળનું છેદન કર્યું, અને તે ત્યાંજ ખાડે ખોદી તેમાં લેપન કર્યું. તે વિવરને વજી રત્નથી પૂરી તેની ઉપર અપૂર્વ ધ્રોવડે નિબિડ પીઠિકા બાંધી; પછી તેમણે સૂતિકાગ્રહની ત્રણ દિશાઓમાં સિંહાસન અને ચતુઃ શાલ સહિત ત્રણ કદલીગૃહો રચ્યાં, અને પ્રભુને હાથમાં તથા માતાને ભજાપર ગ્રહણ કરી દક્ષિણ દિશાના કદલીગૃહમાં ચતુ:શાલની મધ્યમાં સિંહાસન ઉપર સ્થાપન કર્યા. ત્યાં શતપાકાદિક તલથી બંનેને મદન કરી સુગંધી દ્રવ્ય અને સૂક્ષ્મ પીઠીવડે સુખસ્પર્શથી તેમનું ઉદ્વર્તન કર્યું. ત્યાંથી પૂર્વ દિશાના કદલીગૃહના ચતુઃશાલવાળા સિંહાસન પર લઈ જઈ ત્યાં ગંધ પુષ્પવાળા શુદ્ધ જળવડે તેઓને સ્નાન કરાવ્યું. પછી વસ્ત્ર અલંકારાદિક પહેરાવી ઉત્તરના કદલીગૃહના ચતુઃશાલવાળા સિંહાસન પર બેસાડયા. પછી અરણીમાંથી ઉત્પન્ન કરેલા અગ્નિથી ગશીર્ષચંદન બાળી તેની ભસ્મથી બંનેને હાથે રક્ષાગ્રંથિ બાંધી અને પર્વતના જેવું આયુષ્ય થાઓ.” એમ પ્રભુના કાનમાં કહીને રનમય પાષાણના બે ગોળા સામસામા અથડાવ્યા. પછી પ્રભુને તથા માતાને સૂતિકાગ્રહમાં લઈ જઈને તેમની પાસે તેઓ મંગલિક ગીત ગાવા લાગી ત્યાર પછી તે સર્વ સ્વસ્થાનકે ગઈ. એટલે ઇદ્ર અવધિજ્ઞાનવડે પ્રભુના જન્મને જાણીને ત્યાં આવી, પાલક વિમાનવડે પ્રભુના સૂતિકાગ્રહની પ્રદક્ષિણા કરી અને ઈશાન દિશામાં પાલક વિમાનને રાખી સૂતિકાગ્રહની અંદર પ્રવેશ કરી અહંતને તથા માતાને નમસ્કાર કર્યો. પછી માતાને અવસ્થાપિની નિદ્રા આપી તેમની પડખે પ્રભુનું પ્રતિબિંબ મૂકી છે પિતાના પાંચ રૂપ વિકુવ્ય. એક રૂપે પ્રભુને ધારણ કરી બીજે રૂપે માથે છત્ર ધર્યું; બે બાજુ ચામર ધારણ કર્યા, અને એક રૂપે વજ લઈને પ્રભુની આગળ ચાલે. ક્ષણવારમાં મેરૂ પર્વત પર અતિપાંડુકબલા શિલા ઉપર ઈદ્ર આવ્યો. ત્યાં ઉત્સગમાં પ્રભુને રાખી સિંહાસન ઉપર બેઠો. પછી અમ્યુત વિગેરે નવ કલાઁદ્રો, ચમર વિગેરે વિશ ભવનપતિના ઈદ્રો, કાલ વિગેરે બત્રીશ વ્યંતરોના ઇદ્રો અને સૂર્ય તથા ચંદ્ર એ બે જ્યોતિષ્કના ઇંદ્રા સર્વે મળીને ત્રેસઠ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy