SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૨ જે મધ્ય ભૂમિભાગમાં લક્ષ્મીના નિધિરૂપ નાભિ કુલકરની પત્ની મરુદેવાના ઉદરથી પ્રથમ તીર્થકર પુત્રપણે અવતર્યા છે, તેમના જન્મસનાત્રને માટે સર્વ દેવતાઓને બોલાવે.” એ પ્રમાણે ઈંદ્રની આજ્ઞા શ્રવણ કરી તેણે એક જનના વિસ્તારવાળી અને અદભુત ધ્વનિવાળી સુઘોષા નામની ઘંટા ત્રણ વખત વગાડી, મુખ્ય ગાનારની પાછળ જેમ બીજાઓ ગાયન કરે તેમ તે સુઘાષા ઘંટાને અવાજ થતાં, બીજા સર્વ વિમાનોની ઘંટાઓ તેની સાથે જ શબ્દ કરવા લાગી. કુલપુરાવડે જેમ ઉત્તમ કુળ વૃદ્ધિ પામે તેમ તે સર્વ ઘંટાએનો શબ્દ, દિશાઓના મુખમાં થયેલા શબ્દરૂપ તેના પડદાથી વૃદ્ધિ પામે. બત્રીશ લાખ વિમાનમાં ઉછળનો શબ્દ તાળવાની જેમ અનુરણનરૂપ થઈ વૃદ્ધિ પામ્યો. દેવતાઓ પ્રમાદમાં આસક્ત હતા. તેઓ આ શબ્દથી મૂચ્છ પામી ગયા, અને “આ શું હશે?” એમ સંભ્રમ પામી સાવધાન થવા લાગ્યા, એ રીતે સાવધાન થયેલા દેને ઉદ્દેશીને ઈંદ્રના શબ્દવર્ડ આ પ્રમાણે કહ્યું-“ભે ભે દેવતાઓ ! સર્વને અનુલય શાસનવાળા ઈદ્ર, દેવી વિગેરે પરિવાર સહિત તમને આજ્ઞા કરે છે કેજબૂદ્વીપના દક્ષિણુદ્ધ ભરતખંડની મધ્યમાં કુલકર એવા નામિરાજાના કુળને વિષે આદિ તીર્થકર ઉત્પન્ન થયા છે, તેમના જન્મકલ્યાણક મહોત્સવ કરવાની ઈચ્છાથી તમે સૌ. મારી પેઠે જવાની ઉતાવળ કરે; કારણ કે એ સમાન બીજું કઈ ઉત્કૃષ્ટ કાર્ય નથી.” સેનાપતિનાં એવાં વચન સાંભળી, મૃગલા એ જેમ વ યુની સન્મુખ વેગથી ચાલે તેમ કેટલાએક દેવતા ઓ ભગવત ઉપરના પગથી તત્કાળ ચાલ્યા; ચમકપાષાણુથી જેમ લેતાનું આકર્ષણ થાય તેમ કેટલાએક દેવતા ઓ ઈદ્રની આજ્ઞાથી ખેચાઈને ચાલ્ય:: નદી એના વેગથી જેમ જલજંતુઓ દોડે તેમ કેટલા એક દેવતા એ પોતાની સ્ત્રીઓએ ઉલાસ પમાડવાથી ચાલ્યા અને પવનના આકર્ષણથી જેમ ગંધ ચાલે ( પ્રસરે ) તેમ કેટલાએક દેવતાઓ પોતાના મિત્રોથી આકૃષ્ટ થઈને ચાલ્યા. એ પ્રમાણે પોતાનાં સુંદર વિમાનોથી અને બીજા વાહનથી જાણે બીજું સ્વર્ગ હોય તેમ આકાશને શોભાવતા તેઓ ઈદ્રની પાસે આવ્યા. તે વખતે પાલક નામના આભિગિક દેવને સુરપતિએ એક અસંભાવ્ય અને અપ્રતિમ વિમાન રચવાની આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞા પાળનાર તે દેવે તત્કાળ ઈરછાનુગામી વિમાન રચ્યું. તે વિમાન હજારો રતનસ્તંભેનાં કિરણના સમૂહથી આકાશને પવિત્ર કરતું હતું અને ગવાક્ષોથી નેત્રવાળું હોય, દીર્ઘ દવાઓથી જાણે ભુજાવાળું હોય, વેદિકાઓથી જાણે દાંતવાળું હોય તથા સુવર્ણકુંભથી જાણે પુલકિત થયું હોય તેવું જણાતું હતું. તે પાંચશે યોજન ઊંચું હતું અને એક લાખ યજન વિસ્તારમાં હતું. તે વિમાનને કાંતિથી તરંગવાળી ત્રણ સોપાન પંક્તિઓ હતી. તે હિમવંત પર્વત ઉપર જેમ નદીઓ ૨ હોય તેવી જણાતી હતી. તે સોપાનપંક્તિની આગળ ઈદ્રધનુષ્યની શોભાને ધારણ કરનારા-વિવિધ વર્ણવાળાં રત્નોનાં તેરણનાં ત્રીક આવેલાં હતાં. તે વિમાનની અંદર ચંદ્રબિંબ, દર્પણ, આલિંગી મૃદંગ અને ઉત્તમ દીપિકાની પેઠે સરખી અને ચોરસ ભૂમિએશેભતી હતી. તે ભૂમિ ઉપર સ્થાપન કરેલી રતનમય શિલાઓ, અવિરલ એવાં ઘણાં કિરવડે, જાણે ભી તેનાં ચિત્ર ઉપર જવનીકાની શેભાને ધારણ કરતી હોય તેવી જણાતી હતી. તેના મધ્યભાગમાં અપ્સરા જેવી પુતળીઓથી વિભૂષિત થયેલ-રત્નચિત પ્રક્ષામંડપ હતો અને તેની અંદર જાણે વિકસિત કમલની કણિકા હોય તેવી સુંદર માણિક્યની ૧ પગથીઆનો, ૨. ગંગા, સિંધુ અને હિત્તાશા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy