SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સગ ૧ લો પરિહાસિક મંત્રીઓ માં તફાવત છે ? માટે અમારે આ સ્વામીને વિજ્ઞપ્તિ કરી હિતમાર્ગમાં લાવવા જોઈએ; કારણ કે રાજાઓ સારણીની પેઠે, પ્રધાનો જ્યાં દોરે ત્યાં દેરી શકાય છે. કદાપિ સ્વામીના વ્યસનથી જીવનારા લેક અપવાદ બોલશે તે પણ અમારે કહેવું: જોઈએ, કારણ કે હરણના ભયથી ક્ષેત્રમાં જવ વાવવાનું બંધ રખાતું નથી. ” સ્વયં બુદ્ધ મંત્રી જે સર્વે બુદ્ધિવંતમાં અગ્રણી હતો તેણે આવી રીતે વિચાર કરી અંજલિ જેડી રાજાને નીચે પ્રમાણે કહ્યું અરે ! આ સંસાર સમુદ્રતુલ્ય છે. નદીઓના જળથી જેમ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, સમુદ્રના જ નથી જેમ વડવાનળ તૃપ્તિ પામતા નથી, જંતુઓથી જેમ યમરાજ તૃપ્તિ પામતે નથી, કાઠેથી જેમ અગ્નિ તૃપ્તિ પામતે નથી, તેમ સંસારને વિષે આ આત્મા વિષયસુખથી ક્યારે પણ તૃપ્તિ પામતું નથી. નદીના તટની છાયા, દુર્જન, વિષ, વિષય અને સર્પાદિ ઝેરી પ્રાણીઓ અત્યંત સેગ્યાથી વિપત્તિને અર્થ થાય છે. સેવન કરે છે કામદેવ તત્કાળ સુખ આ પનારો લાગે છે, પરંતુ પરિણામે વિરસ છે અને તે ખંજવાળેલી દદ્રની માફક સેવન કરવાથી અત્યંત વૃદ્ધિને પામે છે. કામદેવ નરકને દૂત છે, વ્યસનને સાગર છે, વિપત્તિરૂપી લતાને અંકુર છે અને પાપરૂપી વૃક્ષની નીક છે. મદનેક મની પેઠે પરવશ કરેલે પુરુષ સદા ચા રાપી માળ થી ભ્રષ્ટ થઈ ભવરૂપી ખાડામાં પડે છે. ગૃહસ્થને ઘરમાં ઉંદર પ્રવેશ કરે છે તે તે જેમ અનેક સ્થાનકે ખેદી નાંખે છે તેમ કામદેવ માણસના શરીરમાં પ્રવેશ કરે છે તે તે પ્રાણીના અર્થ, ધર્મ અને મોક્ષને ખોદી નાંખે છે. સ્ત્રીઓ વિષયવલ્લીની પેઠે દર્શન, સ્પર્શ અને ઉપભેગથી અત્યંત વ્યામોહ ઉત્પન્ન કરે છે. તે કામરૂપી લુબ્ધક (પારધિની જાળ છે અને તેથી હરિણની માફક પુરુષને અનર્થકારક થઈ પડે છે. જેઓ મશ્કરીના મિત્રે છે તેઓ ફક્ત ખાવા પીવાના અને સ્ત્રીવિલાસના મિત્ર છે, તેથી તેઓ પોતાના સ્વામીન પરલેક સંબંધી હિત ચિંતવતા જ નથી. તેઓ સ્વાર્થતત્પર, નીચ, લંપટ અને ખુશામતીઆ થઈ પિતાના સ્વામીને સ્ત્રીકથા, ગીત, નૃત્ય અને પરિહાસિક વચનોથી મેહ પમાડે છે. બદરીપ વૃક્ષના સંસર્ગથી જેમ કદલી વૃક્ષ કયારે પણ આનંદ પામતું નથી તેમ કુસંગથી કુળવાન પુરુષોને ક્યારે પણ અભ્યદય થતું નથી; માટે હે કુળવાનું સ્વામિન ! પ્રસન્ન થાઓ. આપ પોતે જ સુજ્ઞ છે માટે મેહ પામે નહી અને વ્યસનાસક્તિ છોડી ધર્મમાં મન લગાડે. છાયા વિનાનું વૃક્ષ, જળરહિત સરોવર, સુગંધહીન પુષ્પ, દંકૂશળ વિનાનો હસ્તી, લાવણ્ય રહિત રૂપ, મંત્રી વિનાનું રાજ્ય, દેવભૂતિ વિનાનું ચિત્ય, ચંદ્ર વિનાની રાત્રિ, ચારિત્ર રહિત સાધુ, શસ્ત્ર રહિત સૈન્ય અને નેત્ર વિનાનું મુખ જેમ શોભતું નથી, તેમ ધર્મ વિનાનો પુરુષ કદી પણ શેભાને પામતો નથી. ચક્રવતી રાજા પગ જે અધમી થાય છે તે તે પરભવે એ જન્મ પામે છે કે જ્યાં કુત્સિત અન્ન મળે તે પણ રાજ્ય મળ્યા જેવું કપાય છે. જે માણસ મહાકુળમાં ઉત્પન્ન થયા છતાં પણ ધમ ઉપાર્જનથી રહિત હોય તે તે બીજા ભવમાં ધાનની પેઠે અન્ય ઉચ્છિષ્ટ કરેલા અનનું ભેજન કરનારે થાય છે. બ્રાહ્મણ પણ ધર્મહીન હોય તે તે પાપને બાંધે છે અને પછી બિડાલની પેઠે દુષ્ટ ચેષ્ટાવાળે થઈમ્યુનિમાં ઉત્પન્ન થાય છે. ધર્મ રહિત ભવી પ્રાણીઓ પણ બિડાલ, સર્પ, સિંહ, બીજ અને ગીધ વગેરે નીચ યોનિમાં ઘણા ભવ પર્યત ઉતપન્ન થાય છે. અને ત્યાંથી નરકે જાય છે ત્યાં જાણે વૈરથી ક્રોધ પામેલા હોય તેવા પરમધામિક દેવતાઓથી અનેક પ્રકારે કદર્થના પામે છે. સીસાનો પિંડ જેમ અગ્નિમાં ૧. મશ્કર. ૨, નીક. ૩. ધાધરની. ૪. કામદેવ. ૫. બોરડી. ૬. કેળ.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy