SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ સર્ગ ૬ ઠે માળાની જે દંડરનવડે આકષી. પછી કુરુદેશના મધ્ય ભાગથી, હસ્તીનાપુરની દક્ષિણથી, કેશળદેશની પશ્ચિમથી, પ્રયાગની ઉત્તરમાં, કાશીની દક્ષિણમાં, વિંધ્યાચળની દક્ષિણમાં અને અંગ તથા મગધદેશની ઉત્તર તરફ થઈને વંટળી જેમ તૃણને ખેંચે તેમ માર્ગમાં આવતી નદીઓને ખેંચતી તે ગંગાને તેણે પૂર્વસમુદ્રમાં ઉતારી. ત્યાંથી માંડીને તે ગંગાસાગર એવા નામે તીર્થ થયું અને ભગીરથે ખેંચી તેથી તે ગંગાનું ભાગીરથી એવું નામ પડયું. જ્યાં જ્યાં માર્ગમાં સર્પોનાં ભુવને ગંગાના આવવાથી ભાંગી જતાં હતાં ત્યાં ત્યાં ભગીરથ નાગદેવને બળિદાન આપતો હતે. દગ્ધ થયેલા સગરપુત્રોના અસ્થિને ગંગાના પ્રવાહે પૂર્વ સાગરમાં પહોંચાડયાં. તે જોઈ ભગીરથે ચિંતવ્યું કે આ બહુ સારું થયું કે મારા પિતા અને કાકાઓનાં શરીરનાં અસ્થિ ગંગાએ સમુદ્રમાં લેપન કર્યા. જો તેમ થયું ન હોત તે તે અસ્થિ બધપક્ષી વગેરેની ચંચુ અને ચરણ સાથે ભરાઈને પવને કંપાવેલા પુપની જેમ અપવિત્ર સ્થાનમાં જઈને પડત. એમ વિચારતાં ભગીરથને જળની આપત્તિ૨હિત થયેલા લોકોએ “તમે લોકરંજક છે” એમ કહી કહીને ચિરકાળ પયત વખાણ્યો. તે ખતે પિતૃઓનાં અસ્થિ તેણે જળમાં નાખ્યાં, તેથી અદ્યાપિ પર્યત લોકો મૃતકના અસ્થિને જળમાં લેપન કરે છે કારણ કે મોટા લોકો જે પ્રવર્તન કરે છે તે ભાગ થાય છે. - તે સ્થાનથી રથારૂઢ થયેલે ભગીરથ પાછો વળ્યું. પિતાના રથના પ્રચારથી કાંસીના તાળની જેમ પૃથ્વીને શબ્દ કરાવતે તે ચાલ્યો આવતો હતો, તેવામાં કલ્પવૃક્ષની જેમ સ્થિત થઈને રહેલા એક કેવળી ભગવંતને તેણે જોયા. તેમને દેખીને આનંદિત થયેલ તે ઉદયાત્રિથી જેમ સૂર્ય ઉતરે અને આકાશમાંથી જેમ ગરુડ ઉતરે તેમ ઉત્તમ રથમાંથી નીચે ઉતર્યો. દેખતાંવેત જ ભક્તિવડે તે કેવળી મુનિને નમસ્કાર કરી અતિ ડાહ્યા અને ભક્તિમાં પ્રવીણ એવા તેણે તેમને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી પ્રણામ કરી ગ્ય સ્થાનકે બેસી ભગીરથે પૂછ્યું-“હે ભગવંત! મારા પિતાએ એકી સાથે ક્યા કર્મથી મૃત્યુ પામ્યા ?” ત્રિકાળ વેદી અને કરુણારસના સાગર એવા તે ભગવંત મધુર વાણીથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે રાજપુત્ર! જાણે કુબેરની લક્ષ્મીને આશ્રિત થયા હોય અર્થાત્ ધનદ જેટલી ઋદ્ધિવાળા હોય એવા ઘણું લક્ષ્મીવાળા શ્રાવકેથી પૂર્ણ એ એક સંઘ પૂર્વે તીર્થયાત્રાને માટે નીકળ્યો હતે. સાયંકાળે તે સંધ નજીક જણાતા કઈ ગામમાં આવી પહોંચ્યો ત્યાં રાત્રિએ કઈ કુંભારના ઘર પાસે ઉતર્યો. તે સમૃદ્ધિવંત સંઘને જોઈ સર્વે ગામના લોકો હર્ષ પામ્યા અને તેને લૂંટવાને ઉદંડ ધનુષ અને ખને ધારણ કરી સર્વ તૈયાર થયા; પણ પાપના ભયવાળા તે કુંભારે ખુશામત ભરેલાં અને અમૃત જેવાં બોધકારી વચન કહીને તે ગામના લોકોને વાર્યા. તે કુંભકારના આગ્રહથી તે ગામના સર્વ લોકોએ પ્રાપ્ત થયેલું પાત્ર મૂકી દે તેમ તે સંધને મૂકી દીધું. એક દિવસે ત્યાંના રહેવાસી સર્વ લોકે ચાર હોવાથી તેના રાજાએ બાળવૃદ્ધ સહિત તે આખું ગામ પરરાજ્યના ગામની જેમ બાળી નાખ્યું. તે દિવસે કોઈએ વિચાર કરવા માટે બોલાવેલ હોવાથી તે કુંભાર બીજે ગામ ગયો હતો, તેથી તે એકલે તે દેહમાંથી અવશિષ્ટ રહ્યો (બ) સતપુરુષોનું સર્વત્ર કુશળ થાય છે. પછી કાળગે કાળધર્મને પામીને તે કુંભાર વિરાટદેશમાં બીજો જાણે કુબેરભંડારી હોય તે વણિક થયે અને સર્વ ગ્રામજન હતા તે મૃત્યુ પામીને વિરાટદેશમાં વસતા મનુષ્યો થયા; કારણ કે તુલ્યકમને તુલ્ય ભૂમિ જ પ્રાપ્ત થાય છે, તે કુંભારને જીવ પાછી મૃત્યુ પામીને તે જ દેશનો રાજા થયા, ત્યાથી પણ મૃત્યુ પામીને પરમ ઋદ્ધિવંત દેવતા થયે, ત્યાંથી ચ્યવીને તમે ભગીરથ થયા છો અને તે ગ્રામવાસીઓ સંસારમાં ભમતા ભમતા તમારા પિતા જહુકુમાર વિગેરે થયા હતા.
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy