SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લુ' ६७ આજ્ઞા વચનની સાથે જ સિદ્ધ થાય છે. પછી ઇંદ્રે આભિયાગિક દેવતાને આજ્ઞા કરી કે તમે ચારે નિકાયના દેવામાં ઉદ્ઘાષણા કરી કે–અહંતનું અને તેમની માતાનું જે કેાઈ અશુભ ચિંતવશે તેનુ' મસ્તક અ કમ'જરીના પેઠે સાત પ્રકારે ભેદાશે.’ ગુરુની વાણીને જેમ શિષ્યા ઊંચા સ્વરથી ઉદ્ઘાષિત કરે તેમ તેઓએ ભુવનપતિ, વ્યંતર જ્યે તિષી અને વૈમાનિક દેવતાઓને વિષે તે પ્રમાણે ઉદ્યેષણા કરી. પછી સૂર્ય જેમ વાદળામાં જળના સંક્રમ કરે તેમ ઇંદ્રે ભગવાનના અ'ગુષ્ઠમાં અનેક પ્રકારના રસે ભરેલી અમૃતમય નાડી સ'ક્રમાવી. અર્થાત્ અનુષ્ઠમાં અમૃતના સંચાર કર્યાં. અર્હતા સ્તનપાન કરતા નથી તેથી જ્યારે તેમને ક્ષુધા ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પોતાની મેળે જ અમૃત રસને વર્ષવનાર અંગુષ્ઠ મુખમાં લઈ ને ચૂસે છે. પછી પ્રભુનું સર્વ પ્રકારનું ધાત્રીકમ કરવાને માટે ઈન્દ્ર પાંચ અપ્સરાઓને ધાત્રી (ધાવમાતા) થઈ ને ત્યાં રહેવાની આજ્ઞા કરી. જિનસ્નાત્ર થઈ રહ્યા પછી ઇદ્ર ભગવંતને મૂકવા આવ્યા તે સમયે ઘણા દેવતાઓ મેરુશિખરથી પરભાર્યા નદીશ્વરદ્વીપે ગયા. સૌધર્મેદ્ર પણ નાભિપુત્રને તેમના મંદિરમાં મૂકી સ્વવાસીએના નિવાસરૂપ ન દીશ્વરઢીપે ગયા અને ત્યાં પૂર્વ દિશામાં રહેલ ક્ષુદ્રમેરુર જેવડા પ્રમાણવાળા દેવમણ નામના અંજનગિર ઉપર ઉતર્યા. ત્યાં તેમણે વિચિત્ર મણિની પીઠિકાવાળા ચૈત્યવ્રુક્ષ અને ઇંદ્રધ્વજ વડે અંકિત અને ચાર દ્વારવાળા ચૈત્યમાં પ્રવેશ કર્યા અને અષ્ટાÊનિકા ઉત્સવપૂર્વક ઋષભાદિક અહં "તાની શાશ્ર્વતી પ્રતિમાની તેણે પૂજા કરી. તે અંજગિરિની ચાર દિશામાં ચાર મેાટી વાપિકાએ છે અને તેમાં એકેક સ્ફટિક મણિને ધિમુખ પર્યંત છે. તે ચારે પવ તાથી ઉપરના રૌત્યામાં શાશ્ર્વતા અ`તાની પ્રતિમાઓ છે. શક્રેન્દ્રના ચાર પાળાએ અષ્ટાહ્િનકા ઉત્સવપૂર્વક તે પ્રતિમાની યથાવિધિ પૂજા કરી. ઈશાનઇંદ્ર ઉત્તર દિશામાં રહેલા નિત્યરમણીક એવા રમણીય નામનો અંજનગિરિ ઉપર ઉતર્યા, અને તેણે તે પર્યંતની ઉપર રહેલા ચૈત્યમાં પૂર્વ પ્રમાણે જ શાશ્વતી પ્રતિમાની અાહ્િનકા ઉત્સવપૂર્વક પૂજા કરી. તેના પિાળાએ તે પર્વ તની ચારે બાજુની ચાર વાવડીમાં રહેલા ધિમુખ પ તા ઉપરના ચૈત્યમાંહેની શાશ્ર્વત પ્રતિમાઓના તે પ્રમાણે જ અઠ્ઠાઈ મહાત્સવ કર્યા. ચમરેંદ્ર દક્ષિણ દિશામાં રહેલા નિત્યોદ્યોત નામના અજનાદ્રિ ઉપર ઉતર્યા, રત્નાથી નિત્ય પ્રકાશવાળા તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાંહેની શાશ્વત પ્રતિમાની તેણે માટી ભક્તિથી માહ્નિકા મહાત્સવપૂર્વક પૂજા કરી અને તેની ક્તી ચાર વાપિકાની અંદર રહેલા ચાર ધિમુખ પર્યંત ઉપરના ચૈત્યેામાં તેનાં ચાર લાકપાળાએ અચલ ચિત્તથી મહાત્સવપૂર્વક તંત્રસ્થ પ્રતિમાની પૂજા કરી. અલિ નામે ઇદ્ર પશ્ચિમ દિશામાં રહેલા સ્વયંપ્રભ નામના અંજનિગર ઉપર મેઘની જેવા પ્રભાવથી ઉતર્યા. તેણે તે પર્યંત ઉપર રહેલા ચૈત્યમાં દેવતાઓની દૃષ્ટિને પવિત્રકરનાર એવી શાશ્ર્વતી ૠષભાદિ અહંતની પ્રતિમાઓના ઉત્સવ કર્યા, તેના ચાર લાકપાલાએ પણ તે અંજનિગિરની ચાર દિશામાં રહેલી ચાર વાપિકાની અંદર રહેલા ધિમુખ પ ત ઉપરની શાશ્ર્વતી પ્રતિ માના ઉત્સવ કર્યા. એવી રીતે સર્વ દેવતાએ નીશ્વરદ્વીપે મહિમા-ઉત્સવ કરીને જેમ આવ્યા હતા તેમ પાતપાતાના સ્થાન પ્રત્યે ગયા. ત ૧. અ કણજરી એક જાતના વૃક્ષની માંજર છે, તે જ્યારે પકવ થઈને ફૂટે છે ત્યારે તેના સાત ભાગ થઈ જાય છે. ૨. ખીજા ચાર નાના મેરુ ૮૪૦૦૦ યાજન ઊંચા છે તેટલા ઊંચા ૩. ઋષભ, ચંદ્રાનન, વારિષણ ને વસાન એ ચાર નામની જ શાશ્વતી પ્રતિમાઓ છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy