SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પર્વ ૧ લું ભજન કરતા હોય અને પેય પદાર્થનું પાન કરતા હોય તેમ અક્ષીણ કાંતિવાળા થવા લાગ્યા. બાવીશ દિવસનું અનશન પાળીને પ્રાંતે સમાધિમાં પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતાં તેમણે કાળ કર્યો. ત્યાંથી જાણે દિવ્ય અ હોય તેવા પોતે સંચિત કરેલા પ્રશ્ય વડે તેઓ તત્કાળ દૂર્લભ એવા ઈશાન ક૯૫ને ૧ પ્રાપ્ત થયાં. ત્યાં શ્રીપ્રભ નામના વિમાનમાં ઉત્પન્ન થવાના શયનસંપુટને વિષે મેઘના ગર્ભમાં જેમ વિત્યુંજ ઉત્પન્ન થાય તેમ તે ઉપન્ન થયા. દિવ્ય આકૃતિ, સમચતુરસ્ત્ર સંસ્થાન, સપ્ત ધાતુઓથી રહિત શરીર, શિરીષ પુષ્પના જેવી સુકુમા૨તા, દિશાઓના અંતરભાગને આક્રાંત કરે એવી કાંતિ, વજા જેવી કાયા, મોટો ઉત્સાહ, સર્વ પ્રકારનાં પુણ્ય લક્ષણો, ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરવાની શક્તિ, અવધિજ્ઞાન, સર્વ વિજ્ઞાનમાં પારંગતપણું, અણિમાદિ આઠ સિદ્ધિની પ્રાપ્તિ, નિર્દોષતા અને અચિંત્ય વૈભવ-એવા સર્વ ગુણે યુક્ત તે લલિતાંગ એવું સાર્થક નામ ધારણ કરનાર દેવ થયા. બંને ચરણમાં રનનાં કડાં, કટીભાગ ઉપર કટીસૂત્ર, હાથમાં કંકણ, ભુજાઓમાં બાજુ બંધ, વક્ષસ્થળ ઉપર હાર, કંઠમાં રૈવેયક (ગળચ), કાનમાં કુંડળ, મસ્તક ઉપર પુષ્પમાળા તથા કીરીટ-વગેરે આભૂષણે, દિવ્ય વસ્ત્રો અને સર્વ અંગેના ભૂષણરૂપ યૌવન તેને ઉત્પન્ન થવાની સાથે જ પ્રાપ્ત થયું. તે વખતે પ્રતિ શબ્દોથી દિશાઓને ગજાવી મૂકતા દુંદુભિ વાગ્યા અને “જગતને આનંદ કરે તથા જય પામે ” એવા શબ્દો મંગળપાઠક બોલવા લાગ્યા. ગીત વાજિંત્રના નિર્દોષથી અને બંદીજનોના કેલાહલથી આકુળ થયેલું તે વિમાન, જાણે પોતાના સ્વામીના આવવાથી થયેલા હર્ષ વડે ગર્જના કરતું હોય તેવું જણાવા લાગ્યું. પછી જેમ સૂતેલે માણસ ઊઠે તેમ તે લલિતાંગ દેવ ઊડીને આવી રીતને દેખાવ જોઈ વિચારવા લાગ્યો-“શું આ ઈન્દ્રજાળ છે? શું સ્વપ્ન છે? શું માયા છે? કે શું છે? આ સર્વ ગીતનૃત્યાદિ મને ઉદ્દેશીને કેમ પ્રવરે છે? આ વિનીત લોકો મારે વિષે સ્વામીપણું ધારણ કરવાને માટે કેમ તલપી રહ્યા છે? અને આ લક્ષમીના મંદિરરૂપ, આનંદના સદનરૂપ, સેવવા લાયક, પ્રિય અને રમણીય ભુવનમાં હું ક્યાંથી આવ્યો છું ?” આવી રીતે તેના મનમાં વિતર્કો ફુરી રહ્યા હતા, તેવામાં પ્રતિહારે તેની પાસે આવી, અંજલિ જેડી કોમળ ગિરાથી નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી- - “હે નાથ ! આપના જેવા સ્વામીથી આજ અમે ધન્ય થયા છીએ અને સનાથ થયા છીએ, તેથી નમ્ર સેવકો ઉપર આ૫ અમૃતતુલ્ય દષ્ટિથી પ્રસાદ કરો. હે સ્વામિન્ ! સર્વ ઇછિતને આપનારું, અવિનાશી લક્ષ્મીવાળું અને સર્વ સુખનું સ્થાન એવું આ ઈશાન નામે દ્વિતીય દેવલોક છે. આ દેવલોકમાં જે વિમાનને હમણાં આપ અલંકૃત કરે છે તે શ્રીપ્રભ નામે પુણ્યયોગે પ્રાપ્ત કર્યું છે. આપની સભાના મંડનરૂપ આ સર્વે સામાનિક દેવતાઓ છે, જેથી તમે એક છો તે પણ જાણે અનેક છે એવું આ વિમાન માં દેખાય છે. હે સ્વામિન્ ! મંત્રના સ્થાનરૂપ એવા આ તેત્રીસ પુરોહિત દેવતાઓ છે અને તેઓ આપની આજ્ઞાની ઈચ્છા કરે છે, માટે તેમને સમયોચિત આદેશ કરે. આનંદ કરવામાં પ્રધાનપણું કરનારા આ પર્ષદાન દેવતાઓ છે, જેઓ લીલાવિલાસની ગેઝીમાં આપના મનને રમાડશે. નિરંતર બખ્તરના પહેરનારા, છત્રીશ પ્રકારનાં તીક્ષ્ણ શસ્ત્રો ધારણ કરનારે અને સ્વામીની રક્ષા કરવામાં ચતુર એવા આ તમારા આત્મરક્ષક દેવતાઓ છે. આપના નગરની (વિમાનની) રક્ષા કરનારા આ લેકપાળ દેવતાઓ છે, સૈન્યના ધુરંધર એવા આ સેનાપતિઓ છે અને આ પૌરવાસી તથા દેશવાસી જેવા પ્રકીક દેવતાઓ ૧. કલ્પ દેવલોક, ઈશાન કલ્પ-બીજુ દેવલોક.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy