SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ સર્ગ ૨ જો જયંતી, જયંતી અને અપરાજિતા નામની આઠ દિશાકુમારીઓ પણ જાણે મનની સાથે સ્પર્ધા કરનારા હોય તેવાં વેગવાળાં વિમાનમાં બેસી ત્યાં આવી. સ્વામીને તથા મરુદેવા માતાને નમસ્કાર કરી, પૂર્વની પેઠે કહીને, પિતાના હાથમાં દર્પણે રાખી માંગલિક ગીત ગાતી ગાતી તેઓ પૂર્વ દિશા તરફ ઊભી રહી. દક્ષિણ ગુચકાદ્રિ પર રહેનારી સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા નામની આઠ દિકુમારિકાઓ જાણે પ્રદે પ્રેરેલી હોય તેમ પ્રમોદ પામતી ત્યાં આવી પ્રથમની દિકુમારિકાઓની જેમ જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી, કાર્ય નિવેદન કરી, હાથમાં કળશ ધારણ કરી, દક્ષિણ દિશામાં ગાયન કરતી ઊભી રહી. પશ્ચિમ રુચક પર્વત પર રહેનારી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, અનવમકા, દ્રા અને અશોકા નામની આઠ દિકુમારિકાઓ, જાણે ભક્તિથી એક બીજીનો જય કરવાને ઈચ્છતી હોય તેમ ત્વરાથી ત્યાં આવી અને પૂર્વની પેઠે ભગવાનને તથા માતાને નમી, વિજ્ઞપ્તિ કરી, હાથમાં પંખા ધારણ કરી ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહી. ઉત્તર રુચક પર્વતથી અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વારૂણી, વાસા, સર્વપ્રભા શ્રી અને હી નામની આઠ કુમારિકા , જાણે રથરૂપ થયેલા વાયુવડે આવે તેમ અભિયાગિક દેવતાઓની સાથે વેગથી ત્યાં આવી અને ભગવંતને તથા તેમની માતાને પૂર્વની પેઠે નમસ્કાર કરી, પોતાનું કાર્ય વિદિત કરી, હાથમાં ચામર ગ્રહણ કરી, ગાયન કરતી ઉત્તર દિશામાં ઊભી રહી. | વિદિશામાં રહેલા રુચક પર્વતથી ચિત્રા, ચિત્રકનકા, સતેરા અને સુત્રામણિ નામની ચાર દિકુમારિકાઓ પણ આવી અને પૂર્વવત્ જિનેશ્વરને તથા માતાને નમન કરી, પોતાનું કાર્ય વિદિત કરી, હાથમાં દીપક રાખી ઈશાન વિગેરે વિદિશાઓમાં ગાડી ઊભી રહી. સચદ્વીપથી રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂ૫કાવતી નામની ચાર દિકુમારિકાઓ. પણ તત્કાળ ત્યાં આવી. તેઓએ ભગવાનૂના નાભિનાલને ચાર અંગુલ રાખી છેદન કર્યું. પછી ત્યાં એક ખાડો ખોદી તેમાં તે નિશ્ચિત કરી ખાડાને રન અને વજોથી પૂરી દીધે અને તેના ઉપર દુર્વા (ધ્રો)થી પીઠિકા બાંધી. પછી ભગવાનના જન્મગૃહને લગતાં પૂર્વ, દક્ષિણ અને ઉત્તરમાં તેઓએ લક્ષમીના ગૃહરૂપ ત્રણ કદલીગ્રહ કર્યા. તે દરેક ગૃહમાં તેઓએ વિમાનમાં હોય તેવા વિશાળ અને સિંહાસનથી ભૂષિત ચતુશાલ (ચોક) રચ્યા. પછી જિનેશ્વરને પોતાની હસ્તાંજલિમાં લઈ, જિનમાતાને ચતુર દાસીની પેઠે હાથને ટેકે આપી, તેઓ દક્ષિણ ચતુઃ શાલમાં લઈ ગઈ. ત્યાં બંનેને સિંહાસન ઉપર બેસાડીને, વૃદ્ધ મર્દન કરનારી સ્ત્રીની જેમ તેઓ સુગધી લક્ષપાક તેલથી અત્યંગન કરવા લાગી. તેના અમંદ આમોદની ખુશબેથી દિશાઓને પ્રમુદિત કરી, દિવ્ય ઉદ્વર્તનથી તેઓ એ બંનેને ઉદ્વર્તન કર્યું. પછી પૂર્વ દિશાના ચતુઃશાલમાં લઈ જઈ, સિંહાસન ઉપર બેસાડી પોતાના મનની જેવા નિર્મળ ઉદકથી બંનેને તેઓએ સ્નાન કરાવ્યું. સુગંધી કાષાય વસ્ત્રોવડે તેમનાં અંગ લુંછીને ગશીર્ષ ચંદનના રસથી તેમને ચર્ચિત કર્યા અને બંનેને દિવ્ય વસ્ત્રો તથા વિદ્યના ઉદ્યોત જેવા વિચિત્ર આભરણે પહેરાવ્યાં. પછી ભગવાન અને ભગવાનની માતાને ઉત્તર ચતુઃશાલમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસાડ્યાં. ત્યાં તેઓએ આભિગિક દેવતાઓ પાસે ક્ષદ્ર હિમવંત પર્વતથી ગશીર્ષ ચંદનના કાષ્ટ જલ્દી મંગાવ્યાં, અરણિના બે કાષ્ઠથી અગ્નિ ઉત્પન કરી, હોમવા યોગ્ય કરેલા ગશીર્ષ ચંદનના કાઇથી તેઓએ હોમ કર્યો. તે
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy