SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૪ થું ૭૩. પડે છે, તેથી તે રંગબેરંગી પટની શોભાને ધારણ કરે છે. તે નગરના કિલ્લાની મેખલામાં મેઘ આવી આવીને વિશ્રામ લે છે, તે દષ્ટિદેષની રક્ષાને માટે જાણે કાજળને તિલક કર્યા હોય તેવા જણાય છે. ત્યાંના ધનાઢય લોકોના ઘરોમાં ફરતી સ્ત્રીઓના સુંદર નુપૂરશબ્દોવડે લક્ષ્મીદેવી હંમેશાં સંગીતઉત્સવ કરતી હતી. જ્યારે વરસાદ વરસતો ત્યારે તે નગરીના ગૃહોમાંથી પ્રસરતા જળના પ્રવાહ રત્નોને તાણી જતા હતા જેથી તે વખતે રત્નાકરના પ્રવાહની તુલનાને પામતા હતા. આ સુંદર નગરમાં યશવડે વ્યાસ, ભુજપરાક્રમથી સમર્થ અને વિષ્ણુના જેવા પરાક્રમવાળો વિષ્ણરાજ નામે રાજા હતો. તેનામાં ઇંદ્રિયજય નામે એ એક ઉત્તમ ગુણ હતું કે જે પૃથ્વીમાં નાખેલું બીજ જેમ ધાન્યરાશિને ઉત્પન્ન કરે તેમ ગુણરાશિને ઉત્પન્ન કરતે હતો. પ્રણામ કરનાર ઉપર તુષ્ટ થયેલી અને શત્રુ ઉપર રૂષ્ટ થયેલી તે રાજાની દૃષ્ટિ લક્ષમીથી અને ભીતિ (ભય) ની સ્વયંવર માલારૂપ થતી હતી. જેમ ગ્યતાથી દાનધર્મ અને સત્ય વચનથી વાણી શોભે તેમ ઉજજવળ યશથી તેનું પરાક્રમ શોભતું હતું. શૌર્ય, ગાંભીર્ય અને ધેર્યાદિક ગુણોનું, ક્રોડાનું તથા સંગીતનું તે એક સ્થાન હતો. ઇંદ્રને જેમ ઈંદ્રાણુ તેમ સ્થિરતાના ગુણથી જાણે બીજી પૃથ્વી હોય તેવી સ્વરૂપથી પ્રકાશિત વિષ્ણુ નામે તેને પત્ની હતી. તે શિરીષના પુષ્પ જેવા કોમલ પોતાના શરીર ઉપર ખગની ધારા જેવું તીણુ સતીવ્રતરૂપ આભૂષણ ધારણ કરતી હતી. જેમ મહારાજા વિષણુ પરાક્રમથી અનુપમ હતા તેમ તે રાણી રૂપલાવણ્યની સંપત્તિથી અનુપમ હતી. તે પિતાની ગતિમાંજ મંદ હતી પણ ધર્મકાર્યમાં મંદ નહોતી, અને દેહના મધ્ય ભાગમાં જ તુચ્છ (કૃશ) હતી પણ આશય (વિચારો) માં તુછ નહોતી. પરસ્પર જાણે તેમનું ચિત્ત પરોવાયેલું હોય તેમ નિર્વિદને ક્રીડા કરતા તે રાજા અને રાણીને પરસ્પર અક્ષય પ્રીતિ બંધાયેલી હતી. - આ તરફ મહાશુક્ર દેવલોકમાંથી નલિનગુલમ રાજાને જીવ પોતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી, જ્યેષ્ઠ માસની કૃષ્ણ ષષ્ટીએ ચંદ્ર શ્રવણનક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવીને વિષ્ણુદેવીની કુક્ષિમાં અવતર્યો. તે વખતે નારકીઓને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો; કારણ કે તીર્થકરોના દરેક કલ્યાણકમાં એક ક્ષણ એમ થાય છે. તે વખતે વિષ્ણુદેવીએ તીર્થકરના જન્મને સૂચવને રાં ચોદ મહાસ્વને મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પ્રથમ સ્વને જાણે સંક્ષેપેલો શૈતાઢય પર્વત હોય તેવે શ્વેતવર્ણી હસ્તી, બીજે સ્વપ્ન મસ્ય સહિત શરદઋતુનો મેઘ હોય તેવો ઊંચા ગવાળા વેત ઋષભ, જાણે છત્ર ધર્યું હોય તે ઊંચા પુચ્છવાળા કેશરીસિંહ, જાણે બીજી પોતાની મૂર્તિ હોય તેવી અભિષેક થતી લક્ષ્મીદેવી, જાણે પિતાનો મૂત્તિમાન્ યશ હોય તેવી સુગંધી પુષ્પમાલા, જાણે અમૃતનો કુંડ હોય તે સ્ના સહિત પૂર્ણિમાનો ચંદ્ર, જાણે દેવલોકનું સીમંત રતન હોય તેવું દેદિપ્યમાન સૂર્યમંડળ, શાખાઓ યુક્ત વૃક્ષ હોય તેવો ચપળ પતાકાઓવાળે વજ, જાણે કલ્યાણ ભંડાર હોય તેવો પૂર્ણ કુંભ, જાણે બીજો પદ્મહદ હોય તેવું મોટા પદ્મવાળું સવર, જાણે સ્વર્ગ પર ચડવાને ઈચ્છતો હોય તેવો ઉછળતા મોજાવાળે સમુદ્ર, પાલક વિમાનનો અનુજ બંધુ હોય તેવું ઉત્તમ વિમાન, રત્નાકરનું સર્વસ્વ હેય તે રત્નપુંજ અને મોટા મંડલને હરનાર નિર્ધમ અગ્નિ: આ પ્રમાણે ચૌદ સ્વપ્ન જોયાં. ૧. નાનો ભાઈ. ૧૦
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy