SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વ ૧ હું ૧૫ વિનીતકુમારને રાજ્ય ગ્રહણ કરવાને બાધ કર્યાં. પિતાની આજ્ઞાથી તેણે રાજ્યભાર વહન કરવાને કબૂલ કર્યું. મહાત્માએ ગુરુજનાની આજ્ઞાના ભંગ કરવામાં ભીરુ હાય છે. પછી શતબળ રાજાએ મહાબળ કુમારને સિંહાસન ઉપર બેસાડી–અભિષેક કરી પોતાના હાથે તિલક મંડળ કર્યું, મચકુંદના પુષ્પ જેવી કાંતિવાળા ચંદનના તિલકથી તે નાના રાજા ચંદ્ર વડે જેમ ઉદયાચળ શોભે તેમ શેાભવા લાગ્યા. હંસની પાંખ જેવા પેાતાના પિતા સંબંધી છત્ર વડે, શરઋતુના મેઘથી જેમ ગિરિરાજ શેલે તેમ શેાલવા લાગ્યા. નિર્મળ બગલાના જોડાથી જેમ મેઘ શેલે તેમ ચલાયમાન એ સુદર ચામરોથી તે વિરાજવા લાગ્યા. ચંદ્રના ઉદય સમયે જેમ સમુદ્ર ને કરે તેમ તેના અભિષેક સમયે દિશાએને ગજાવી મૂકતા મંગળ વાજિંત્રોને ધ્વનિ ગભીર શબ્દ કરવા લાગ્યા. રૂપાંતરે જાણે ખીજો શતખળ રાજા હોય તેમ સામતા અને મ`ત્રીએ તેની પાસે આવી તેને માન્ય કરવા લાગ્યા. આવી રીતે પુત્રને રાજ્યપદે બેસાડી શતબળ રાજાએ આચાર્યના ચરણ સમીપે જઈ શમસામ્રાજ્ય (ચારિત્ર) ગ્રહણ કર્યું. તેણે અસાર વિષયાને છેડી દઈ સારરૂપ ત્રણ રત્ના (જ્ઞાન, દર્શીન, ચારિત્ર) ધારણ કર્યાં, તથાપિ તેની સમચિત્તતા અખંડ રહી. તે જિતેંદ્રિય પુરુષે કષાયને, નદી જેમ કાંઠાના વૃક્ષને ઉન્મૂલન કરે તેમ મૂળથી ઉન્મૂલન કર્યા. તે મહાત્મા મનને આત્મસ્વરૂપમાં લીન કરી, વાણીને નિયમમાં રાખી અને કાયાથી નિયમિત ચેષ્ઠાવંત થઈને મહાત્સવપણે દુઃસહુ પરિષહાને સહન કરવા લાગ્યા. મૈગ્યાદિક ભાવનાથી જેની ધ્યાનસંતતિ વૃદ્ધિ પામેલી છે, એવા તે શતખળરાજર્ષિ જાણે મુક્તિમાં હોય તેમ અમદ આનંદમાં મગ્ન રહેવા લાગ્યા. ધ્યાન અને તપ વડે પેાતાના આયુષ્યને લીલામાત્રમાં નિર્ગમન કરી તે મહાત્મા દેવતાઓના સ્થાનને પ્રાપ્ત થયા. મહાબળકુમાર પણ પોતાના બળવંત વિદ્યાધરાના પરિવાર વડે ઇન્દ્રની પેઠે અખંડ શાસનથી પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા. હંસ જેમ કમમલનીના ખડોમાં ક્રીડા કરે તેમ તે રમણિયાની સાથે વીંટાઈ સુંદર આરામપ`ક્તિઓમાં હર્ષ થી ક્રીડા કરવા લાગ્યા. તેના નગરમાં હંમેશાં થતા સંગીતના પ્રતિશબ્દોથી જાણે સંગીતના અનુવાદ કરતી હોય તેવી બૈતાઢય પતની ગુફાઓ જણાવા લાગી. આગળ, પાર્શ્વ ભાગમાં અને પશ્ચાત્ ભાગમાં સ્ત્રીઓથી વીટાઈ રહેલા તે જાણે મૂર્તિમાન શ્રુંગારરસ હોય તેવા દીપવા લાગ્યા. સ્વચ્છ ંદતાથી વિષચક્રીડામાં આસક્ત થયેલા તેને વિષુવત્નીર પેઠે રાત્રિવિસ સરખા લાગવા લાગ્યા. 6: એક દિવસ જાણે ખીજા મણિસ્તંભેા હોય એવા અનેક અમાત્ય સામતાથી અલ"કૃત થયેલી સભાભૂમિમાં કુમાર બેઠા હતા અને તેને નમસ્કાર કરીને સર્વ સભાસદો પણ પાતપેાતાના ચેાગ્ય સ્થાન પર બેઠા હતા. તેઓ કુમારને વિષે એકાગ્ર નેત્ર કરી જાણે ચેાગની લીલા ધારણ કરતા હેાય તેવા જણાતા હતા. સ્વયંબદ્ધ, સ`ભિન્નમતિ, શતતિ અને મહામતિ એ ચાર મુખ્ય મંત્રીએ પણ આવીને બેઠા હતા; તેમાં સ્વામીની ભક્તિમાં અમૃતના સિ'તુલ્ય, બુદ્ધિરૂપી રત્નમાં રાહણાચળ પર્વત સમાન અને સમ્યગ્દષ્ટિ એવા સ્વય બુદ્ધ મંત્રી તે સમયે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા.- અહા ! અમે જોતાં છતાં આ વિષયાસક્ત અમારા સ્વામીનું દુષ્ટ અશ્વોની પેઠે ઇંદ્રિયાથી હરણ થાય છે. તેની ઉપેક્ષા કરનારા અમને ધિક્કાર છે! આવા વિષયવિનાદમાં વ્યગ્ર થયેલા અમારા સ્વામીના જન્મ વ્યર્થ જાય છે, એમ જાણીને થાડા જળમાં જેમ મીન ટળવળે તેમ મારુ' મન દુઃખિત થાય છે. અમારા જેવા મંત્રીએથી જો આ કુમાર ઉચ્ચપદને પ્રાપ્ત ન થાય તે અમારામાં અને ૧. મૈત્રી, કરુણા, પ્રમેાદ અને માધ્યસ્થ એ ચાર ભાવના. ૨. તુલા અને મેષ રાશિના સૂર્ય થાય ત્યારે દિવસ રાત્રિ સરખાં થાય છે તેને વિષુવત્ કહે છે.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy