SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સર્ગ ૧ લે આપની પ્રજારૂપ છે. તેઓ સર્વે આપની આજ્ઞાને નિર્માલય તરીકે પણ પોતાના મસ્તક ઉપર ધારણ કરશે. આ અભિયોગિક દેવતાઓ આપની દાસરૂપે સેવા કરનાર છે અને આ કિલિબષક દેવતાઓ સર્વ પ્રકારનાં મલિન કાર્ય કરનારા છે. સુંદર રમણીઓથી રમણિક આંગણાવાળા, મનને પ્રસન્ન કરનારા અને રત્નોથી રચેલા આ તમારા પ્રાસાદે છે, સુવર્ણકમળની ખાણુરૂપ આ રત્નમય વાપિકાઓ છે, રત્નના અને સુવર્ણના શિખરવાળા આ તમારા કીડાપર્વત છે. હર્ષકારી અને સ્વચ્છ જળવાળી આ કીડાનદીઓ છે, નિત્ય પુષ્પ ફળને આપનારા આ કીડાઉદ્યાને છે અને પિતાની કાંતિ વડે દિશાઓના મુખને પ્રકાશિત કરનાર જાણે સૂર્યમંડળ હોય એવો સુવર્ણ અને માણિકથી રચેલે આ તમારો સભામંડપ છે. ચામર, આદર્શ અને પંખા જેઓના હાથમાં છે એવી આ વારાંગનાઓ તમારી સેવામાં જ મહોત્સવને માનનારી છે અને ચાર પ્રકારનાં વાદ્યમાં ચતુર એ આ ગંધર્વ વર્ગ આપની પાસે સંગીત કરવાને સજજ થઈ રહ્યો છે.” આ પ્રમાણે પ્રતિહારીએ કહ્યા પછી દીધું છે ઉપગ જેણે એવા તે લલિતાંગ દેવને અવધિજ્ઞાનથી જેમ આગલા દિવસની વાતનું મરણ થાય તેમ પૂર્વ જન્મનું સ્મરણ થયું. અહો! પૂર્વે હું વિદ્યાધરોને સ્વામી હતે. મને ધર્મમિત્ર એવા સ્વયંબુદ્ધ મંત્રીએ જેને દ્ર ધર્મનો બંધ કર્યો હતો, તેથી દીક્ષા લઈને મેં અનશન કર્યું હતું. તેનું આ ફળ પ્રાપ્ત થયું છે. અહ ધર્મને અચિંત્ય પ્રભાવ છે !” એવી રીતે પૂર્વજન્મનું સ્મરણ કરી તત્કાળ ત્યાંથી ઊઠી છડીદારે જેને હાથને ટેકો આપ્યા છે એવા તે દેવે સિંહાસન અલંકૃત કર્યું. તે સમયે જયધ્વનિ ફુરી રહ્યો. દેવતાઓએ તેમને અભિષેક કર્યો, ચામર વીજાવા લાગ્યા અને ગાંધર્વો મધુર અને મંગળગીત ગાવા લાગ્યા. પછી ભક્તિ વડે ભાવિત મનવાળા તે લલિતાંગ દેવે ત્યાંથી ઊઠી ચૈત્યમાં જઈ શાશ્વતી અપ્રતિમાઓની પૂજા કરી અને દેવતાઓના ત્રણ ગ્રામના ઉગારથી મધુર અને મંગળમય ગાયનની સાથે વિવિધ તેત્રોથી જિનેશ્વરની સ્તુતિ કરી. પછી તેણે જ્ઞાનદીપક પુસ્તકો વાંચ્યાં અને મંડપના તંભ ઉપર ડાબલામાં રહેલા અરિહંતના અસ્થિનું અર્ચન કર્યું. પછી પૂર્ણિમાના ચંદ્ર જેવું દિવ્ય આતપત્ર ધારણ કરવાથી પ્રકાશમાન થઈ તે ક્રિીડાભુવનમાં ગયો. ત્યાં તેણે પોતાની પ્રભાથી વિદ્ય-પ્રભાને પણ ભગ્ન કરનારી સ્વયંપ્રભા નામે દેવીને દીઠી. તેનાં નેત્ર, મુખ અને ચરણ અતિશય કમળ હતાં, તેથી તેઓના મિષથી જાણે લાવણ્યસિંધુના મધ્યમાં રહેલ કમલવાટિકા જેવી તે જણાતી હતી. અનુપૂર્વથી સ્કૂલ અને ગેળ એવા ઉરથી જાણે કામદેવે પિતાના ભાથાને ત્યાં સ્થાપન કર્યા હોય તેવી તે જણાતી હતી. રાજહંસના ટાળ વડે વ્યાપ્ત તટોથી જેમ સરિતા ૩ શેભે તેમ નિર્મળ વસ્ત્રવાળા વિપુલ નિતંબથી તે શોભતી હતી. પુષ્ટ અને ઉન્નત સ્તનને ભાર વહન કરવાથી કુશ થયું હોય તેમ વજીના મધ્યભાગ જેવા કૃશ ઉદરથી તે મનહર લાગતી હતી. તેને ત્રણ રેખાવાળો અને મધુર સ્વર બેલના કંઠ જાણે કામદેવના વિજયને કહેનાર શંખ હોય તે જણાતો હતો. બિંબફળને તિરસ્કાર કરનાર છેષ્ઠથી અને નેત્રરૂપી કમળના નાળવાની લીલાને ગ્રહણ કરનારી નાસિકાથી તે ઘણી સુંદર જતી હતી. પૂર્ણિમાના અર્ધા કરેલા ચંદ્રમાની સર્વ લક્ષમીને હરનારા તેના સુંદર અને સ્નિગ્ધ લલાટથી તે ચિત્તને હરી લેતી હતી. કામદેવના હિંડોળાની લીલાને ચેરનારા તેના કણ હતા. પુષ્પબાણના ધનુષ્યની શોભાને હરનારી તેની ભ્રકુટિ હતી. સુખરૂપી કમળની પાછળ ફરનારે જાણે ભ્રમર સમૂહ 1. છત્ર. ૨. કમળની વાડી. ૩. નદી.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy