SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદેવતા, ઋષિમુનિ અને રાજા-મહારાજાઓના નામે ઉપજાવી કાઢેલી દંતકથાઓને એ શંભુમેળો છે. જે વસ્તુ સામાન્ય સમજમાં ન આવે તેને હજારો સમજુ માણસો કેવી રીતે સાંભળી રહેતા હોય છે એ જ તેમને સમજાતું નથી હોતું. ‘મિથ’ને, પુરાણકથાને તેઓ માત્ર શાબ્દિક અર્થમાં જ લેતા હોય છે અથવા તો રૂપક ગણી કાઢતા હોય છે. પણ દંતકથારૂપે રજુ કરવામાં આવતી આ કથાવસ્તુ ચેતનાના અમુક સ્તરે નક્કર હકીકત હોય છે, એ બાબત એ ભૂમિકાઓના અનુભવ વિના જાણી શકાતી નથી.” (“ભાગવતી સાધના” ૫.૨)-મકરંદ દવે જેએ સુજ્ઞ અને મર્મજ્ઞ છે, તેઓ ઉપર્યુક્ત અવતરણમાં થયેલી કારનો મર્મ પામી શકશે, અને બુદ્ધિવાદે કેટલું નુકસાન કર્યું છે ને કર્યો જાય છે તે પણ સમજી શકશે. - બુદ્ધિવાદ અને બુદ્ધિનિષ્ઠા એ બંને અલાયદાં તરવો છે, એ હવે આપણે સવેળા સમજી લેવું ઘટે. બુદ્ધિવાદમાં તર્ક જડતા અને તેથી પેદા થયેલી આસ્થાહીનતાનું પ્રમાણ વિશેષ હોય છે અને તેથી જ ત્યાં વૈજ્ઞાનિકતાનો છેદ ઊડી જતો હોય છે. એથી ઊલટું, બુદ્ધિનિકાને આસ્થા અને વૈજ્ઞાનિતા સાથે વધુમાં વધુ નિકટને નાતે છે. બુદ્ધિવાદ અસારમાં સાર જોવાની કોશીશ કરશે અને સારો સમૂળો ત્યાગ કરવા પ્રેરશે. જ્યારે બુદ્ધિનિષ્ઠા એ અસારની અસારતા તરફ ધ્યાન દેરશે, એને ત્યજતાં શીખવશે, અને સારી પ્રતિ આસ્થા/આશા જન્માવી એનો આદર કરવા પ્રેરશે, અને આજ છે સાચી વૈજ્ઞાનિકતાની બુનિયાદ. બુદ્ધિનિષ્ઠા અને આસ્થાનો સહયોગ જીવનમાં સહજભાવે વૈજ્ઞાનિકતા પ્રગટાવે છે અને ટકાવે પણ છે. આ બુદ્ધિનિક, આ આસ્થા અને આ વૈજ્ઞાનિકતા આપણામાં જન્મ અને વિકસે અને રિથરી થાય, અને તર્ક જડ બુદ્ધિવાદ આપણામાંથી નામશેષ બને – એ માટેનું શ્રેષ્ઠતમ સાધન છે : સવાંચન. જે સાહિત્ય માત્ર મનોરંજન ખાતર કે બૌદ્ધિક કસરતને ખાતર નથી નિર્માયું; પણ જેના સર્જન પાછળ, પ્રત્યુપકારની લેશ પણ અપેક્ષા વિનાની લોકકલ્યાણની જ માત્ર ગણતરી છે; લોકજીવન ઉદાત્ત સંસ્કાર અને નૈતિકતા તથા ધાર્મિકતાના નિર્ભેળ ઓપ થકી સુવાસિત અને દીપ્તિમાન બને એ જ જે સર્જનનો એકમાત્ર આશય છે, તેવું કોઈપણ સાહિત્ય વાંચવું તે છે સવાંચન. પ્રસ્તુત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર” તે આવું જ સત્સાહિત્ય છે. “કલિકાલસર્વજ્ઞ બિરૂદ ધરાવતા અને ગુર્જરી ગિરાની આદ્ય ગંગોત્રી સમા જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે પોતાની નિર્ભુજ લોકહિતની વૃત્તિનો આવિષ્કાર આ ગ્રંથનિમણરૂપે કર્યો છે, એમ કહી શકાય. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર એટલે જૈન ધર્મ સંસ્કૃતિનો સંપૂર્ણ ઇતિહાસ. જૈન ધર્મનો પરંપરાને સ્વીકાર્ય ૬૩ ઈતિહાસ પુરુષોનાં સમગ્ર જીવનનું અધિકૃત વર્ણન આ ગ્રંથમાં શ્રી હેમચંદ્રાચાર્યું કર્યું છે. Mythology ના સંશોધકે આ ગ્રંથને પુરાણ—ગ્રંથ તરીકે ઓળખાવે છે, અને એમાં વર્ણવાયેલા મોટા ભાગનાં જીવનચરિત્રોને તથા તે ચરિત્રોના નાયકને કાલ્પનિક માને છે; ઐતિહાસિક હોવાનું નથી સ્વીકારતા. ચાર્વાક દર્શનનો તક જડ બુદ્ધિવાદ એમને આવું માનવા પ્રેરતો હોય એવું બને. પણ બુદ્ધિનિષ્ઠાના પે એપતી આસ્થા જેને મળી છે તેવી દષ્ટિ તે, આ સમગ્ર ચરિત્રકથાઓ અને તેના નાયકની જીવંતતાને અને અસ્તિતાને કશાય આયાસ કે કષ્ટ વિના, સહજપણે જ, પિતાની સામે નિહાળી શકે છે-અનુભવી શકે છે–માણી શકે છે. પારદર્શી કાચ જેવી આ નરવી દષ્ટિ, દેશકાળની અપેક્ષાએ લાખો-કરોડો-અબજો વર્ષો પૂર્વે થયેલા મહાનુભાવોને અને ઘટી ગયેલી ઘટનાઓને પણ, દેશકાળનાં એ પડળાને, પેલી નિર્મળ આસ્થાની સહાયથી, ભેદી શકે છે, અને એ મહાનુભાવોને તથા એ ઘટનાઓને, પોતાની ચેતનાના કે' અણદીઠ સ્તરે સાક્ષાત અનુભવી લે છે, અને આ અનુભૂતિ તે
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy