SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ १६ સગર જે ગ્રહણ કરી જવલાયતમાન કાંતિવાળી તે આરાત્રિકથી પ્રકાશવંત ઔષધિવાળા શિખર વડે જેમ મહાગિરિ શોભે તેમ ઇંદ્ર શોભવા લાગ્યો. શ્રદ્ધાળુ દેવતાઓએ જેમ પુષ્પસમૂહ વેરેલો છે એવી તે આરાત્રિક ઈદ્ર પ્રભુને ત્રણ વાર ઉતારી. પછી ભક્તિથી રોમાંચિત થઈ શકસ્તવ વડે વંદન કરી ઈદ્ર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો “હે જગન્નાથ! હે ગેલેકચકમલમાર્તડ હે સંસારરૂપી મરુસ્થળમાં કલ્પવૃક્ષ! હે વિદ્ધરણ બાંધવ! હું તમને નમસ્કાર કરું છું. હે પ્રભુ! એ મુહૂર્ત પણ વંદન કરવા ગ્ય છે કે જે મુહૂર્તમાં ધર્મને જન્મ આપનારા-અપુનર્જન્મા–વિધ જંતુઓના જન્મદુઃખનું છેદન કરનારા આપને જન્મ થયો છે. હે નાથ ! આ વખતે તમારા જન્માભિષેકના જળના પુરથી લાવિત થયેલી અને યત્ન કર્યા સિવાય જેને મલ દ્વર થયે છે એવી આ રત્નપ્રભા પૃથ્વી સત્ય નામવાળી થઈ છે. હે પ્રભુ ! જે મનુષ્ય તમારું અહર્નિશ દર્શન કરશે તેઓને ધન્ય છે; અમે તો અવસરે જ આપનું દર્શન કરનારા છીએ. હે સ્વામી ! ભરતક્ષેત્રના જંતુઓને મોક્ષમાર્ગ ખીલાઈ ગયા છે તેને આપ નવીન પાંથી થઈ પુનઃ પ્રગટ કરશે. હે પ્રભુ! તમારી અમૃતના તરંગ જેવી ધર્મદેશના તે દૂર રહો પરંતુ તમારું દર્શન પણ પ્રાણીઓનું શ્રેય કરનાર છે. હે ભવતારક ! તમારી ઉપમાને પાત્ર કોઈ નથી તેથી હું તો તમારી તુલ્ય તમે જ છો એમ કહું છું, એટલે હવે વધારે સ્તતિ કેવી રીતે કરવી? હે નાથ ! તમારા સભૂતાર્થ ગુણોને પણ કહેવાને હું અસમર્થ છું, કેમકે સ્વયંભૂરમણ સમુદ્રના જલને કોણ માપી શકે ?” એવી રીતે જગત્પતિની સ્તુતિ કરીને પ્રમોદથી જેનું મન સુગંધમય થઈ ગયું છે એવા શકેદ્ર પ્રથમ પ્રમાણે પિતાના પાંચ રૂપ કર્યા. તેમાંથી અપ્રમકર એવા એક રૂપે ઇશાન ઇદ્રના ઉલ્લંગમાંથી રહસ્યની પેઠે જગત્પતિને પિતાના હૃદય ઉપર ગ્રહણ કર્યા. સ્વામીની સેવા જાણનારા ઈદ્રનાં બીજાં રૂપ જાણે નિયુક્ત કર્યા હોય તેમ પૂર્વની પેઠે સ્વામી સંબંધી પોતપોતાના કાર્યો કરવા લાગ્યા. પછી પોતાના દેવતાઓથી પરિવૃત્ત અમરાણી (શક્રેન્દ્ર) ત્યાંથી આકાશમાર્ગે ચાલી મરુદેવાએ અલંકૃત કરેલા મંદિર પ્રત્યે આવ્યા. ત્યાં પ્રથમ મૂકેલું તીર્થકરનું પ્રતિબિંબ ઉપસંહત કરીને તે જ સ્થાનકે માતાની પાસે પ્રભુને સ્થાપન કર્યા (મૂક્યા). પછી સૂર્ય જેમ પદ્મિનીની નિદ્રાને દૂર કરે તેમ ઇંદ્ર મરુદેવાની અવસ્થાપિની નિદ્રા દૂર કરી. સરિતાના તટ ઉપર રહેલી સુંદર હસમાલાના વિલાસને ધારણ કરનારું ઉજજવળ, દિવ્ય અને રેશમી વસ્ત્રયુગલ પ્રભુને ઓશીકે મૂકવું. બાળપણને વિષે ઉત્પન્ન થયેલા ભા મંડલના વિક૯૫ને કરાવનારું રત્નમય કુંડલયુગલ પ્રણ પ્રભુને ઓશીકે મૂકયું અને એવી જ રીતે સેનાના પ્રકારથી બનાવેલ વિચિત્ર એવા રતનના હાર અને અર્ધ હારોથી વ્યાપ્ત તથા સોનાના સૂર્ય સમાન પ્રકાશવંત શ્રીદામચંડ (ગેડીદડે) પણ પ્રભુની દષ્ટિને વિનદ આપવાને માટે આકાશને વિષે દિનમણિ (સૂર્ય) હોય તેમ ઉપરના ચંદરવાની સાથે લટકતો સ્થાપન કર્યો. પછી ઈ કુબેરને આજ્ઞા કરી કે બત્રીસ કેટ હિરણ્ય, તેટલું જ સુવર્ણ, બત્રીશ બત્રીશ નંદાસન, ભદ્રાસન તથા બીજી પણ અતિ મનોહર વસ્ત્ર નેપચ્ચ વિગેરે સાંસારિક સુખને ઉત્પન્ન કરનારી મહામૂલ્યવાન વસ્તુઓ, મેઘ જેમ જળ વરસાવે તેમ સ્વામીના ભુવનમાં વરસા (મૂક). કુબેરે ભક જાતિના દેવતા પાસે તત્કાળ તે પ્રમાણે વરસાવ્યું; કેમકે પ્રચંડ પુરુષોની ૧. ફરીને જન્મ નહીં ગ્રહણ કરનારા. ૨. સત્ય અર્થને બતાવનારા-વિદ્યમાન. ૩. અપ્રમાદી. ૪. દશ પ્રકારના તિર્યગ્રજભક દેવતાઓ છે, તે કુબેરની આજ્ઞામાં રહેનારા છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy