SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૨ જે એવામાં છળને જાણનારી એવી એ સ્ત્રીએ રાક્ષસીની પેઠે મને રે, પણ હસ્તિ જેમ બંધનથી છૂટો થાય તેમ હું તેના રોધથી ઘણે યને છૂટો થઈ ઉતાવળો અહીં આવે. માર્ગમાં મેં વિચાર્યું કે-આ સ્ત્રી મને જીવતા સુધી છોડશે નહીં, માટે મારે સ્વયમેવ આતમઘાત કરવો કે કેમ ? અથવા અપમૃત્યુથી મૃત્યુ પામવું પણ ગ્ય નથી, કારણ કે મારી પક્ષમાં તે સ્ત્રી મારા મિત્રને આ પ્રમાણે જ કહેશે કે અન્યથા કહેશે ? માટે હું પિોતે જ મારા મિત્રને આ સર્વ વાત કહું, જેથી સ્ત્રીમાં વિશ્વાસ કરીને એ વિનાશ પામે નહિ; અથવા એ પણ યુક્ત નથી, કારણ કે મેં તે સ્ત્રીને મને રથ પૂર્ણ કર્યો નથી તે તેનું દુઃશીલ કહીને શા માટે ક્ષત ઉપર ક્ષાર નાંખ્યા જેવું કરું? એમ વિચાર કરતો હતો તેવામાં તમે મને જોયો. હે બાંધવ ! એ મારા ઉદ્વેગનું કારણ જાણે.” અશોકદત્તનાં આવાં વચન સાંભળી જાણે હલાહલ ઝેરનું પાન કર્યું હોય તેમ વાયુ વિનાના સમુદ્રની પેઠે સાગરચંદ્ર સ્થિર થઈ ગયે. સાગરચંદ્ર કહ્યું–સ્ત્રીઓને એમજ ઘટે છે, કારણ કે ખારી જમીનના નવાણના જળમાં ખારાપણું જ હોય છે. હે મિત્ર! હવે ખેદ ન કરે, સારા વ્યવસાયમાં પ્રવર્તે, સ્વસ્થ થઈને રહે અને તેનું વચન સંભારે નહીં. હે ભ્રાત! વસ્તુતાએ તે જેવી હોય તેવી ભલે છે, પણ તેનાથી આપણા બંને મિત્રોના મનની મલિનતા ન થાઓ !” સરલ પ્રકૃતિવાળા સાગરચંદ્રના એવા અનુનયથી તે અધમ અશોકદત્ત ખુશ થયો, કેમકે માયાવી લેકે અપરાધ કરીને પણ પોતાના આત્માના વખાણ કરાવે છે, તે દિવસથી સાગરચંદ્ર, પ્રિયદર્શને ઉપર નિઃસ્નેહ થઈ રોગવાળી આંગળીની પેઠે ઉદ્વેગ સહિત તેને ધારણ કરવા લાગે તો પણ અગાઉની પેઠે જ તેની સાથે અનુકૂળપણે વર્તાવા લાગે, કેમકે પોતે ઉછેરેલી લતા કદાપિ વંથ હોય તો પણ તેનું ઉન્મેલન કરાતું નથી. પ્રિયદર્શનાએ પણ, મારાથી તે મિત્રોને ભેદ ન થાઓ-એમ ધારી અશોકદત્ત સંબંધી વૃત્તાંત પોતાના પતિને કહ્યો નહીં. સાગરચંદ્ર સંસારને કારાગૃહ જે માની સર્વ ઋદ્ધિને, દીન અને અનાથ લોકોને દાન કરવાવડે કૃતાર્થ કરવા લાગ્યા. કાળે કરી, પ્રિયદર્શન, સાગરચંદ્ર અને અશોકદત્ત-એ ત્રણે પોતપોતાનું આયુષ્ય પૂર્ણ કરી કાળધર્મ મૂહુ) પામ્યા. તેમાં સાગરચંદ્ર અને પ્રિયદર્શના, આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના દક્ષિણ ખંડમાં ગંગા સિંધુના મધ્ય પ્રદેશમાં, આ અવસર્પિણીના ત્રીજા આરામાં પલ્યોપમનો આઠમો ભાગ શેષ રહ્યો હતો તે સમયે યુગલિઆરૂપે ઉત્પન્ન થયા. - પાંચ ભારત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં કાળની વ્યવસ્થા કરવામાં કારણરૂપ બાર આરાનું કાળચક ગણાય છે. તે કાળ, અવસર્પિણીક અને ઉત્સર્પિણીપ એવા ભેદથી બે પ્રકાર છેતેમાં અવસર્પિણી કાળના એકાંતમાં સુષમા વિગેરે છ આરાઓ છે. એકાંત સુષમાં નામે પહેલે આરો ચાર કટાકેટી સાગરોપમને, બીજે સુષમા નામે આ ત્રણ કટોકટી સાગરોપમને, ત્રીજે સુષમદુઃષમાં નામે આરે બે કોટાકોટી સાગરોપમનો, ચિ દુઃખમસુષમાં નામે આજે બેંતાળીશ હજાર વર્ષે ન્યૂન એક કોટાકોટી સાગરોપમને, પાંચમો દાખમાં નામે આ એકવીશ હજાર વર્ષ અને છેલ્લો (છો) આ એકાંત દુઃખમાં નામે આરે પણ તેટલા પ્રમાણન (એકવીશ હજાર વર્ષનો) છે. આ અવસર્પિણીના જે પ્રમાણે છ આરા કહ્યા છે તે જ પ્રમાણે પ્રતિક્રમથી ઉત્સર્પિણ કાળના પણ છ આરા જાણી લેવા. અવ૧. પ્રાર્થનાથી. ૨. જુદાઈ ૩. જંબુદ્રીપમાં એક, ધાતકી ખંડમાં બે અને પુષ્કરાદ્ધમાં બે એવી રીતે પાંચ ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્ર જાણવા. આ અવસર્પિણું એટલે ઉતરતા, ૫. ઉત્સર્પિણી એટલે ચડત, ૬, અવળા કમથી,
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy